સ્નેપડ્રેગન 835 બેન્ચમાર્ક, 5 નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઓક્ટાકોર સાથે...

By: anuj prajapati

ઓક્ટોબર મહિનામાં સેમસંગ ઘ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ પહેલી 10 એનએમ મોબાઈલ એપ્લિકેશન બનાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ કંપની ઘ્વારા માહિતી આપવામાં આવી કે જેઓ નેક્સટ જનરેશન સ્નેપડ્રેગન પ્રોસેસર માર્કેટમાં લાવી રહ્યા છે.

સ્નેપડ્રેગન 835 બેન્ચમાર્ક, 5 નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઓક્ટાકોર સાથે..

સેમસંગ અને ક્યુઅલકોમ બંને કંપનીએ સાથે મળીને માહિતી આપી કે સ્નેપડ્રેગન 835 પ્રોસેસર બનશે. આ રીતે આવનારું પ્રોસેસર જુના સ્નેપડ્રેગન 820 અને 821 કરતા વધારે સારું પરફોર્મન્સ આપશે અને એનર્જી પણ બચાવશે.

રિલાયન્સ જિયો નવા વર્ષની ઓફર, 51 રૂપિયા ભરો અને..

AnTuTu સ્કોરની વાત કરવામાં આવે તો સ્નેપડ્રેગન 835 નો સ્કોર એપલ એ10 ચિપસેટ કરતા ઘણો જ વધારે છે. AnTuTu બેન્ચમાર્ક અનુસાર સ્નેપડ્રેગન 835 ચિપસેટનો સ્કોર 181,434 છે. જયારે એપલ એ10 ચિપસેટ નો સ્કોર 172,644 છે, જે સ્નેપડ્રેગન 835 કરતા ખુબ જ ઓછો છે. એટલું જ નહીં પરંતુ સ્નેપડ્રેગન 835 ચિપસેટ ઝડપી ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવી રહ્યું છે.

એક નવું સ્ટાર્ટઅપ, ઓર્ડર કરો ઓનલાઇન અને મેળવો કેશ

મળતી માહિતી મુજબ અહીં અમે એવા 5 સ્માર્ટફોન જે વર્ષ 2017 માં લોન્ચ થવાના છે અને જેમાં સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના વિશે જણાવવા જઈ રહ્યા છે...

સેમસંગ ગેલેક્ષી એસ8

સેમસંગ ગેલેક્ષી એસ8

આપને બધા જ જાણીએ છે કે સેમસંગ જ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટ બનાવી રહ્યું છે. તો એટલું જ નક્કી જ હોય કે સેમસંગનો આવનારો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ8 માં આપને આ પ્રોસેસર ચોક્કસ જોવા મળી શકે છે. સેમસંગ ફેન્સ ખુબ જ આતુરતાથી ગેલેક્ષી એસ8 ની રાહ જોઈ રહ્યા છે જે વર્ષ 2017 ના પહેલા કવાટરમાં લોન્ચ થઇ શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

એલજી જી6

એલજી જી6

એલજી નો આવનારો સ્માર્ટફોન એલજી જી6 હોય શકે છે, જે વર્ષ 2017 માં રિલીઝ થશે. આ સ્માર્ટફોનમાં પણ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટ લગાવવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં ઓલેડ સ્ક્રીન, ડ્યુઅલ કેમેરા સેટઅપ, એન્ડ્રોઇડ નોગૅટ, સ્નેપડ્રેગન 835 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

એચટીસી 11

એચટીસી 11

હાલમાં જ આપણે ખબર મળી હતી કે એચટીસી 11 સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ વાપરવામાં આવશે. મળતી માહિતી મુજબ એચટીસી 11 MWC 2017 માં જાહેરાત કરવામાં આવશે અને સાથે સાથે તેમાં ઉપયોગમાં લેવામાં આવેલું સ્નેપડ્રેગન 835 પ્રોસેસર વિશે પણ જણાવવામાં આવશે. તેની સાથે સાથે તેમાં 5.5 ઇંચ ની ડિસ્પ્લે 1440 પિક્સલ રિઝોલ્યૂશન સાથે, ડ્યુઅલ કેમેરા અને 5 એમપી સેલ્ફી શૂટર પણ આવશે.

વનપ્લસ 4

વનપ્લસ 4

વનપ્લસ 4 વર્ષ 2017 માં આવી રહ્યો છે અને કંપની ઘ્વારા આ સ્માર્ટફોનને ખુબ જ હાઈ પ્રીમિયમ બનાવવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના લૂક અને ડિઝાઇન પાછળ ખુબ જ ખર્ચો કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન વિશે મળતી માહિતી મુજબ તેમાં 5.5 ઇંચ 4K 2160 પિક્સલ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 835 પ્રોસેસર અને લેટેસ્ટ ઓક્સિજન ઓએસ, 8જીબી રેમ અને ખુબ જ હાઈ એન્ડ કેમેરા આપવામાં આવશે.

શ્યોમી મી6

શ્યોમી મી6

શ્યોમી એક સફળ મેન્યુફેક્ચર બની ચૂક્યું છે, તેવામાં શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલો સ્માર્ટફોન શ્યોમી મી6 વિશે વાત કરવી તો ચોક્કસ બને જ છે. શ્યોમી મી6 વર્ષ 2017 માં લોન્ચ થઇ જશે. મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન માં 5.2 ઇંચ ડિસ્પ્લે 4કે રિઝોલ્યૂશન સાથે અથવા તો આવનારા શ્યોમી સ્માર્ટફોન માં સ્નેપડ્રેગન 835 પ્રોસેસર પણ તેનું પરફોર્મન્સ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. શ્યોમી મી5 માર્કેટમાં ખુબ જ સફળ રહ્યો હતો એટલા માટે શ્યોમી મી6 પાસે લોકોને ખુબ જ આશા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
The Snapdragon 835 chipset is the first octa-core processor from Qualcomm to have eight cores in it. Here are some rumored Android flagship smartphones including Samsung Galaxy S8, HTC 11, LG G6, Xiaomi Mi 6, and OnePlus 4 that we can expect to be launched in 2017 with this SoC.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot