સરકાર ઘ્વારા ભારતીય કંપનીઓને સસ્તા સ્માર્ટફોન બનાવવા અપીલ, કારણ?

By: anuj prajapati

ભારતમાં જ્યારથી 500 અને 1000 રૂપિયાની નોટ બેન કરવામાં આવી છે, ત્યારથી સરકાર ડિજિટલ પેમેન્ટ તરફ વધારે ધ્યાન આપી રહી છે. હવે લોકોને ડિજિટલ તરફ આગળ વધારવા અને કેશલેસ ઈકોનોમી તરફ લઇ જવા માટે તેઓ ઈ-વોલેટ, ડિજિટલ અને કાર્ડ પેમેન્ટ માટે આગળ લાવી રહી છે.

સરકાર ઘ્વારા ભારતીય કંપનીઓને સસ્તા સ્માર્ટફોન બનાવવા અપીલ, કારણ?

સરકાર ઘ્વારા લેવામાં આવેલા આ પગલાંથી લોકો ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે. આ ડિજિટલ ઇન્ડિયા હવે અર્બન એરિયા તરફ પણ વધી ચૂક્યું છે. પરંતુ હજુ પણ આ ટેક્નોલોજી કેટલીક રૂલર અને રિમોટ એરિયા તરફ વધી નથી.

6 જીબી રેમ ધરાવતા સ્માર્ટફોન પર એક નજર...

રૂલર અને રિમોટ એરિયા તરફ ટેક્નોલોજી પહોંચી નથી, તેના માટે એક કારણ સ્માર્ટફોન પણ છે. સારો ઈન્ટરનેટ ઇનેબલ સ્માર્ટફોન ના હોવાના કારણે રૂલર અને રિમોટ એરિયામાં લોકો ડિજિટલ પેમેન્ટ કરી શકતા નથી. સ્માર્ટફોનની કિંમત વધારે હોવાથી એક ગરીબ વર્ગ તેને સરળતાથી ખરીદી શકતો નથી.

લેટેસ્ટ IRCTC સ્માર્ટફોન એપ ફાસ્ટ ટિકિટ બુકિંગ કરવામાં મદદ કરશે.

સરકાર તેના માટે પણ કેટલાક પ્રયત્ન કરી રહી છે. જેના કારણે તેઓ લોકોને ઓછી કિંમતમાં સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવી શકે. જેનાથી ડિજિટલ ઇન્ડિયા બધે જ પહોંચી શકે. જેથી રૂલર અને રિમોટ એરિયામાં લોકો ડિજિટલ પેમેન્ટ સરળતાથી કરી શકે.

સરકાર ઘ્વારા ભરવામાં આવેલું પગલું

સરકાર ઘ્વારા ભરવામાં આવેલું પગલું

ઇકોનોમિક્સ ટાઈમ રિપોર્ટ અનુસાર સરકારે લોકલ હેન્ડસેટ મેન્યુફેક્ચર જેવા કે માઇક્રોમેક્સ, લાવા, ઇન્ટેક્સ અને કાર્બર જેવી કંપનીઓને 2000 રૂપિયા કરતા ઓછી કિંમતમાં "આધાર બેઝ ફાયનાન્સ ટ્રાન્જેક્શન" કરી શકે તેવા સ્માર્ટફોન બનાવવા માટે જણાવ્યું છે.

સરકાર ઘ્વારા ભરવામાં આવેલા આ પગલાંથી તેઓ વધારે લોકોને ડિજિટલ પેમેન્ટ તરફ લઇ જઈ રહ્યા છે. સરકાર ઘ્વારા સ્માર્ટફોન મેન્યુફેક્ચરને મોબાઈલની કિંમત ઓછી થઇ શકે તેના માટેનું કોઈ નિરાકરણ લાવવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

ડીસ્ટન્ટ ડ્રિમ

ડીસ્ટન્ટ ડ્રિમ

સરકાર ઘ્વારા લેવામાં આવેલું આ પગલું લોકલ સ્માર્ટફોન મેન્યુફેક્ચર પર ચોક્કસ થોડો દબાવ લાવશે. સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ સ્માર્ટફોનમાં 3જી કે 4જી નહી, પરંતુ તેમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર અથવા તો આઈરીશ સ્કેનર બાયોમેટ્રિક ઑરથેન્ટિકેશન માટે સાથે સાથે તેમાં સારું પ્રોસેસર અને કવોલિટી હોવી પણ ખુબ જ જરૂરી છે.

ચાઈનીઝ મેન્યુફેક્ચર ને ટક્કર

ચાઈનીઝ મેન્યુફેક્ચર ને ટક્કર

ભારતીય સ્માર્ટફોન મેન્યુફેક્ચર કંપનીઓ ચાઈનીઝ મેન્યુફેક્ચર કંપનીઓ જેવી કે શ્યોમી, વનપ્લસ, હુવાઈ, લેનોવો, મોટોરોલા સાથે એટલા સફળ રહ્યા નથી. ચાઈનીઝ સ્માર્ટફોન ભારતની ટોપ 30 સીટીમાં લગભગ 40 ટકા જેટલો સ્માર્ટફોન શેર ધરાવે છે.

નોટબંધી ઘ્વારા લોકલ કંપનીઓ પર વધારે અસર પણ પડયો છે. જેના કારણે લોકલ કંપનીઓ સરકારની આ યોજના માટે હજુ તૈયાર નથી. મોટી મલ્ટીનેશનલ કંપનીઓ સેમસંગ અને એપલ આ ઇવેન્ટમાં આવ્યા જ ના હતા.

2000 રૂપિયાનો સ્માર્ટફોન ઉપયોગી નથી થાય

2000 રૂપિયાનો સ્માર્ટફોન ઉપયોગી નથી થાય

પર્વ શર્મા જેઓ કોઉન્ટરપૉઇન્ટ રિસર્ચર છે, તેમને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે 2000 રૂપિયાના સ્માર્ટફોન બનાવવામાં બ્રાન્ડ ને નુકશાન જ છે. તેમને આગળ જણાવ્યું કે કન્ઝ્યુમર ખાલી ટ્રાન્જેક્શન કરવા માટે જ સ્માર્ટફોન નહીં ખરીદે. સ્માર્ટફોન માટે યુઝરની આશા થોડી વધારે છે. તેઓ સ્માર્ટફોનમાં હાઈ એન્ડ ફીચર ની આશા પણ રાખે છે. આ સ્માર્ટફોન માટે કિંમત 3000 થી 4000 રૂપિયા રાખવી જરૂરી છે.

યોગ્ય પગલાં લેવા

યોગ્ય પગલાં લેવા

અમે આગળ જણાવ્યું તેમ સરકાર કેશલેસ ટ્રાન્જેક્શન માટે આગળ આવી રહી છે અને તેના માટે તેઓ જરૂરી પગલાં પણ લઇ રહી છે. ડિજિટલ ઇન્ડિયા ને આગળ લઇ જવા માટે સરકાર ઘ્વારા ભીમ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. આ પ્લેટફોર્મમાં 31 મેજર બેંકોને પણ જોડી દેવામાં આવી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Government asks Indian companies to make sub-Rs 2,000 smartphones.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot