શ્યોમી મી 6 અને મી 6 પ્રો સ્માર્ટફોનની લોન્ચ ડેટ લંબાવાઈ

By: anuj prajapati

હાલમાં મળતી માહિતી મુજબ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન લોન્ચ થનાર શ્યોમી મી 6 અને મી 6 પ્રો સ્માર્ટફોનની લોન્ચ ડેટ લંબાવાઈ ચુકી છે. આ લોન્ચ ડેટ લંબાઈ જવાનું કારણ હજુ પણ એક સસ્પેન્સ છે. રિપોર્ટ ઘ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે શ્યોમી આ વર્ષે એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં ભાગ નહીં લે અને શ્યોમી ઘ્વારા કોઈ પણ સ્માર્ટફોન આ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં નહીં આવે.

શ્યોમી મી 6 અને મી 6 પ્રો સ્માર્ટફોનની લોન્ચ ડેટ લંબાવાઈ

શ્યોમી મી 6 સ્માર્ટફોન લોન્ચ પહેલા જ ઈન્ટરનેટ પર છવાઈ ચુક્યો છે. હાલમાં મળતી લેટેસ્ટ માહિતી મુજબ શ્યોમી મી 6 સ્માર્ટફોન 3 અલગ અલગ વેરિયંટમાં લોન્ચ કરવામાં આવશે. જેમાં એક વેરિયંટ સ્માર્ટફોનમાં મીડિયાટેક હેલીઓ એક્સ30 પ્રોસેસર, જયારે બીજા બે વેરિયંટ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ લેટેસ્ટ સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે.

હુવાઈ પી10 બે નવા કલર વેરિયંટ ગ્રીન અને પર્પલ લોન્ચ થઇ શકે છે.

આ સ્માર્ટફોનમાં ખુબ જ પ્રિમિયન સીરામીક બોડીનો ઉપયોગ કરવામાં આવશે. જેનો મતલબ છે કે આ સ્માર્ટફોન ખુબ જ સુંદર લૂક સાથે લોન્ચ થશે.

બીજી બાજુ એક રિપોર્ટ મુજબ હાઈ એન્ડ વર્ઝન શ્યોમી મી 6 સ્માર્ટફોન ડ્યુઅલ એજ કર્વ સ્ક્રીન સાથે તેમાં 6 જીબી રેમ પણ આપવામાં આવી શકે છે. જયારે બીજા બે ફ્લેટ સ્ક્રીન વેરિયંટ 4 જીબી રેમ સાથે આવી શકે છે. આ ફીચર વિશે શ્યોમી ઘ્વારા કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ ત્રણે વેરિયંટ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ રિયર કેમેરા સાથે આવશે. કેમેરા સેટઅપ વિશે બીજી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. આ સ્માર્ટફોનમાં 3000 mAh બેટરી અને એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ આ સ્માર્ટફોન 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ કેપિસિટી ધરાવે છે.

નોકિયા 8, નોકિયા પી1, નોકિયા ડી1સી અને બીજા નોકિયા ફોન વિશે જાણો

હવે જો આ સ્માર્ટફોન કિંમતની વાત કરવામાં આવે તો મીડિયાટેક પ્રોસેસર વેરિયંટ સ્માર્ટફોનની કિંમત CNY 1,999 એટલે કે લગભગ 19,800 રૂપિયા, સ્નેપડ્રેગન 835 ચિપસેટ વેરિયંટ સ્માર્ટફોનની કિંમત CNY 2,499 એટલે કે લગભગ 24,800 રૂપિયા, જયારે ડ્યુઅલ એજ કર્વ ડિસ્પ્લે અને લેટેસ્ટ સ્નેપડ્રેગન પ્રોસેસર ધરાવતા સ્માર્ટફોનની કિંમત CNY 2,999 એટલે કે 29,800 રૂપિયા રાખવામાં આવી છે.

શ્યોમી મી 6 કર્વ સ્ક્રીન વેરિયંટ સ્માર્ટફોન પણ મળતી માહિતી મુજબ ખુબ જ જલ્દી લોન્ચ થઇ શકે છે. જેનું નામ મી 6 પ્રો રાખવામાં આવ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Xiaomi Mi 6 and Mi 6 Pro launching later this year.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot