ફેસબુક મેસસૅન્જર પર નકામી જાહેરાતો ને કઈ રીતે બ્લોક કરવી ?

By: Hitesh Vasavada

ફેસબુકે હાલ માં જ પોતાના મેસેન્જર ને અપડેટ કર્યું છે, કે જેના દ્વારા તે બ્રાન્ડ્સ ને અનુમતિ આપે છે કે તે લોકો તમને જાહેરાત ને મેસેજ ના સ્વરૂપ માં મોકલી શકશે.

ફેસબુક મેસસૅન્જર પર નકામી જાહેરાતો ને કઈ રીતે બ્લોક કરવી ?

સામાન્ય સંજોગો માં આપડે આપડી મનપસંદ બ્રાન્ડ્સ ને ફેસબુક પર જોઈએ છીએ અને તેના ફેસબુક પેજ ને સામાન્ય સંજોગો માં લાઈક પણ કરતા જ હોઈએ છીએ જેથી કરી ને તેની લેટેસ્ટ ઑફેંરિંગ્સ સાથે આપડે અપડેટેડ રહી શકીએ. આપડે તેમની સાથે મેસેન્જર મારફતે ઘણી વખત વાત ચિત પણ કરીએ છીએ પોતાના પ્રશ્નો ને લીએ ને.

જાણો કઈ રીતે ફેસબુક યુઝર્સ હવે માત્ર એક સ્ટેટ્સ પોસ્ટ કરી અને સેફ્ટી ચેક ને ચાલુ કરી શકશે

આજે રિટેઈલર્સ સાથે વાતચીત કરવી એ ખુબ જ સરળ બની ગયું છે, પરંતુ આજ રીતે કંપની સુધી પહોંચવું એ કદાચ તમારી આશા કરતા થોડું વધારે અઘરું હોઈ શકે છે.

ફેસબુક મેસસૅન્જર પર નકામી જાહેરાતો ને કઈ રીતે બ્લોક કરવી ?

મેસેન્જર ના આ અપડેટ દ્વારા, ફેસબુકે જાહેરખબર આપનારા લોકો ને કીધું છે કે, તેઓ હવે એક ન્યુઝફીડ જાહેરાત બનાવી શકાશે કે જે એક કોનવરસેશન ની જેમ મેસેન્જર માં ઓપન થશે. તો જો તમે ક્યારેય તેમની કોઈ જાહેરાત પર ક્લિક કરશો, તો ભવિષ્ય માં તમે તે બ્રાન્ડ સાથે મેસેન્જર પર સીધા જોડાઈ જશો.

પેટીએમ ઘ્વારા ઉબર રાઈડ પર મેળવો 100% કેશબેક, જાણો કઈ રીતે?

જો કે, યુઝર્સ આ ફીચર "advertimessages" ને બ્લોક અથવા તો ડીલીટ કરી શકે છે. પરંતુ માત્ર તેટલું જ કરવું કદાચ પૂરતી નથી કારણ કે અમે તેને વધુ ને વધુ જોઈએ છીએ જુદી જુદી બ્રાન્ડ્સ ની સાથે.

જો તમે ક્યારેય તેમાં ની કોઈ એક જાહેરાત પર ક્લિક કરશો, અથવા તો કોઈ બ્રાન્ડ ના પ્રતિનિધિઓ, સાથે વાત ચિત ચાલુ કરશો તો, આ રહ્યા અમુક સૂચનો જેના દ્વારા તમે અમુક ચોક્કસ પેજ ના મેસેજીઝ ને બ્લોક કરી શકો છો.

ફેસબુક મેસસૅન્જર પર નકામી જાહેરાતો ને કઈ રીતે બ્લોક કરવી ?

#ફોન અથવા ટેબલેટ પર

  • જે તે રિટેલર ના પેજ પર જાવ અને "મેસેજ" ને સિલેક્ટ કરો 
  • ત્યાર બાદ જમણા હાથ બાજુ ટોચ પર "મેનેજ" પર ક્લિક કરો ત્યાર બાદ "મેનેજ મેસેજ" પર ક્લિક કરો 
  • ત્યાર બાદ, "બ્લોક ઓલ મેસેજીઝ" પર સિલેક્ટ કરો અને બસ તમારું કામ પૂરું હવે તે રિટેલર તમને મેસેજ નહિ કરી શકે
ફેસબુક મેસસૅન્જર પર નકામી જાહેરાતો ને કઈ રીતે બ્લોક કરવી ?

#લેપટોપ અથવા તો ડેસ્કટોપ પર

  • જે તે રિટેલર ના પેજ પર જઈ અને "મેસેજ" ને સિલેક્ટ કરો 
  • એક ચેટ વિન્ડો ખુલશે, તેમાં ઉપર ની જમણી બાજુ પર આપેલ ઓપ્શન્સ ના આઇકોન પર ક્લિક કરો 
  • ત્યાર બાદ જે ડ્રોપ ડાઉન મેનુ ઓપન થાય તેમાં થી "બ્લોક મેસેજીઝ" ને સિલેક્ટ કરો અને ત્યાર બાદ કન્ફોર્મેશન મેસેજ આવે તેના પર પાછું ક્લિક કરો 
ફેસબુક મેસસૅન્જર પર નકામી જાહેરાતો ને કઈ રીતે બ્લોક કરવી ?

#તેમને કોલ કરવા નો પ્રયાસ કરો

તો જો ભવિષ્ય માં, જો તમારે કોઈ કંપની સુધી પોતાનો અવાજ પહોચાડવો હોઈ અને તમારા મેસેજ ને સ્પામ માં જવા થી રોકવું હોઈ તો તેમને મેસેજ ની જગ્યા એ કોલ કરવા નો પ્રયાસ કરો.

આ બધી ના જોઈતી જાહેરાતો ખુબ જ હેરાન કરે છે, અમે અત્યારે તો માત્ર એવું જ ઇચ્છીએ છીએ કે, ફેસબુક આના માટે એક opt-out મેથડ પણ જરૂર થી બનાવે.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Here's how you can stop spam messages on Facebook Messenger.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot