શ્યોમી રેડમી સ્માર્ટફોન સ્નેપડ્રેગન 660 સાથે જેહેરાત કરી શકે છે.

By: anuj prajapati

શ્યોમી ઘ્વારા હાલમાં જ રેડમી 4 એક્સ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત $189 રાખવામાં આવી છે, જે લગભગ 12,633 રૂપિયામાં મળી શકે છે.

શ્યોમી રેડમી સ્માર્ટફોન સ્નેપડ્રેગન 660 સાથે જેહેરાત કરી શકે છે.

હવે જે હાલમાં મળતી રિપોર્ટ તરફ જોવામાં આવે તો શ્યોમી એક નવા સ્માર્ટફોન માટે કામ કરી રહી છે. જેમાં સ્નેપડ્રેગન 660 ઉપયોગ કરવામાં આવશે. પરંતુ હજુ સુધી કંપની તરફથી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.

શ્યોમી સ્માર્ટફોનની વધુ મળતી માહિતી મુજબ આવનારો સ્માર્ટફોન રેડમી પ્રોડક્ટ સિરીઝમાં જોડવામાં આવશે અથવા તો તેને એક નવી સિરીઝ જેવી કે મિક્સ, મેક્સમાં જોડી દેવામાં આવશે.

ઝેન મોબાઇલે સિનેમેક્સ 4જી સ્માર્ટફોન 6390 રૂપિયામાં લોન્ચ કર્યો

હાલમાં જો વાત કરવામાં આવે તો જો આ મળતી માહિતી સાચી હોય તો તેમાં સ્નેપડ્રેગન 660 ચિપસેટનો ઉપયોગ થાય તેની શક્યતા ખુબ જ વધારે છે.

રિપોર્ટ મુજબ સ્નેપડ્રેગન 660 ચિપસેટ તેની પોતાની જ કસ્ટમ ક્ર્યો કોર જે સ્નેપડ્રેગન 820 માં આપવામાં આવી છે તેના જેવી જ આવશે. એટલું જ નહીં પરંતુ રિપોર્ટ ઘ્વારા એવું પણ જાણવામાં આવી રહ્યું છે કે તેમાં 4 x Cortex A73 CPUs clocked at 2.2GHZ and 4 x Cortex A53 CPUs clocked at 1.9GHz કોમ્બિનેશન નો વાપરવામાં આવશે.

સ્નેપડ્રેગન 660 ચિપસેટ યુએફએસ 2.1 સ્ટોરેજ સપોર્ટ સાથે આવશે. હવે જાણવા જેવી બાબત છે કે સ્નેપડ્રેગન 660 ચિપસેટ ક્યારે માર્કેટમાં આવશે. મળતા રિપોર્ટ અનુસાર સ્નેપડ્રેગન 660 ચિપસેટ વર્ષ 2017 બીજા કવાટરમાં આવશે એટલે રેડમી સ્માર્ટફોન પણ અંદાઝા મુજબ બીજા કવાટરમાં આવી શકે છે.

English summary
Xiaomi may announce a Redmi phone with Snapdragon 660 in Q2 2017.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot