પેટીએમ ઘ્વારા ઉબર રાઈડ પર મેળવો 100% કેશબેક, જાણો કઈ રીતે?

Posted By: anuj prajapati

500 અને 1000 ની જૂની નોટો બંધ થવા અને નવી નોટો આવવાના સમય દરમિયાન લોકોમાં પૈસાને લઈને ઘણી જ તંગી દેખાઈ રહી છે. લોકોના બેંક એકાઉન્ટમાં પૈસા તો છે પરંતુ તે પૈસાને તેઓ ઉપાડી નથી શકતા, કારણકે નવી નોટોની ખુબ જ મારામારી ચાલી રહી છે. પરંતુ જો તમે પેટીએમ નો ઉપયોગ ટિકિટ અને કેબ બુક કરવા માટે કરશો તો તમને ખુબ જ આરામ રહેશે.

પેટીએમ ઘ્વારા ઉબર રાઈડ પર મેળવો 100% કેશબેક, જાણો કઈ રીતે?

લોકોની બેંકોમાં અને એટીએમ મશીનોમાં જામેલી ભીડમાં પૈસા ઉપાડતા જ તમને ઘણો સમય લાગી જાય છે. જો તમારે તે સમય બચાવવો હોય તો તમે પેટીએમનો ઉપયોગ કરી શકો છો. પેટીએમ યુઝરને મોબાઈલ વોલેટ વધારે પસંદ આવી રહ્યું છે.

6 એવા સેટિંગ્સ કે જે તમારે તમારા ગુગલ પિક્સલ પર બદલવા જોઈએ

હાલમાં લોકો પેટીએમનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. પેટીએમ ઘ્વારા તમે રિચાર્જ, ડીટુએચ રિચાર્જ, બિલ પેમેન્ટ અને કેબ પણ બુક કરી શકો છો. ઉબર કેબમાં પેટીએમ ઘ્વારા તમે 100% કેશબેકમાં રાઈડ બુક કરાવી શકો છો. આ ઓફર મુજબ જે યુઝરે પહેલીવાર પેટીએમનો ઉપયોગ કરીને ઉબરને પેમેન્ટ કર્યું હશે તેને 200 રૂપિયા સુધીની રાઈડ પર 100% કેશબેક મળશે.

પેટીએમ ઘ્વારા ઉબર રાઈડ પર મેળવો 100% કેશબેક, જાણો કઈ રીતે?

જો તમે પણ આ ઓફરનો લાભ ઉઠાવવા માંગો છો, તો નીચે મુજબના સ્ટેપને ફોલો કરો...

સ્ટેપ 1: સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ઉબર એપ ડાઉનલોડ કરો.

સ્ટેપ 2: એપને ઇન્સ્ટોલ કરીને ઓપન કરો.

સ્ટેપ 3: હવે ઉબર એપ પર ક્લિક કરો અને પેમેન્ટ ઓપશન પસંદ કરો.

સ્ટેપ 4: પેટીએમ વોલેટને પેમેન્ટ મોડ માટે પસંદ કરો.

સ્ટેપ 5: તમે તેમાં 200 રૂપિયા એડ કરી દો, જો તમારી પાસે યોગ્ય બેલેન્સ ના હોય.

સ્ટેપ 6: હવે તમારી ડેબિટ અને ક્રેડિટ કાર્ડની માહિતી એડ કરી દો.

સ્ટેપ 7: સાથે સાથે તમારે લોકેશન પણ નાખવી પડશે.

સ્ટેપ 8: પેમેન્ટ દરમિયાન તમારા રજીસ્ટર નંબર પર ઓટીપી આવશે જેને તમારે નાખવો પડશે.

પેટીએમ ઘ્વારા ઉબર રાઈડ પર મેળવો 100% કેશબેક, જાણો કઈ રીતે?

પેમેન્ટ કર્યા પછી 24 કલાકની અંદર જ તમને 100% કેશબેક મળી જશે.

નિયમ અને શરત:

1. આ ઓફર એવા પેટીએમ યુઝર માટે જ છે, જેમને ઉબર રાઈડ માટે પહેલીવાર પેટીએમ ઘ્વારા પેમેન્ટ કર્યું હોય.

2. આ ઓફર લિમિટેડ સમય માટે જ છે.

3. Paytm ને પૂરો અધિકાર છે કે તેઓ આ ઓફરમાં ગમે ત્યારે કોઈ પણ ફેરફાર કરી શકે છે.

4. જો સેન્ડર પાસે પેટીએમ એકાઉન્ટ ના હોય તો તેઓ પેટીએમની વેબસાઈટ પર જઈને એકાઉન્ટ બનાવી શકે છે.

5. 100% કેશબેક, ઉબર રાઈડ માટે પેટીએમ ઘ્વારા પહેલીવાર પેમેન્ટ કરવા માટે યોગ્ય રહેશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Get 100% cashback on your first Uber ride using Paytm.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot