Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 588 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
નોકિયા 8, નોકિયા પી1, નોકિયા ડી1સી અને બીજા નોકિયા ફોન વિશે જાણો
નોકિયા 6 સ્માર્ટફોન લોન્ચ થવાની સાથે જ નોકિયા ઘ્વારા ભવિષ્યમાં લોન્ચ થનાર સ્માર્ટફોન વિશે ચર્ચા ખુબ જ તેઝ થઇ ચુકી છે.
એચએમડી ગ્લોબલ ઘ્વારા નોકિયા 6 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો. પરંતુ હવે લાગી રહ્યું છે કે તેઓ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન તેમના બીજા સ્માર્ટફોન પણ એકસાથે લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ મુજબ તેઓ એકસાથે ઘણા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. પરંતુ હજુ સુધી નોકિયા અને એચએમડી ગ્લોબલ કોઈના પણ ઘ્વારા તેની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

નોકિયા 6 સ્માર્ટફોન લોન્ચ થવાની સાથે જ નોકિયા ઘ્વારા ભવિષ્યમાં લોન્ચ થનાર સ્માર્ટફોન વિશે ચર્ચા ખુબ જ તેઝ થઇ ચુકી છે. કંપની ઘ્વારા આ સ્માર્ટફોન આવતા મહિને ટેક ઇવેન્ટમાં લોન્ચ થવાની પુરી તૈયારીમાં છે. હાલમાં મળતી માહિતી મુજબ નોકિયા સ્માર્ટફોન લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ કરવામાં આવશે.
જાણો નોકિયા નો પહેલો એન્ડ્રોઇડ સ્માર્ટફોન નોકિયા 6 વિશે ખાસ વાતો.
તો એક નજર કરીયે કે નોકિયા આવતા મહિને એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન કયા કયા નવા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોન લોન્ચ લિસ્ટમાં નોકિયા 8, નોકિયા પી1, નોકિયા ડી1સી, નોકિયા હાર્ટ, નોકિયા એજ, નોકિયા ઝેડ2 પ્લસ જેવા સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.

નોકિયા 8
નોકિયા 6 સ્માર્ટફોન લોન્ચ થવાની સાથે જ નોકિયા 8 સ્માર્ટફોન વિશે પણ ઈન્ટરનેટ પર ઘણી ચર્ચા થઇ રહી છે. નોકિયા 8 સ્માર્ટફોન વિશે મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન બે વેરિયંટમાં લોન્ચ કરવામાં આવશે.
પ્રીમિયમ વેરિયંટ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 835 અને 6 જીબી રેમ સાથે 64 જીબી અથવા તો 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મેમરી આપવામાં આવશે. તેની સાથે આ વેરિયંટ સ્માર્ટફોનમાં 24 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવી શકે છે. જયારે તેના બીજા વેરિયંટમાં સ્નેપડ્રેગન 821 પ્રોસેસર, 4 જીબી રેમ અને ડાઉનગ્રેડ કેમેરો આપવામાં આવી શકે છે.

નોકિયા પી1
નોકિયા નો આ લેટેસ્ટ સ્માર્ટફોન એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન એચએમડી ગ્લોબલ ઘ્વારા લોન્ચ કરવામાં આવી શકે છે. નોકિયા પી1 સ્માર્ટફોન વિશે મળતી માહિતી મુજબ આ ફોનમાં 6 જીબી રેમ અને લગભગ 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મેમરી આવી શકે છે. જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેમાં 22.5 મેગાપિક્સલ રિયર કેમેરો આવી શકે છે. નોકિયા પી1 સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

નોકિયા ડી1સી
નોકિયા ડી1સી સ્માર્ટફોન ઘણા સમયથી ચર્ચામાં છે. આ સ્માર્ટફોન ફીચર વિશે વાત કરવામાં આવે તો તેમાં સ્નેપડ્રેગન 430 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રોએસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો. આ ડિવાઈઝમાં 5.5 ઇંચ એચડી 1080 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે.
જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલ રિયર કેમેરો અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

નોકિયા હાર્ટ
નોકિયા 6 સ્માર્ટફોન લોન્ચ થવાની સાથે જ નોકિયા હાર્ટ સ્માર્ટફોન વિશે પણ ઈન્ટરનેટ પર ચર્ચા થવા લાગી. આ એક બજેટ સ્માર્ટફોન સાબિત થશે.
મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન 5.2 ઇંચ એચડી 720 પિક્સલ અને ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર સાથે આવશે. આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે. કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવશે.

નોકિયા એજ
એજ ટુ એજ ડિસ્પ્લે ફીચર આ પ્રીમિયમ સ્માર્ટફોનમાં આવી શકે છે. નોકિયા સ્માર્ટફોનનો આ કોન્સેપટ ઈન્ટરનેટ પર હાલમાં છવાઈ ચુક્યો છે.
નોકિયા એજ સ્માર્ટફોનમાં લગભગ 23 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનમાં બીજા ફીચર જેવા કે ફિંગરપ્રિન્ટ સેન્સર અને આઈરીશ સેન્સર પણ આપવામાં આવી શકે છે. આ સ્માર્ટફોન વિશે વધુ માહિતી બહાર આવી નથી.

નોકિયા ઝેડ2 પ્લસ
નોકિયા ઝેડ2 પ્લસ સ્માર્ટફોન વિશે ગિકબેન્ચ વેબસાઈટમાં ગયા વર્ષે માહિતી આપવામાં આવી હતી. આ વેબસાઈટમાં જણાવ્યા મુજબ નોકિયા ઝેડ2 પ્લસ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 820 ચિપસેટ, 4 જીબી રેમ અને એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ થઇ શકે છે. આ સ્માર્ટફોન વિશે પણ વધુ માહિતી મળી રહી નથી.
ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications