ઝોલો એરા 2X કિંમતમાં ઘટાડો, 6222 રૂપિયાથી કિંમત શરૂ

By: anuj prajapati

આ વર્ષમાં ઝોલો ઘ્વારા તેમનો સ્માર્ટફોન ઝોલો એરા 2એક્સ લોન્ચ કરવામાં આવ્યો હતો. 2 જીબી વેરિયંટની કિંમત 6666 રૂપિયા અને 3 જીબી વેરિયંટની કિંમત 7499 રૂપિયા રાખવામાં આવી હતી. પરંતુ મહિનાની અંદર તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો.

ઝોલો એરા 2X કિંમતમાં ઘટાડો, 6222 રૂપિયાથી કિંમત શરૂ

હવે ઝોલો એરા 2એક્સ 2 જીબી સ્માર્ટફોન વેરિયંટની કિંમત 6222 રૂપિયા અને 3 જીબી સ્માર્ટફોન વેરિયંટની કિંમત 6777 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન ખાસ ફ્લિપકાર્ટ પર લોન્ચ કરવામાં આવ્યો છે. ઝોલો ઘ્વારા આ સ્માર્ટફોન ગનમેંટલ અને લિટ્ટે ગોલ્ડ કલર ઓપશનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

બીજા સ્માર્ટફોનની જેમ આ સ્માર્ટફોન પણ 4G VoLTE સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે.

ઝોલો એરા 2એક્સ 2 સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો તેમાં 5 ઇંચ ડિસ્પ્લે 1280*720 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 1.25GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર 2 જીબી અને 3 જીબી રેમ ઓપશન સાથે આપવામાં આવી છે.

માઇક્રોમેક્સ ડ્યુઅલ 5 લોન્ચ, જાણો કયા સ્માર્ટફોન સાથે ટક્કર લઇ શકે છે.

બંને વેરિયંટમાં 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી વધારી શકો છો.

હવે જો આ સ્માર્ટફોન કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરો અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 2500mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. સોફ્ટવેર વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

English summary
Xolo Era 2X, which is exclusive to Flipkart has received a price cut. The smartphone can be purchased from Rs. 6,222 after the price cut. It is a budget smartphone with 4G VoLTE and a fingerprint scanner as well.
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot