શ્યોમી મી નોટબૂક એર, જિયો 4જી લેપટોપ, 4જી લેપટોપ નવો ટ્રેન્ડ બનશે?

Posted By: anuj prajapati

હાલમાં શ્યોમી ઘ્વારા 12.5 ઇંચ વેરિયંટ ધરાવતો મી નોટબૂક એર 4જી વિશે જાહેરાત કરવામાં આવી છે. આ લેપટોપ ગયા વિશે ગયા વર્ષે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 13.3 ઇંચ ડિસ્પ્લે અને ઇન્ટેલ કોર આઈ5 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે 12.5 ઇંચ ધરાવતા મોડલમાં સિક્સ જનરેશન ઇન્ટેલ કોર એમ3 પ્રોસેસર ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

શ્યોમી મી નોટબૂક એર, જિયો 4જી લેપટોપ, 4જી લેપટોપ નવો ટ્રેન્ડ બનશે?

શ્યોમી ઘ્વારા આપવામાં આવેલી ઓફિશ્યિલ માહિતી મુજબ અપગ્રેડ મી નોટબૂક એર સેવન જનરેશન ઇન્ટેલ કોર એમ3 પ્રોસેસરનો ઉપયોગ કરે છે. આ પ્રોસેસર જુના મોડલ કરતા 12% વધારે સારું પરફોર્મન્સ આપશે. આ લેપટોપમાં આપવામાં આવેલી 4જી સિમ સ્લોટ સૌથી અગત્યનું ફીચર છે.

હોનોર 8 પ્રો, વનપ્લસ 3ટી, ગેલેક્ષી સી9 પ્રો, 6 જીબી ધરાવતો બેસ્ટ સ્માર્ટફોન

4જી સિમ સ્લોટ આપવામાં શ્યોમી એકલું નથી. પરંતુ હાલમાં જ ચર્ચામાં આવેલું રિલાયન્સ જિયો 4જી લેપટોપમાં પણ 4જી સિમ સ્લોટ વિશે ચર્ચા જામી છે.

કેમ લેપટોપમાં 4જી સિમ સ્લોટ આપવામાં આવ્યું?

કેમ લેપટોપમાં 4જી સિમ સ્લોટ આપવામાં આવ્યું?

લેપટોપ ઇનબિલ્ટ એલટીઇ મોડલ સાથે તમને મોબાઈલ નેટવર્ક સીધું કનેક્ટ કરવા દે છે. આ પ્રકારની લેપટોપમાં આપવામાં આવેલી સુવિધા ઘ્વારા તમને હવે ડોંગલ વાપરવાથી છુટકારો અપાવશે.

ભારતમાં 4જી લેપટોપ લોન્ચ કરવા માટે સારો સમય છે.

ભારતમાં 4જી લેપટોપ લોન્ચ કરવા માટે સારો સમય છે.

એકવાત ચોક્કસ છે કે ભારત માં 4જી લેપટોપ માટે આ બેસ્ટ સમય છે. હાલમાં ભારતમાં 4જી માર્કેટ ખુબ જ આગળ વધી રહ્યું છે. ભારતમાં રિલાયન્સ જિયો સર્વિસ લોન્ચ થયાની સાથે જ ટેલિકોમ સેક્ટરમાં ઘણો બદલવા આવ્યો છે. હાલમાં દરેક ટેલિકોમ ઓપેરટર ઓછી કિંમતમાં 4જી ડેટા આપી રહ્યો છે.

4જી લેપટોપ પ્રોડક્શન લિમિટેડ

4જી લેપટોપ પ્રોડક્શન લિમિટેડ

ખુબ જ ઓછા મેન્યુફેક્ચર છે, જેઓ 4જી લેપટોપ બનાવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ જે મેન્યફેક્ચર 4જી લેપટોપ બનાવી રહ્યા છે તેમનું પ્રોડક્શન પણ લિમિટેડ છે. જેના કારણે સપ્લાય અને ડિમાન્ડ સમસ્યા આવી શકે છે.

English summary
Will the 4G laptops become a trend right now in India? Read further to know more.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot