વોટ્સએપ ની 5 નવી ટ્રિક્સ કે જે તમારે અચૂક ટ્રાય કરવી જોઈએ

Posted By: Hitesh Vasavada

ફેસબુક એ ખરીદેલ વોટ્સએપે 2016 માં ઘણા બધા નવા ફીચર્સ બહાર પડ્યા છે, તો આવો જાણીયે કે તમે કઈ કઈ નવી ટ્રીક કરી શકશો.

વોટ્સએપ ની 5 નવી ટ્રિક્સ કે જે તમારે અચૂક ટ્રાય કરવી જોઈએ

હવે માત્ર ફ્રેન્ડ્સ અને ફેમેલી ની સાથે ચેટિંગ કરવા ની સાથે સાથે હવે તમે તેમાં ફોટોઝ એડિટ કરી શકો છો, ફેસબુક ની જેમ કેમન્ટ્સ મૂકી શકો છો, ફ્રેન્ડ ને ગ્રુપ માં ટેગ કરી શકો છો અને બીજું ઘણું બધું.

આરહ્યા વોટ્સએપ ના અમુક નવા ફીચર્સ કે જે તેને વધુ રસપ્રદ બનાવે છે. એક નજર કરીએ તેના પર.

#વોટ્સએપ પર વિડિઓ કોલ કરો

#વોટ્સએપ પર વિડિઓ કોલ કરો

હા, વોટ્સએપ સાથે સૌથી વધુ ચર્ચા માં રેહનાર વિડિઓ કોલિંગ ફીચર હવે ચાલુ થઈ ગયું છે, હવે વોટ્સએપ માં યુઝર્સ માત્ર વોઇસ કોલ નહિ પરંતુ વિડિઓ કોલ્સ પણ કરી શકશે.

#હવે કોઈ ફોટો એડિટિન્ગ એપ ની જરૂર નથી! હવે ફોટોઝ ને એડિટ કરો વોટ્સએપ દ્વારા

#હવે કોઈ ફોટો એડિટિન્ગ એપ ની જરૂર નથી! હવે ફોટોઝ ને એડિટ કરો વોટ્સએપ દ્વારા

હવે વોટ્સએપ ના યુઝર્સ સ્નેપચેટ ની જેમજ એડિટ કરી શકશે અને પોતના જુના પુરાના ફોટોઝ ને રસપ્રદ બનાવી શકશે. અને તે ઉપરાંત વોટ્સએપ યુઝર્સ હવે પોતાના ફોટોઝ મા ઇમોજીસ, ટેક્સ્ટ આઇકોન, અને પેન્ટનો ઉપીયોગ પણ કરી શકશે, જેના લીધે તે ફોટોઝ ને વધુ રસપ્રદ અને હાસ્યાસ્પદ બનાવી શકશે.

#@મેન્સશન ફીચર વાતચીત ને ખૂબ ઇન્ટરેક્ટિવ બનાવે છે

#@મેન્સશન ફીચર વાતચીત ને ખૂબ ઇન્ટરેક્ટિવ બનાવે છે

ગ્રુપ ચેટ માં અવારનવાર એવું બનતું હોઈ છે કે, કોણ શું કહે છે અને કોણ કોના સંદર્ભ માં કહે છે તે જાણી શકાતું નથી.

પરંતુ વોટ્સએપ નું નવું ફીચર @મેન્સશન વ્યક્તિગતો માટે તેના કામ ના મેસેજીઝ ને વાંચવા વધુ સરળ બનાવી આપે છે, અને તમને વધારા નું જરૂર વગર ની લાંબી લાંબી ચેટ હિસ્ટ્રી ને વાંચવા થી બચાવે છે.

#સ્પષ્ટ રિપ્લાય માટે ક્વોટ મેસેજીઝ

#સ્પષ્ટ રિપ્લાય માટે ક્વોટ મેસેજીઝ

ગ્રુપ માં કોઈ બીજા દ્વારા મુકવા માં આવેલ મેસેજીઝ ને ક્વોટ કરવા માટે, યુઝરે માત્ર એટલું જ કરવા નું રહેશે કે જે તે મેસેજ ને લોન્ગ પ્રેસ કરી અને ત્યાર બાદ ટોચ પર એક "રિપ્લાય" બટન બતાશે એરો ના આકાર નું તેના પર ક્લિક કરી અને ત્યાર બાદ તમારો રિપ્લાય લખી અને મોકલી આપો.

#મેસેજીઝ ને બનાવો બોલ્ડ, ઇટાલિક અને ના જોઈતા ચેટ ને સ્ટ્રાઇકથ્રૂ પણ કરો

#મેસેજીઝ ને બનાવો બોલ્ડ, ઇટાલિક અને ના જોઈતા ચેટ ને સ્ટ્રાઇકથ્રૂ પણ કરો

શું તમે પણ હવે તે બોરિંગ વોટ્સએપ મેસેજીઝ ને મોકલી મોકલી અને કંટાળી ગયા છો, તો હવે બનાવો ટેક્સટસ ને બોલ્ડ, ઇટાલિક, અને બિન જરૂરી ચેટ હોઈ તેને સ્ટ્રાઇકથ્રૂ પણ કરો.

મેસેજ બોલ્ડ રીતે પ્રસ્તુત થાય તે માટે ફૂદડી ને એડ કરો (*) મેસેજ ની પેહલા અને પછી, ઇટાલિક માટે મેસેજ ની પેહલા ને પછી એડ કરો અન્ડરસકોર(_), અને સ્ટ્રાઇકથ્રૂ માટે મેસેજ ની પેહલા અને પછી માત્ર એડ કરો ટીલ્ડ(~).

Read more about:
English summary
Try out these new WhatsApp features and make conversations with your friends much interesting and interactive.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot