નવું રિલાયન્સ જિયો સિમ, હેપી ન્યુ યર ઓફર, જાણો કઈ રીતે મેળવવું

By: anuj prajapati

રિલાયન્સ જિયોની વેલકમ ઓફર હવે હેપી ન્યુ યર ઓફર નામથી 31 માર્ચ સુધી લંબાઈ ગયી છે. તેવામાં સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ પર સૌથી વધુ પૂછતો સવાલ છે કે કઈ રીતે નવું સિમ મેળવવું.

નવું રિલાયન્સ જિયો સિમ, હેપી ન્યુ યર ઓફર, જાણો કઈ રીતે મેળવવું

રિલાયન્સ જિયો ચીફ મુકેશ અંબાણી ઘ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે હેપી ન્યુ યર ઓફર રિલાયન્સ જિયોના નવા અને જુના બંને કસ્ટમર માટે છે. તેમને આ પણ જણાવ્યું હતું કે જે પણ યુઝર 4 ડિસેમ્બર પછી નવા જિયો સિમ ખરીદશે તેમને સિમ સાથે સાથે હેપી ન્યુ યર ઓફરનો લાભ પણ મળશે.

AnTuTu બેન્ચમાર્કના આધારે જાણો ટોપ 10 સ્માર્ટફોન

રિલાયન્સ જિયોના જુના કસ્ટમર માટે વેલકમ ઓફર 31 ડિસેમ્બર સુધી ચાલશે અને હેપી ન્યુ યર ઓફર જુના સિમકાર્ડમાં 2017 થી જ શરૂ થશે. જેના માટે યુઝરે નવા સિમકાર્ડ માટે એપ્લાય કરવાની કોઈ જ જરૂર નથી.

તમે હવે યુટ્યુબ પર 360 ડિગ્રી 4K વીડિયો પણ લાઈવ સ્ટ્રીમ કરી શકશો

અહીં જાણો કે કઈ રીતે તમે નવું રિલાયન્સ જિયો સિમકાર્ડ હેપી ન્યુ યર ઓફર સાથે મેળવી શકો...

માયજિયો એપ તમારા 4જી સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરો

માયજિયો એપ તમારા 4જી સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરો

રિલાયન્સ જિયો ઓફિશ્યિલ વેબસાઈટ અનુસાર સૌથી પહેલા યુઝરે તેમના સ્માર્ટફોનમાં માયજિયો મોબાઈલ એપ ઇન્સ્ટોલ કરવી પડશે અને તમારો સ્માર્ટફોન 4જી સપોર્ટ કરતો હોવો જોઈએ.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

એપ ઇન્સ્ટોલ થયા પછી તેમાં

એપ ઇન્સ્ટોલ થયા પછી તેમાં "Get Sim" પર ક્લિક કરો.

તમારા સ્માર્ટફોનમાં માય જિયો એપ ઇન્સ્ટોલ થયા પછી યુઝર તેના સ્માર્ટફોનમાં એપ લોન્ચ કરવી રહેશે અને ત્યારપછી તેમને "Get Sim" ઓપશન પર ક્લિક કરવી રહશે.

બધી જ વિગતો ધ્યાનથી ભરો.

બધી જ વિગતો ધ્યાનથી ભરો.

ક્લિક કર્યા પછી એક પેજ આવશે તેમાં તમારે પર્સનલ ડીટેલ જેવી કે નામ, કોન્ટેક નંબર નાખવી પડશે. ત્યારપછી એપ તમને ઓટીપી મોકલશે જે યુઝરે આપેલી સ્પેસમાં નાખવાની રહશે.

બારકોડ જનરેટ કરશે અને નજીકનો રિલાયન્સ સ્ટોર લોકેટ કરશે.

બારકોડ જનરેટ કરશે અને નજીકનો રિલાયન્સ સ્ટોર લોકેટ કરશે.

ઓટીપી એન્ટર કર્યા પછી બારકોડ જનરેટ થશે અને છેલ્લે ડોક્યુમેન્ટની જરૂર પડશે. ધ્યાન રાખો કે આધારકાર્ડ ઘ્વારા તમારી પ્રોસેસ જલ્દી થશે. છેલ્લે યુઝરે તેની નજીકના રિલાયન્સ સ્ટોરને લોકેટ કરશે જે તમને બતાવશે કે ક્યાંથી સિમકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યું છે.

જિયો સિમ મેળવો અને તેને એક્ટિવેટ કરો

જિયો સિમ મેળવો અને તેને એક્ટિવેટ કરો

નજીકના રિલાયન્સ ડિજિટલ સ્ટોરમાં જાઓ અને તમારી ફોટોકોપી ડોક્યુમેન્ટ સબમિટ કરો અને સાથે ઓરિજિનલ પ્રૂફ પણ લઇ જવું ભૂલવું નહીં. ત્યારપછી યુઝરે ખાલી 1977 પર કોલ કરીને ટેલિવેરિફિકેશન કરવાનું જ રહેશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Here's how to get Reliance Jio SIM with Happy New Year Offer and enjoy free services until March 31, 2017.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot