જો એપલ ઇન્ડિયા માં આઈફોન નું ઉત્પાદન ચાલુ કરશે તો આ 6 વસ્તુ બનશે

એપલ ના ફેન્સ માટે એક ખુશી ના સમાચાર આવી શકે છે!

By Keval Vachharajani
|

આ વર્ષ ની શરૂઆત માં જ્યારે ટિમ કુક ઇન્ડિયા આવ્યો હતો ત્યારે એવી અફવાઓ ફરતી થઇ હતી કે એપલ આઈફોન અને બીજા અમુક ગેજેટ્સ ને ઇન્ડિયા માં બનાવવા નું શરૂ કરવા જઈ રહયું છે. જો કે અટકળો ને ખારીજ કરવા માં આવી અને એક આક્રમકતા સાથે તે પછી પણ આવી.

જો એપલ ઇન્ડિયા માં આઈફોન નું ઉત્પાદન ચાલુ કરશે તો આ 6 વસ્તુ બનશે

અને આ વખતે એક રિપોર્ટ મુજબ એપલ ખરેખર ઇન્ડિયા માં પોતાના ગેજેટ્સ નું ઉત્પાદન કરવા માટે વિચારી રહ્યું છે. ક્યુપરટિનો સ્થિત ટેક ઉદ્યોગપતિ અત્યારે બધી ઓથોરિટી સાથે વાત ચિટ ચાલુ છે અને ઇન્ડિયા માં બેંગ્લોર માં એક ઉત્પાદન યુનિટ સ્થાપવા ની યોજના બનાવી રહ્યા છે. પહેલે થી જ કંપની પર પોતાના સ્ટોર્સ ને ઇન્ડિયા માં ખોલવા માટે નો દબાવ છે જ, અત્યાર સુધી એપલ ઇન્ડિયા માં ડીલર મારફતે જ કામ કરી રહ્યા હતા કંપની નો પોતાનો એક પણ સ્ટોર હજી ઇન્ડિયા માં નથી.

સીજીએસ 2017: 5જી લોકોને આકર્ષિત કરવામાં સફળ રહ્યું.

એપલ ના સ્પર્ધકો જેમ કે સેમસંગ અને બીજા બધા એ ઘણા સમય પેહલા અહ્યા ઉત્પાદન માટે ના યુનિટ ઓપન કરી લીધા છે. તેના પર થી એવું સમજી શકવું ખુબ અઘરું નથી કે ટિમ કુક કેમ તે જ વસ્તુ ને અનુસરી રહ્યા છે. અત્યાર સુધી એપલ પોતાના ગેજેટ્સ ને ચાઈના માં ફોક્સકોન નામ ની કંપની પાસે બનાવડાવતું હતું, અને ફોક્સકોન ની સાથે સાથે કંપની પાસે બીજા પણ ઘણા પધા ઉત્પાદકકારો હતા ચાઈના મા.

એચટીસી ઓશન નોટ લોન્ચ નહીં કરે, યુ અલ્ટ્રા 12 જાન્યુઆરીએ આવશે.

અને જો અફવાઓ મુજબ ખરેખર એપલ જો ઇન્ડિયા મા પોતાના ગેજેટ્સ બનાવવા નું શરુ કરે તો આપડે ત્યાં ઘણા બધા ફેરફાર થશે ખાસ કરી અને સારા. ઇન્ડિયામાં એપલ ના ચાહકો ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હતા કે એપલ પોતાનું ઉત્પાદન અહ્યા કરી અને પછી પોતાના સ્ટોર્સ ઓપન કરે અને હવે એવું લાગી રહ્યું છે કે તે હકીકત બનવા જઈ રહ્યું છે.


પરંતુ અફવાઓ ને સાઈડ પર મૂકી અને જોઈએ તો અહ્યા એવી 6 વસ્તુ અમે દર્શાવી છે કે જે હકીકત માં બદલી જશે જો આ બધી અટકળો સાચી પડશે તો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

તેમાં કોઈ શંકા ને સ્થાન નથી કે આઈફોન ઘણા સસ્તા થઇ જશે

તેમાં કોઈ શંકા ને સ્થાન નથી કે આઈફોન ઘણા સસ્તા થઇ જશે

એપલ આઈફોન આ દેશ ના સૌથી વધુ મોંઘા અને સૌથી વધુ પ્રિમયમ ફોન્સ છે. આ દેશ માં આઈફોન હોવું એ એક સ્ટેટ્સ સિમ્બોલ માનવા માં આવે છે અને તેના લીધે જ જુના આઈફોન ની પણ ઘણી બધી કિંમત છે. અને આઈફોન ની અતિશય વધુ કિંમત ની પાછળ નું કારણ એક જ છે અને તે છે ઈમ્પોર્ટ ડ્યૂટી અને ટેક્સ જે તેના પર લાગે છે કેમ કે આઈફોન ડિઝાઇન અમેરિકા માં થાય છે અને બને છે ચાઈના મા. અને જો આઈફોન ઇન્ડિયા માં બનવા ના શરુ થઇ જાય તો, આઈફોન ની કિંમત માં ઘણો બધો ઘટાડો થઇ જશે.

સારી ઉપલબ્ધતા થશે

સારી ઉપલબ્ધતા થશે

જેવી રીતે આઈફોન ઇન્ડિયા માં ઈમ્પોર્ટ થઇ છે અને બનતા નથી, જેથી અમુક નક્કી કરેલા યુનિટ જ તેને લઇ અને બીજા ને વહેંચી શકે છે. જો કે એપલ પાસે ઓનલાઇન અને ઑફલાઇન બંને ડીલર્સ છે, તેમ છત્તા આઈફોન ની ઉપલબ્ધતા પર ઘણી વાર સવાલો ઉભા થતા હોઈ છે. આવું ત્યારે બને છે જયારે ઓનલાઇન રિટેલર અમુક વિસ્તાર ને કવર ના કરતો હોઈ અને સાથે સાથે ઑથોરાઈઝ્ડ ઓફલાઈન રિટેલર ના હોવા ના લીધે પણ ઘણી વખત આવા પ્રશ્નો ઉભા થતા હોઈ છે. અને આજ વસ્તુ જયારે ફોન રીપેર અથવા તો રિપ્લેસ કરવો હોઈ ત્યારે નડતી હોઈ છે અથવા તો જયારે તેના અમુક પાર્ટ્સ નો સ્ટોક પૂરો થઇ જતો હોઈ છે ત્યારે આ મુજબ ની મુશ્કેલી ઓ નો સામનો કરવો પડતો હોઈ છે.

લાંબી લાઈનો માં ઉભવું નહિ પડે

લાંબી લાઈનો માં ઉભવું નહિ પડે

સામાન્ય સંજોગો માં જયારે એપલ ની કોઈ પ્રોડક્ટ લોન્ચ થતી હોઈ છે ત્યારે લોકો ને તેના સ્ટોર ની બહાર લાંબી લાંબી લાઈનો માં ઉભું રેહવું પડતું હોઈ છે. પરંતુ ચાઈના માં એ મુજબ ની પરિસ્થિતિ જોવા નથી મળતી. અને જો કંપની ઇન્ડિયા માં પોતાનું ઉત્પાદન શરુ કરે તો તેઓ પોતાના સ્ટોર્સ પણ અહ્યા ઓપન કરશે, અને તેના લીધે કંપની તેમાં ડાઇરેક્ટ જ આઈફોન મોકલશે અને તેના લીધે તેના સ્ટોર માં તેઓ પૂરતો સ્ટોક રાખી શકશે જેથી લોકો ને ડિસ્ટ્રીબ્યુટર ના આઉટલેટ ની બહાર લાંબી લાઈનો માં ઉભવું નહિ પડે.

શિપિંગ ટાઈમ ઘટી જશે

શિપિંગ ટાઈમ ઘટી જશે

જયારે પણ એપલ પોતાની કોઈ નવી પ્રોડક્ટ ને લિન્ચ કરે છે ત્યારે થી લઇ અને તેના માટે રાહ જોવા નું શરુ થઇ જાય છે. રાહ જોવા નો મતલબ થાય છે કે સૌથી પેહલા તો તે પ્રોડક્ટ ને એપલ ના સ્ટોર સુધી પહોંચાડવા ની અને ત્યાર બાદ તેને બીજા બધા દેશો માં મોકલવા નું, એપલે બધા દેશો ને 3 ઝોન માં વહેંચ્યા છે અને તેમાંથી ઇન્ડિયા તેમના ત્રીજા ઝોન માં આવે છે, તો ઇન્ડિયા ને એપલ પ્રોડક્ટ પ્રથમ 2 ઝોન ને આપ્યા પછી જ પહોંચાડવા માં આવે છે, તેમ છત્તા આઈફોન ની લોન્ચ થી લઇ અને ડિલિવરી સુધી ના સમય માં ઇન્ડિયા માં થોડો સુધારો પણ કરવા માં આવ્યો છે, પરંતુ તે હજી સુધી સંતોષકારક નથી. જો એપલ પોતાનું ઉત્પાદન નું યુનિટ ઇન્ડિયા માં નાખે તો આ સમય માં ચોક્કસ પણે ઘટાડો જોવા મળશે.

આંતરરાષ્ટ્રીય ખરીદી કરવા ની જરૂરિયાત રહેશે નહીં

આંતરરાષ્ટ્રીય ખરીદી કરવા ની જરૂરિયાત રહેશે નહીં

ઇન્ડિયા ના મોટ્ટા ભાગ ના લોકો આઈફોન ને આંતરરાષ્ટ્રીય બજાર માંથી ખરીદે છે તેની પાછળ ના મુખ્ય 2 કારણો છે: સૌથી પહેલું કારણ તો એ કે સસ્તું પડે છે અને બીજું કારણ એ છે કે યુનિટ્સ નું શિપિંગ જલ્દી થઇ જાય છે. લોકોને ખબર છે કે આંતરરાષ્ટ્રીય બજાર માંથી આઈફોન લેવા થી તેના પર કોઈ પણ પ્રકાર ની વોરંટી રહેતી નથી છત્તા મોટા ભાગ ના લોકો તેમાં થી જ પોતાનો આઈફોન ખરીદે છે, તેથી ઇન્ડિયા માં જો આઈફોન નું ઉત્પાદન શરૂ થઇ જાય તો આંતરરાષ્ટ્રીય બજાર માંથી લેવાતા બંધ થઇ જશે અને લોકો પોતાના જ દેશ મા બનાવેલા આઈફોન ની ખરીદી કરી શકશે.

અને બધા ફાયદાઓ માત્ર ગ્રાહકો ને જ નહિ મળે

અને બધા ફાયદાઓ માત્ર ગ્રાહકો ને જ નહિ મળે

જો આઈફોન ઇન્ડિયા માં બનવા ના શરુ થઇ જાય તો તેના ફાયદા શું થશે તે ઉપર સ્પષ્ટ રીતે જણાવવા માં આવ્યું છે. પરંતુ જો આઈફોન ઇન્ડિયા માં બનવા લાગશે તો તેના થી માત્ર ગ્રાહકો ને જ નહિ એપલ ને પણ વધુ નફો કમાવવા મળશે. એવું કહેવા માં આવે છે કે ઈમ્પોર્ટ ડ્યૂટી અને બીજા ઘણા બધા ટેક્સિસ ને હટાવી લેવા માં આવશે, તેથી એપલ શિપિંગ કોસ્ટ પર ઘણા બધા પૈસા બચાવી શકશે. અને તેથી ભાવ માં મોટા પ્રમાણ માં ઘટાડો કરવા છત્તા કંપની ઘણો સારો નફો કમાઈ શકશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Apple is rumored to make iPhones in India and here are some things that we can expect to see then. Read more..

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X