શ્યોમી મી 6 ગિકબેન્ચ સ્કોર લીક, ગૂગલ પિક્સલ કરતા પણ વધારે

Posted By: anuj prajapati

શ્યોમી મી 6 સ્માર્ટફોન લોન્ચ થઇ રહ્યો છે. આ સ્માર્ટફોન ઓફિશ્યિલ લોન્ચ પહેલા તેના વિશે ઘણી અફવાહો પણ ઉડી હતી. આ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન કરતા પણ પહેલા લોન્ચ થઇ રહ્યો છે.

શ્યોમી મી 6 ગિકબેન્ચ સ્કોર લીક, ગૂગલ પિક્સલ કરતા પણ વધારે

હવે શ્યોમી મી 6 સ્માર્ટફોન વિશે જે માહિતી પહેલા આવી હતી તેના મુજબ તેમાં સ્નેપડ્રેગન 835 ચિપસેટ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોન 4 જીબી અને 6 જીબી રેમ સાથે આવી રહ્યો છે.

આ સ્માર્ટફોનમાં 64 જીબી અને 128 જીબી સ્ટોરેજ મેમરી આપવામાં આવી છે. 5.1 ઇંચ 1080 પિક્સલ ધરાવતા સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ રિયર કેમેરા અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગમાં લેવામાં આવી છે.

શ્યોમી મી 6 ગિકબેન્ચ સ્કોર લીક, ગૂગલ પિક્સલ કરતા પણ વધારે

આ સ્માર્ટફોન ફીચર વિશે જીએફએક્સ બેચમાર્કિંગ વેબસાઈટ અને અંતુતું ઘ્વારા પણ કન્ફોર્મ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ગિકબેન્ચ માર્ક પોર્ટલમાં પણ જોવામાં આવ્યો હતો.

શ્યોમી મી 6 ટીઝર ટિપ્સ, ડ્યુઅલ કેમેરા સેટઅપ

ગિકબેન્ચ માર્ક લિસ્ટિંગ ઘ્વારા કન્ફોર્મ કરવામાં આવ્યું કે શ્યોમી મી 6 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 835 ચિપસેટ ઉપયોગ કરવામાં આવી છે. લિસ્ટિંગમાં પ્રોસેસરનો બેન્ચમાર્ક સ્કોર પણ જણાવવામાં આવ્યો છે. આ ચિપસેટને 206 સ્કોર પોઇન્ટ સિંગલ કોર ટેસ્ટ અને 6438 પોઇન્ટ મલ્ટી કોર ટેસ્ટ દરમિયાન મળ્યા છે. જેનો મતલબ છે કે આ સ્કોર વધારે પણ જઈ શકે છે.

એટલું જ નહીં પરંતુ સ્કોર સાથે સાથે ગિકબેન્ચ માર્ક લિસ્ટ ઘ્વારા કન્ફોર્મ કરવામાં આવ્યું છે કે શ્યોમી મી 6 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.1.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

English summary
Xiaomi Mi 6 Geekbench scores hint at impressive performance. The Geekbench listing yet again confirms that the Xiaomi Mi 6 is equipped with a Snapdragon 835 SoC. Xiaomi Mi 6 will also be running on Android 7.1.1.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot