એચટીસી ઓશન નોટ લોન્ચ નહીં કરે, યુ અલ્ટ્રા 12 જાન્યુઆરીએ આવશે.

By: anuj prajapati

એચટીસી કંપની છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં હતી. માહિતી આવતી હતી કે એચટીસી તેમનો સ્માર્ટફોન એચટીસી ઓશન નોટ ખુબ જ જલ્દી વર્ષ 2017 માં લોન્ચ કરશે. પરંતુ હાલમાં એવી માહિતી મળી રહી છે કે આ સ્માર્ટફોન હાલમાં નહીં આવે તેને બદલે એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોન આવી રહ્યો છે.

એચટીસી ઓશન નોટ લોન્ચ નહીં કરે, યુ અલ્ટ્રા 12 જાન્યુઆરીએ આવશે.

જે નવી માહિતીઓ મળી રહી છે તે મુજબ બંને સ્માર્ટફોનમાં ખુબ જ ફરક છે. પહેલા જે માહિતી મળી હતી તેના મુજબ એચટીસી ઓશન નોટ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ ડિસ્પ્લે આવશે તેવી માહિતી આવી હતી. હવે એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોનમાં 6 ઇંચ ફ્રન્ટ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવશે તેવી માહિતી આવી રહી છે.

સીજીએસ 2017: 5જી લોકોને આકર્ષિત કરવામાં સફળ રહ્યું.

મળતી માહિતી મુજબ એચટીસી તેમના લેટેસ્ટ સ્માર્ટફોનમાં કેમેરા સેટઅપ, સોફ્ટરવેર અપડેટને લઈને ઘણા સારો એવો વધારો કરી રહ્યું છે. એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોનમાં કદાચ 3.5 એમએમ હેડફોન જેકને રાખવામાં નહીં આવે. કંપની ઘ્વારા હાલમાં તેના વિશે કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

આ તાઇવાન ટેક જાયન્ટ કંપની ઘ્વારા 12 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે અને જો અફવાહો સાચી નીકળી તો એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોન બીજા બે સ્માર્ટફોન ઓશન સ્માર્ટ અને ઓશન માસ્ટર સાથે આવી શકે છે.

Source

Image Credit

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
HTC might announce its most awaited phablet on January 12.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot