પેટીએમ ના યુઝર્સ અને મર્ચન્ટ્સ માટે ના 5 નવા ફીચર્સ

ઓવરઓલ યુઝર્સ ના અનુભવ ને વધુ સારો બનવવા માટે પેટીએમએ પોતાની મોબાઈલ એપ માં 5 નવા ફીચર્સ જોડ્યા છે.

By Keval Vachharajani
|

મોબાઈલ ઈ વોલેટ કંપની પેટીએમએ છેલ્લા 2 મહિના માં ખુબ જ વધારે ગ્રોથ કર્યો છે, અને એક રિપોર્ટ અનુસાર પેટીએમએ ભારત સરકાર ના નોટ બાંધી ના નિર્ણય બાદ પેટીએમએ ઓફલાઈન બજાર માં 1 જ અઠવાડિયા માં 300 ટાકા કરતા પણ વધારે ગ્રોથ કર્યો હતો.

પેટીએમ ના યુઝર્સ અને મર્ચન્ટ્સ માટે ના 5 નવા ફીચર્સ

જેમ જેમ ગ્રોથ વધતો જાય છે તેમ તેમ તેમા ઓનલાઇન ટ્રાન્ઝેકશન માટે લોકો ની માંગો પણ વધતી જાય છે જેને ધ્યાન માં રાખી અને પેટીએમએ પોતાના ગ્રાહકો અને મર્ચન્ટસ માટે 5 નવા ફીચર્સ બહાર પાડ્યા છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન એપ્રિલ ત્રીજા અઠવાડિયે આવશે, જાણો આગળ...

અને આ નવા ફીચર્સ દ્વારા પેટીએમ ને હજી એક વધુ મોકો મળશે અને તમના યુઝર્સ વધી શકશે, જેમાં ભારત ના નાગરિકો નો સમાવેશ થશે કે જેઓ અત્યારે કેશ ના હોવા ના લીધે લગભગ રોજ મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે.

સેલ્ફ ડિકલેર્ડ મર્ચન્ટસ હવે થી Rs. 50,000 સુધી સીધા પોતાના બેંક ના ખાતા માં સ્વિકારી શકશે

સેલ્ફ ડિકલેર્ડ મર્ચન્ટસ હવે થી Rs. 50,000 સુધી સીધા પોતાના બેંક ના ખાતા માં સ્વિકારી શકશે

પેટીએમ પર હવેથી મર્ચન્ટસ ને પોતાની એપ પર સેલ્ફ ડિકલેર્ડ થવા ની અનુમતિ આપશે જેના દ્વારા તેઓ Rs. 50,000 સુધી સીધા પોતાના બેંક એકાઉન્ટ માં સ્વીકારી શકશે. એ નોંધવું, કે આ રકમ દરરોજ અડધી રાતે સેટલ કરવા માં આવશે અને મર્ચન્ટ ના પેટીએમ પેમેન્ટ બેંક એકાઉન્ટ પર સેટલમેન્ટ ચાર્જીસ 0% રાખવા માં આવ્યા છે.

પોતાની જાત ને સેલ્ફ ડિક્લેર કરવા માટે મર્ચન્ટ્સે અપડેટેડ પેટીએમ એપ માં "એકસેપ્ટ પેમેન્ટ" પર ટેપ કરવા નું રહેશે, ત્યાર બાદ 'બેંક એકાઉન્ટ' નાખી અને બીજી બધી બેંક ની વિગતો નાખી અને કન્ફોર્મ કરો. મર્ચન્ટ્સે એક વાત ની ખાસ નોંધ લેવી કે તેમના સેલ્ફ ડિક્લેર ખાતા નું વોલેટ બેલેન્સ Rs. 20,000 થી વધવું ના જોઈએ,

પૈસા જોડવા તે હવે વધુ ઝડપી અને એક જ સ્ક્રીન દ્વારા થઇ જશે

પૈસા જોડવા તે હવે વધુ ઝડપી અને એક જ સ્ક્રીન દ્વારા થઇ જશે

નવી અપડેટેડ એપ દ્વારા તમારા પેટીએમ વોલેટ માં પૈસા એડ કરવા વડું ઝડપી અને વધુ સરળ થઇ ગયા છે. અને હવે આ આખી પ્રક્રિયા એક જ સ્ક્રીન પર થી થઇ જશે અને લોડ ટાઈમ પણ ખુબ જ ઓછો લેશે જેના લીધે એક ફાસ્ટર યુઝર અનુભવ મળી શકશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

પેટીએમ પાસવર્ડ તરીકે ફિંગર પ્રિન્ટ રાખો

પેટીએમ પાસવર્ડ તરીકે ફિંગર પ્રિન્ટ રાખો

તમારા ઈ-વોલેટ ને વધુ સુરક્ષિત રાખવા માટે, પેટીએમે પોતાની એપ ને બાયો મેટ્રિક સપોર્ટેડ બનાવી છે, જેના દ્વારા હવે તમે તમારી ફિંગર પ્રિન્ટ ને તમારા પેટીએમ ના પાસવર્ડ તરીકે રાખી શકો છો.

હવે કોઈ પણ વેપારી ને પૈસા ચૂકવો તેમના ફોન ની ગેલેરી માં રહેલા QR કોડ ને સ્કેન કરી ને

હવે કોઈ પણ વેપારી ને પૈસા ચૂકવો તેમના ફોન ની ગેલેરી માં રહેલા QR કોડ ને સ્કેન કરી ને

બધા નવા ફીચર્સ માંથી આ પણ એક અગત્ય નું ફીચર છે, જેના દ્વારા હવે તમે કોઈ પણ વ્યક્તિ ને તેમના ફોન ની ગેલેરી માં રહેલા QR કોડ ને સ્કેન કરી ને પણ પૈસા ની ચુકવણી કરી શકો છો. અને તેના માટે તમારે માત્ર તમારી સ્ક્રીન ની ઉપર ની જમણી બાજુ પર ટેપ કરવા નું રહેશે અને ત્યાર બાદ, "સ્કેન પેટીએમ QR ફ્રોમ ગેલેરી" પર ટેપ કરો અને બસ ત્યાર બાદ તમારે જેને પૈસા ચૂકવવા છે તેના ફોન ની ગેલેરી માં રહેલા QR કોડ ને સ્કેન કરો.

ક્વેરીઝ ને પેટીએમ કમ્યુનિટી ફોર્મસ પર મૂકી શકાય છે

ક્વેરીઝ ને પેટીએમ કમ્યુનિટી ફોર્મસ પર મૂકી શકાય છે

પેટીએમએ પોતાની એપ માં એક નવું ફીચર જોડ્યું છે જેનું નામ છે "પેટીએમ કમ્યુનિટી ફોર્મસ". આ ફીચર દ્વારા યુઝર્સ ની ક્વેરીઝ ને 10 મિલિયન એકટીવ યુઝર્સ એડ્રેસ કરશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
paytm has become one of the most widely used app in the Indian market and here are 5 new features that will make it more useful for citizens in India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X