વહાર્ટસપમાં ખુબ જ જલ્દી સાઈઝ ટેબ આવશે

By: anuj prajapati

વહાર્ટસપ ઘ્વારા હાલમાં જ નવું સ્ટેટસ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જે સ્નેપચેટની ડાયરેક્ટ કોપી છે. વહાર્ટસપ આજે એકબીજા સાથે મેસેજ અને વીડિયો કોલિંગ કરવાનું ફેમસ સાધન બની ચૂક્યું છે. પરંતુ નવું એડ કરવામાં આવેલા સ્ટેટ્સ ફીચર, જે સ્નેપચેટ સ્ટોરી ફીચરને મળતું આવે છે. આ ફીચર સ્નેપચેટ ઘ્વારા ખુબ જ પહેલા લોન્ચ કરવામાં આવી ચૂક્યું હતું.

વહાર્ટસપમાં ખુબ જ જલ્દી સાઈઝ ટેબ આવશે

વહાર્ટસપ હાલમાં તેની એપમાં ઘણા નવા નવા ફીચર લોન્ચ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં વહાર્ટસપ ઘ્વારા ઘણા નવા અપડેટ આપવામાં આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ આ મેસેજિંગ એપ કેટલાક ફીચર જેવા કે સ્ટેટ્સ રીપ્લાય અથવા મ્યુટ, અને જયારે કોઈ સ્ટેટ્સ બદલે ત્યારે નોટિફિકેશન જેવા અપડેટ પણ લાવ્યું છે.

કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ એપમાં જૂનું સ્ટેટ્સ પાછું લઈને આવશે. યુઝર ઘ્વારા આપવામાં આવેલા મિક્સ રિએક્શનને કારણે કંપની એક નવી ટેબ જેને સાઈઝ તરીકે ઓળખવામાં આવે છે, તેને લાવી રહ્યું છે. હાલમાં આ ફીચર વિન્ડોઝ એપમાં બીટા ટેસ્ટર માટે જ લોન્ચ કરવામાં આવશે.

બીએસએનએલ નવી ઓફર, અનલિમિટેડ કોલિંગ અને ફ્રી રોમિંગ

આ ફીચર યુઝર ઘ્વારા કરવામાં આવેલા ચેટની સાઈઝ બતાવશે. જેના કારણે યુઝર જે પણ ચેટની સાઈઝ વધારે હોય તેને સરળતાથી ડીલીટ કરી શકે છે. યુઝર આ ચેટ પર ક્લિક કરવાથી ફોટો, ટેક્સ્ટ, વીડિયો, જીફ અને બીજી પણ ફાઈલ જોઈ શકશે. સાઈઝ ટેબને પસંદ કરવાથી યુઝર ચેટમાં વીડિયો અને ફોટો સાઈઝ જોઈ શકશે.

આ અપડેટ વિન્ડોઝ 10 મોબાઈલ અને વિન્ડોઝ ફોન 8.1 માં કામ કરશે. વિન્ડોઝ પ્લેટફોર્મમાં રહેલા યુઝર આ બીટા ટેસ્ટરનો ઉપયોગ કરી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Whatsapp is said to introduce one more tab called as "size". For now, this new feature will be introduced only in Windows app for beta testers.
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot