5 સ્માર્ટફોન, જેમાં 10,900mAh બેટરી, 12 જીબી રેમ, નાઈટ કેમેરા, બીજું ઘણું

Posted By: anuj prajapati

સ્માર્ટફોન આજે આપણા જીવનનો ખુબ જ જરૂરી હિસ્સો બની ચુક્યો છે. સ્માર્ટફોન ખરીદતી વખતે દરેક વ્યક્તિ તેના ફીચર પર ચોક્કસ ધ્યાન આપે છે. બધા જ ઈચ્છે છે કે તેમના સ્માર્ટફોનમાં બધા જ જરૂરી અને લેટેસ્ટ ફીચર આપવામાં આવેલા હોય.

5 સ્માર્ટફોન, જેમાં 10,900mAh બેટરી, 12 જીબી રેમ, નાઈટ કેમેરા

સ્માર્ટફોનમાં તમને ઘણા વિકલ્પ મળી જશે. કેટલાક સ્માર્ટફોન ખુબ જ હાઈ એન્ડ ફીચર સાથે આવે છે. તો કેટલાક સ્માર્ટફોનમાં તમને જરૂરી એવા ફીચર મળી જશે.

નવા રિપોર્ટ મુજબ વનપ્લસ 5 જૂન 2017 માં રિલીઝ થઇ શકે છે

સ્માર્ટફોનનું માર્કેટ ખુબ જ મજબૂત બનતું જઈ રહ્યું છે. તેનું કારણ છે સ્માર્ટફોનની વધતી જતી ડિમાન્ડ. લોકોમાં જેમ જેમ સ્માર્ટફોનની ડિમાન્ડ વધી રહી છે તેમ તેમ કંપનીઓમાં શાનદાર સ્માર્ટફોન લોન્ચ કરવાની સ્પર્ધા ચાલુ થઇ ગયી છે. દરેક કંપની નવા અંદાઝ અને નવા ફીચર સાથે તેમના સ્માર્ટફોન લોન્ચ કરે છે.

HTC વન M9 માટે હવે ઉપલબ્ધ છે એન્ડ્રોઇડ 7.0 નોગટ અપડેટ

એવા જ કેટલાક સ્માર્ટફોનની લિસ્ટ અમે અહીં લઈને આવી રહ્યા છે, જે બીજા સ્માર્ટફોન કરતા અલગ અને ખાસ છે.

ટ્યુરિંગ ફોન કેડેજા

ટ્યુરિંગ ફોન કેડેજા

ટીઆરઆઈ નો ટ્યુરિંગ ફોન કેડેજા ખુબ જ અલગ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં ખુબ જ ખાસ ફીચર આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 830 પ્રોસેસર અને 12 જીબી રેમ આપવામાં આવી છે. તેની સાથે એવી પણ માહિતી આવી રહી છે કે તેમાં 1 ટીબી એક્સપેન્ડેબલ સ્ટોરેજ પણ હશે. આ સ્માર્ટફોનમાં 5.8 ઇંચ સ્ક્રીન અને 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવશે. આ ફોનમાં 100Wh બેટરી આપવામાં આવશે.

એલજી જી5

એલજી જી5

એલજી જી5 સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટિંગ આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોન ખુબ જ શાનદાર છે. એલજી જી5 સ્માર્ટફોનમાં 5.3 ઇંચની એચડી ડિસ્પ્લે અને 3ડી આર્ક ગ્લાસ પણ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 820 પ્રોસેસર અને 4 જીબી રેમ આપવામાં આવી છે.

યાઓ 6000

યાઓ 6000

દરેક સ્માર્ટફોનમાં તેની બેટરી લાઈફ ખુબ જ જરૂરી છે. આજકાલ યુઝર સ્માર્ટફોનની બેટરી જોઈને જ તેને ખરીદવાનું પસંદ કરે છે. તમે અત્યાર સુધી 4000mAh અને 5000mAh બેટરી ધરાવતા સ્માર્ટફોન જ જોયા હશે. પરંતુ યાઓ 6000 સ્માર્ટફોનમાં 10,900mAh બેટરી આપવામાં આવી છે.

લુમિગન ટી3

લુમિગન ટી3

આ સ્માર્ટફોનનો ખુબ જ જરૂરી ફીચર તેનો કેમેરો છે. આજે સ્માર્ટફોન કેમેરાને પણ રિપ્લેસ કરી રહ્યા છે. લુમિગન ટી3 એક ખુબ જ કમાલનો સ્માર્ટફોન છે, જે નાઈટ વિઝન કેમેરા સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 4.8 ઇંચ સ્ક્રીન, મીડિયા ટેક હેલીઓ એક્સ 10 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

કેટ એસ60

કેટ એસ60

કેટ એસ60 સ્માર્ટફોન થર્મલ ઇમેજિંગ પણ રેકોર્ડ કરી શકે છે. આ મોનિટર મશીનરી જેવી ફિલ્ડમાં કામ આવે છે. કેટ એસ60 સ્માર્ટફોન વોટર રજિસ્ટન્ટ હોય છે. આ સ્માર્ટફોનમાં 4.7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે.

English summary
Lumigon T3 with night vision camera, Turing Phone Cadenza with two processors and 12GB RAM, Yaao 6000 with 10,900mAh battery, LG G5 with modular design, and Cat S60 with rugged design are unique smartphones with distinct features. Read more...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot