ઝેન મોબાઇલે સિનેમેક્સ 4જી સ્માર્ટફોન 6390 રૂપિયામાં લોન્ચ કર્યો

Posted By: anuj prajapati

ઝેન મોબાઈલ ઘ્વારા સિનેમેક્સ 4જી સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો. આ સ્માર્ટફોન 2 જીબી રેમ અને 5.5 ઇંચ ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે. આ સ્માર્ટફોન તમને લેટેસ્ટ ઓફર એપ ફ્રેંડલી જનરેશન, સારા ફીચર અને 4જી અનુભવ તમને ખરીદી શકાય તેવી કિંમત 6390 રૂપિયામાં આપી રહ્યું છે.

ઝેન મોબાઇલે સિનેમેક્સ 4જી સ્માર્ટફોન 6390 રૂપિયામાં લોન્ચ કર્યો

સિનેમેક્સ 4જી સ્માર્ટફોનનો મુખ્ય ઉદેશ સુપર પરફોર્મન્સ, ફાસ્ટ મલ્ટિટાસ્કીંગ અને આ સ્માર્ટફોનમાં તેના માટે કવાડકોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં તમને 2900mAh બેટરી આપવામાં આવી છે અને 2 જીબી રેમ આપવામાં આવી છે.

જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો સિનેમેક્સ 4જી સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ રિયર કેમેરા ઑટોફોકસ સાથે અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ઓફર સસ્તા સ્માર્ટફોનમાં પાવર અને સ્પીડનું બેસ્ટ કોમ્બિનેશન છે.

ઝેન મોબાઇલે સિનેમેક્સ 4જી સ્માર્ટફોન 6390 રૂપિયામાં લોન્ચ કર્યો

કવાડકોર પ્રોસેસર અને એન્ડ્રોઇડ માર્શમેલો સાથે આવી રહેલો આ સિનેમેક્સ 4જી સ્માર્ટફોન યુઝરને મલ્ટિટાસ્કીંગ કરવામાં 2 જીબી રેમ પણ મદદ કરે છે. આ સ્માર્ટફોનમાં 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી ઓપશન જેવા કે 4જી, વાઇફાઇ અને બ્લ્યુટૂથ પણ આપવામાં આવ્યા છે.

ક્ષાઓમી અમુક પસંદગી ના શહેરો ની અંદર એક્સપિરિયન્સ બુથ ઓપન કરી રહ્યા છે

આપણે જણાવી દઈએ કે આ સ્માર્ટફોનમાં સ્વલેખ કીબોર્ડ આપવામાં આવ્યું છે. સ્વલેખ કીબોર્ડ એક નવો ફ્રેશ લૂક આપે છે. એટલું જ નહીં પરંતુ તેમાં 22 ભારતીય ભાષાઓ સપોર્ટ કરે છે, જેમાં હિન્દી, ઉર્દુ, ગુજરાતી, તમિલ, તેલગુ અને મરાઠીનો પણ સમાવેશ થાય છે. લેન્ગવેજ લોક ફીચર યુઝરને ભાષા પસંદ કરવામાં મદદ કરે છે.

સિનેમેક્સ 4જી સ્માર્ટફોન પ્રીમિયમ મોબિલિટી અને સુંદર સ્ટાઇલ સાથે આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 2900mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. જે સ્માર્ટફોનને 30 કલાક સુધી સ્ટેન્ડબાય મોડ પર ચલાવી શકે છે. સિનેમેક્સ 4જી સ્માર્ટફોન ચામ્પેઇન અને રોઝ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે.

સિનેમેક્સ 4જી સ્માર્ટફોન જિયો હેપી ન્યુ યર ઓફર સાથે આવ્યો છે. એટલા માટે યુઝર અનલિમિટેડ કોલ અને ડેટાનો ઉપયોગ 31 માર્ચ સુધી કરી શકે છે. એટલું જ નહીં પરંતુ કંપની તમને ફ્રી પ્રોટેક્શન ટૂલ કીટ આપે છે અને પહેલા 6 મહિનામાં સ્ક્રીન તૂટી જાય તો સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ કરી આપશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Zen Mobile has introduced Cinemax 4G with 2GB RAM and 5.5-inch FWVGA display under its ZENERATION 4G smartphone portfolio. The latest offering is meant for the web-savvy and app-friendly generation and offers rich features and 4G experiences at a highly affordable price of Rs. 6,390.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot