બીએસએનએલ નવી ઓફર, અનલિમિટેડ કોલિંગ અને ફ્રી રોમિંગ

By: anuj prajapati

બીએસએનએલ ઘ્વારા તેમનો નવો પ્લાન "દિલ ખોલ કે બોલ" લોન્ચ કરવામાં આવ્યો છે. બીએસએનએલ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો આ પ્લાન તેમના પોસ્ટપેડ યુઝર માટે છે. જેમાં તમારે મહિનાના 599 રૂપિયા ભરવા પડશે.

બીએસએનએલ નવી ઓફર, અનલિમિટેડ કોલિંગ અને ફ્રી રોમિંગ

આ ઓફર પોસ્ટપેડ યુઝર માટે છે. જેમાં તેમને અનલિમિટેડ વોઇસ કોલ અને ફ્રી રોમિંગ સુવિધા આપી રહ્યું છે. ટેલિકોમ ટોક રિપોર્ટ મુજબ બીએસએનએલ 4 મહિના સુધી 6 જીબી ડેટા અને 4 મહિના પછી 3 જીબી ડેટા દર મહિને આપી રહ્યું છે.

આ ઓફરનો લાભ લેવા માટે પોસ્ટપેડ યુઝરે પહેલા 4 મહિના સુધી દર મહિને 599 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારપછી તેનો પ્રોમોશનલ પિરિયડ પૂરો થયા પછી તમારે 799 રૂપિયા આપવા પડશે.

એરટેલ ખુબ જ જલ્દી ડોમેસ્ટિક રોમિંગ ચાર્જ હટાવી શકે છે.

ઇન્ટરનૅશનલ રોમિંગ માટે યુઝરે દર મહિને 99 રૂપિયા આપવા પડશે. આ પ્લાન મુજબ ઇન્ટરનૅશનલ રોમિંગના ચાર્જ તમે કયા દેશમાં ટ્રાવેલ કરો છો તેના પર આધાર રાખશે.

રિલાયન્સ જિયો ની ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી થતાની સાથે જ બીજા બધા ટેલિકોમ પ્રોવાઇડર યુઝરને પોતાની તરફ આકર્ષિત કરવા માટે અલગ અલગ સ્કીમ લઈને આવી રહ્યા છે. જેમાં બીએસએનએલ પણ પાછળ નથી રહ્યું.

ભારતનું સૌથી મોટું ટેલિકોમ પ્રોવાઇડર ભારતી એરટેલ પણ હવે ફ્રી રોમિંગ સુવિધા આપી રહ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
The entry of Reliance Jio Infocomm has intensified the price war among telcos.
Please Wait while comments are loading...

Social Counting