ડરો નહીં, સ્ક્રીનશોટ લેશો તો વહાર્ટસપ કોઈને નોટિફિકેશન નહીં મોકલે

Posted By: anuj prajapati

વહાર્ટસપ ખુબ જ ફેમસ ચેટિંગ એપ બની ચુકી છે. હાલમાં વહાર્ટસપ તેમની એપમાં ઘણા નવા ફીચર પણ લઈને આવ્યું છે. વહાર્ટસપ ઘ્વારા આપવામાં આવેલા ચેટિંગ, વીડિયો કોલ, ફાઈલ ટ્રાન્સફર જેવા ફીચર આજે લોકોની જરૂરિયાત બની ચુક્યા છે.

ડરો નહીં, સ્ક્રીનશોટ લેશો તો વહાર્ટસપ કોઈને નોટિફિકેશન નહીં મોકલે

થોડા દિવસો પહેલા કેટલીક એવી રિપોર્ટ બહાર આવી હતી, જેના કારણે વહાર્ટસપ યુઝર થોડા ગભરાઈ ગયા હતા. આ રિપોર્ટ મુજબ એવી માહિતી બહાર આવી હતી કે જયારે તમે કોઈ વ્યક્તિ સાથે કરેલી ચેટ વિશે સ્ક્રીનશોટ લો છો, ત્યારે સામેવાળી વ્યક્તિને તેના વિશે નોટિફિકેશન આવી જાય છે.

આ ખબર સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચગી હતી. ઘણા લોકો વહાર્ટસપ ચેટ સ્ક્રીનશોટ લઈને એકબીજાને મોકલવા લાગ્યા. જેનાથી તેઓ ચેક કરી શકે કે આ ફીચર એક્ટિવ થયો છે કે નહીં. પરંતુ તેના વિશે વહાર્ટસપ બ્લોગ ઘ્વારા કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી ના હતી. આ ખાલી એક અફવાહ જ હતી જે ખુબ જ ઝડપથી સોશ્યિલ મીડિયા પર ફેલાઈ ચુકી હતી.

વહાર્ટસપ બીટા ઇમેજ લીકમાં એડિટ અને રિકોલ ફીચર જોવા મળ્યા.

આ જ પ્રકારનો રિપોર્ટ થોડા અઠવાડીયા પહેલા ઇન્સ્ટાગ્રામ માટે આવ્યો હતો. આ રિપોર્ટ મુજબ ઇન્સ્ટાગ્રામ સામેવાળી વ્યક્તિને નોટિફિકેશન મોકલી આપશે, જયારે તમે તેના પિક્ચરનો સ્ક્રીન શોટ લો છો. પરંતુ ત્યારપછી એવી માહિતી આપવામાં આવી કે સામેવાળી વ્યક્તિને નોટિફિકેશન ત્યારે જ મોકલવામાં આવશે, જયારે તમે તેના પર્સનલ મેસેજ વિશે સ્ક્રીન શોટ લો છો.

અહીં એટલું જ કહેવા માંગીયે છે કે જ્યાં સુધી વહાર્ટસપ ઘ્વારા આવા ફીચર વિશે કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવતી નથી, ત્યાં સુધી કોઈ જ ચિંતા કરવા જેવી વાત નથી. તમારા ઘ્વારા લેવામાં આવેલા સ્ક્રીનશોટ વિશે કોઈને પણ નોટિફિકેશન આપવામાં નથી આવી રહ્યું.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
WhatsApp will not notify others when you capture a screenshot of the chat with the person. The earlier report is a hoax. Read more...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot