ઝોલો એરા 2X VoLTE અને ફિંગરપ્રિન્ટ સપોર્ટ, 6666 રૂપિયામાં લોન્ચ

ઝોલો ઘ્વારા ઓફિશ્યિલ તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન એરા 2એક્સ ભારતીય માર્કેટ માટે લોન્ચ કરી દેવામાં આવ્યો છે.

By Anuj Prajapati
|

ઝોલો ઘ્વારા ઓફિશ્યિલ તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન એરા 2એક્સ ભારતીય માર્કેટ માટે લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન VoLTE અને ફિંગરપ્રિન્ટ સપોર્ટ સાથે આવ્યો છે. ઝોલો ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો સ્માર્ટફોન 2 જીબી અને 3 જીબી વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેની કિંમત 6666 રૂપિયા અને 7499 રૂપિયા રાખવામાં આવી છે.

ઝોલો એરા 2X VoLTE અને ફિંગરપ્રિન્ટ સપોર્ટ, 6666 રૂપિયામાં લોન્ચ

ઝોલો એરા 2X સ્માર્ટફોન ફિંગરપ્રિન્ટ સેન્સર તેને સારો એવો પર્સનલ અને પ્રોટેક્ટેડ ડિવાઈઝ બનાવે છે. આ સ્માર્ટફોનમાં તમે 5 આઈડી સેટ કરી શકો છો. જે તમને અલગ અલગ ફંક્શન જેવા કે ફોનને અનલોક કરવો, કેમેરા લોન્ચ, ગેલેરી અનલોક કરવી, ફોટો લેવા અને ફોન કોલનો જવાબ આપવો, આ બધા જ કામ સરળ અને પ્રોટેક્ટેડ બનાવે છે.

ઝોલો એરા 2X સ્માર્ટફોન 8 મેગાપિક્સલ ઓટો ફોકસ રિયર કેમેરા જેમાં 5 પિક્સલ મોટા લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ફોટોને અલગ અલગ લાઈટ અને ઓછી લાઈટ જેવી પરિસ્થથી માં શાર્પ અને ક્લિયર બનાવે છે.

નોકિયા 6 એન્ડ્રોઇડ સમાર્ટફોન સિલ્વર વેરિયંટ મા પણ આવશે

આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જે સેલ્ફી લવર્સને પસંદ પડશે. એરા 2X સ્માર્ટફોનમાં 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ડિસ્પ્લે જેમાં 480 લુમેન્સ અલ્ટ્રા બ્રાઇટ ડિસ્પ્લે સારી એક્યુરસી અને કલર માટે આપવામાં આવી છે.

ઝોલો એરા 2X સ્માર્ટફોન 1.25GHz 64-બીટ કવાડકોર પ્રોસેસર અને એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. સારું પરફોર્મર્સ માટે એરા 2X સ્માર્ટફોન 2 જીબી અને 3 જીબી રેમ ધરાવતા બે વેરિયંટમાં આવ્યો છે. આ બંને સ્માર્ટફોનમાં 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી વધારી શકો છો.

ઝોલો કંપની ઘ્વારા ભારતીય માર્કેટમાં સ્માર્ટફોનને સારી રીતે લોકો સુધી પહોંચાડવા માટે તેમને ફ્લિપકાર્ડ સાથે ભાગીદારી કરી છે. અજય યાદવ જેઓ ફ્લિપકાર્ડ માં મોબાઈલ હેડ છે, તેમને જણાવ્યું કે ભારતીય માર્કેટ ધીરે ધીરે લોકો સરળતાથી ઓછી કિંમતમાં ખરીદી શકે તેવા 4જી સ્માર્ટફોન તરફ આગળ વધી રહ્યું છે. લોકો કંપની બ્રાન્ડ, તેના ફીચર સાથે સાથે સ્માર્ટફોનની કિંમત પર પણ ખુબ જ વધારે ધ્યાન આપે છે.

પેટીએમ ના યુઝર્સ અને મર્ચન્ટ્સ માટે ના 5 નવા ફીચર્સ

તેમને આગળ કહ્યું કે ઝોલો એરા 1X સ્માર્ટફોન ની અપાર સફળતા પછી તેઓ ઝોલો એરા 2X સ્માર્ટફોન માટે ભાગીદારી કરીને ખુબ જ ખુશ અને આતુર છે જે એક સારી અને સફળ ભાગીદારી દર્શાવે છે.

ઝોલો એરા 2X સ્માર્ટફોન બેટરી ની વાત કરવામાં આવે તો તેમાં 2500mAh બેટરી આપવામાં આવી છે, જે સ્ટેન્ડ બાય મોડ પર લગભગ 322 કલાક સુધી રહી શકે છે.

આ સ્માર્ટફોનમાં વધુ સારા ફીચર જેવા કે સ્માર્ટ કેમેરા ફીચર બ્યુટી મોડ, એચડીઆર, પેનોરમા, વોઇસ કેપ્ચર, સ્માઈલ શોટ, ફેસ ડિટેક્શન, સેલ્ફ ટાઇમર અને ટાઈમ લેપ્સ વીડિયો આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન બ્લેક ગન મેટલ અને લેટી ગોલ્ડ બે કલર વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
XOLO has officially unveiled its latest 4G VoLTE enabled smartphone Era 2X today for the Indian market. Era 2X is XOLO's first ever smartphone in Era series with a fingerprint sensor and comes in two variants of 2GB and 3GB RAM, priced at Rs.6666 and Rs.7499 re

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X