વહાર્ટસપ બીટા ઇમેજ લીકમાં એડિટ અને રિકોલ ફીચર જોવા મળ્યા.

છેલ્લા કેટલાક મહિનામાં આપણે જોયું કે વહાર્ટસપ ઘણા નવા નવા ફીચર લાવી રહ્યું છે. આ બધા જ નવા ફીચરમાં વહાર્ટસપ બીજા બે નવા ફીચર પણ લઈને આવ્યું છે.

By Anuj Prajapati
|

ફેમસ મેસેજિંગ એપ વહાર્ટસપ તેમના નવા વર્ઝનમાં ખુબ જ વધારે અપડેટ કરી રહ્યું છે. આજે વહાર્ટસપ લોકોની સ્માર્ટફોન જરૂરિયાત બની ચૂક્યું છે. લોકો મેસેજ, વીડિયો કોલ, ફાઈલ મોકલવા માટે વહાર્ટસપનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે.

વહાર્ટસપ બીટા ઇમેજ લીકમાં એડિટ અને રિકોલ ફીચર જોવા મળ્યા.

છેલ્લા કેટલાક મહિનામાં આપણે જોયું કે વહાર્ટસપ ઘણા નવા નવા ફીચર લાવી રહ્યું છે. આ બધા જ નવા ફીચરમાં વહાર્ટસપ બીજા બે નવા ફીચર પણ લઈને આવ્યું છે. લીક થયેલી ઇમેજ ઘ્વારા વહાર્ટસપ ખુબ જ જલ્દી એડિટ અને રિકોલ ફીચર લઈને આવી જશે.

જો રિકોલ ફીચરની વાત કરવામાં આવે તો આ ફીચર ઘ્વારા યુઝર ઓલ રેડી મોકલી આપેલા મેસેજ ને કોલબેક કરી શકે છે. આ રીતે તમે સામેવાળો તમારો મેસેજ વાંચે તે પહેલા જ તેને પાછો લઇ શકો છો. બીજું બાજુ એડિટ ફીચર પણ ખુબ જ અગત્યનું કામ કરશે. તમે મોકલી આપેલા મેસેજ ને એડિટ કરી શકો છો.

વધતી ટેક્નોલોજી શુ કન્ઝ્યુમર પ્રાયવસી માટે ખતરો છે?

વહાર્ટસપ મેસેજિંગ એપને ટક્કર આપી શકે તેવું ટેલિગ્રામ અને બીબીએમ એપમાં આ ફીચર પહેલાથી જ આપવામાં આવ્યું છે. એટલે જોવા જઇયે તો એડિટ અને રિકોલ ફીચર કોઈ નવા ફીચર નથી. પરંતુ આ ફીચર વહાર્ટસપ યુઝર માટે ખુબ જ અગત્યના ચોક્કસ છે.

આ લીક થયેલી તસવીરો એન્ડ્રોઇડ બીટા ઘ્વારા વહાર્ટસપ વર્ઝન નંબર 2.17.25 અને 2.17.26 ઘ્વારા લેવામાં આવી છે. બંને ફીચર ડિસેબલ છે. હજુ સુધી કોઈ જ ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી કે આ બંને ફીચર ક્યારે યુઝર માટે લોન્ચ કરવામાં આવશે.

હાલમાં જ વહાર્ટસપ ઘ્વારા આઇઓએસ યુઝર માટે નવું અપડેટ આપવામાં આવ્યું છે. જેમાં તેઓ ઈન્ટરનેટ કનેક્શન વિના પણ મેસેજ સેન્ડ કરી શકે છે. એટલું જ નહીં પરંતુ વહાર્ટસપ ઘ્વારા નવા લોન્ચ કરવામાં આવેલા અપડેટમાં તમે 30 ફાઈલ મોકલી શકો છો. જયારે પહેલા તમે 10 કરતા વધારે ફાઈલ મોકલી શકતા ના હતા.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp beta images leak online showing edit and recall features will soon be rolled out to the users.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X