શ્યોમી મી 6 ટીઝર ટિપ્સ, ડ્યુઅલ કેમેરા સેટઅપ

ચાઈનીઝ સ્માર્ટફોન શ્યોમી મી 6 એપ્રિલ 19 લોન્ચ થવા જઈ રહ્યો છે.

By Anuj Prajapati
|

ચાઈનીઝ સ્માર્ટફોન શ્યોમી મી 6 એપ્રિલ 19 લોન્ચ થવા જઈ રહ્યો છે. આ પહેલો ચાઈનીઝ સ્માર્ટફોન હશે, જેમાં સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની લોન્ચ ડેટ નજીક આવતાની સાથે જ શ્યોમી ઘ્વારા તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

શ્યોમી મી 6 ટીઝર ટિપ્સ, ડ્યુઅલ કેમેરા સેટઅપ

હવે આ સ્માર્ટફોન ડિઝાઇન અને સ્પેસ વિશે વધારે માહિતી મળી નથી, તેવામાં આ ટીઝર તમને સ્માર્ટફોન વિશે સમજવામાં મદદ કરશે. કંપની ઘ્વારા ટીઝર લોન્ચ કરીને એક સારી માર્કેટિંગ સ્ટ્રેટેજી ઉપયોગ કરવામાં આવી છે. જેનાથી તેઓ વધારે યુઝરને આકર્ષિત કરી શકે.

થોડા દિવસ પહેલા જ તેમને એક ટીઝર પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું. જેમાં કહ્યું હતું કે તમે 203 દિવસ રાહ જોયી છે જયારે અમે 7 વર્ષ રાહ જોયી છે. તેમનો કહેવાનો મતલબ હતો કે મી 5એસ સ્માર્ટફોન 203 દિવસ પહેલા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટરમાં નંબર 6 હતું, જેમાં સારી પોલિશ સીરામીક બોડી ઉપયોગ કરવામાં આવી હતી.

સેમસંગ ઘ્વારા ટેબ્લેટમાં એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ લોન્ચ કરવામાં આવ્યું

તેમનો જણાવવાનો અર્થ હતો કે સ્માર્ટફોનમાં સીરામીક બોડી ઉપયોગ કરવામાં આવી છે. હવે કંપની ઘ્વારા એક લેટેસ્ટ વીડિયો ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વીડિયો કંપનીના ઓફિશ્યિલ વેઈબો એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ટીઝરમાં જણાવવામાં આવ્યું છે કે ડિવાઈઝમાં ઘણું મોટું અપગ્રેડ કરવામાં આવ્યું છે. જેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ટીઝરમાં સ્માર્ટફોન ફીચર વિશે વધારે કઈ પણ જાણવામાં આવ્યું નથી. પરંતુ કેટલીક લીક થયેલી માહિતી અનુસાર મી 6 સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપયોગ કરવામાં આવશે. જેમાં મુખ્ય કેમેરો સોની સેન્સરનો ઉપયોગ કરવામાં આવશે. જેનો મતલબ છે કે તમને તેમાં સારો કેમેરા પરફોર્મન્સ જોવા મળશે.

Best Mobiles in India

English summary
We already got to know that Chinese smartphone Mi6 will be launched this April 19th.As the date is nearing, Xiaomi has begun with releasing the teaser.Since we are not much aware of its design and spec, this teaser might help us in knowing the device better.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X