નવા રિપોર્ટ મુજબ વનપ્લસ 5 જૂન 2017 માં રિલીઝ થઇ શકે છે

Posted By: anuj prajapati

હાલમાં આપણે એવી ઘણી અફવાહો મળી રહી છે કે વનપ્લસ બ્રાન્ડ નો સ્માર્ટફોન વનપ્લસ 4 ખુબ જ જલ્દી લોન્ચ થઇ શકે છે. આ સ્માર્ટફોન વિશેની માહિતી તેના લોન્ચ થવાના ઘણા સમય પહેલા જ લોન્ચ થઇ ગયી છે.

નવા રિપોર્ટ મુજબ વનપ્લસ 5 જૂન 2017 માં રિલીઝ થઇ શકે છે

આ આખી માહિતી જે મળી રહી છે તે વનપ્લસ 4 સ્માર્ટફોન માટે છે. એવી માહિતી પહેલા મળી હતી. પરંતુ ફોન રેડાર ઘ્વારા મળતી લેટેસ્ટ રિપોર્ટ મુજબ આ સ્માર્ટફોનને વનપ્લસ 4 નહીં પરંતુ વનપ્લસ 5 તરીકે ઓળખવામાં આવશે.

હેલો પોલીસ એક એવું વોટ્સએપ ગ્રુપ જેના દ્વારા તમે પોલીસ ને માત્ર એક મેસેજ મોકલી અને જાણ કરી શકો છો

તો અહીં જાણો કયા કારણોસર વનપ્લસ 4 ને બદલે વનપ્લસ 5 લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

ચાઈનામાં 4 નંબરને સારો માનવામાં નથી આવતો

ચાઈનામાં 4 નંબરને સારો માનવામાં નથી આવતો

બ્લોગમાં જણાવવામાં આવ્યું છે કે ચાઈનામાં 4 નંબરને શુભ માનવામાં નથી આવતો. આ ફિલોસોફી ચાઈના વેન્ડરના મનમાં પણ ઘર કરી ગયી છે.

બીજી ચાઈનીઝ બ્રાન્ડ પણ તેનાથી દૂર રહે છે

બીજી ચાઈનીઝ બ્રાન્ડ પણ તેનાથી દૂર રહે છે

ધ્યાન આપવા જેવી બાબત છે કે બીજી ચાઈનીઝ બ્રાન્ડ પણ ભૂતકાળમાં 4 નંબરથી દૂર રહી છે. ખુબ જ ફેમસ બ્રાન્ડ વિવો પણ તેનો સ્માર્ટફોન વિવો વી4 ને બદલે વિવો વી5 લોન્ચ કર્યો હતો. સોની ઘ્વારા પણ સોની એક્સપેરિયા ઝેડ4 સિરીઝ સ્કિપ કરવામાં આવી હતી.

વનપ્લસ 5 સીરામીક બોડી સાથે

વનપ્લસ 5 સીરામીક બોડી સાથે

ચાઈનીઝ વેબસાઈટ તરફ થી મળતી લેટેસ્ટ રિપોર્ટ મુજબ વનપ્લસ 5 સ્માર્ટફોન સીરામીક બોડી થી બુસ્ટ કરવામાં આવશે. સીરામીક બોડી સ્માર્ટફોનને તેનો પ્રીમિયમ લૂક આપશે.

ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 અને 8 જીબી રેમ

ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 અને 8 જીબી રેમ

આ સ્માર્ટફોન ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટ અને 8 જીબી રેમ સાથે આવશે. આ માહિતી વિશે હજુ સુધી કોઈ જ ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ વનપ્લસ ચોક્કસ ટોપ હાર્ડવેર તરફ જ જશે.

રિલીઝ ડેટ, જૂન 2017

રિલીઝ ડેટ, જૂન 2017

મળતી લેટેસ્ટ માહિતી મુજબ વનપ્લસ 5 સ્માર્ટફોન જૂન 2017 માં રિલીઝ થઇ શકે છે.

English summary
We have recently covered a set of rumors shrouding over the OnePlus 4, the upcoming flagship phone from OnePlus. Of course, it's casual in the smartphone arena to get leaked miles ahead of the launch

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot