વહાર્ટસપ ઘ્વારા એપમાં નવું સ્ટોરી ફીચર એડ કરવામાં આવ્યું

Posted By: anuj prajapati

વહાર્ટસપ હાલમાં તેની એપમાં ઘણા નવા નવા ફીચર લોન્ચ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં વહાર્ટસપ ઘ્વારા ઘણા નવા અપડેટ આપવામાં આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ આ મેસેજિંગ એપ કેટલાક ફીચર જેવા કે સ્ટેટ્સ રીપ્લાય અથવા મ્યુટ, અને જયારે કોઈ સ્ટેટ્સ બદલે ત્યારે નોટિફિકેશન જેવા અપડેટ પણ લાવ્યું છે.

વહાર્ટસપ ઘ્વારા એપમાં નવું સ્ટોરી ફીચર એડ કરવામાં આવ્યું

હાલમાં મળતી માહિતી મુજબ વહાર્ટસપ એક નવું ફીચર લઈને આવી રહ્યું છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે વહાર્ટસપ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલું આ ફીચર વહાર્ટસપ બીટા વર્ઝનમાં દેખાશે. આ ફીચરમાં વહાર્ટસપ યુઝર તેમના વહાર્ટસપ સ્ટેટ્સ તરીકે ફોટો અથવા તો વીડિયો અપલોડ કરશે જે 24 કલાક સમય સુધી દેખાશે. ત્યારપછી તે ગાયબ થઇ જશે. આ ફીચર બિલકુલ ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ સ્ટોરી ફીચર જેવું જ કામ કરશે.

WABetaInfo, ઘ્વારા ટ્વિટર ફીડમાં આ ફીચર વિશે માહિતી આપવામાં આવી છે. વહાર્ટસપ તેમના સ્ટેટ્સ ફીચરને અપડેટ કરી રહ્યું છે, આ વાતમાં કોઈ જ શંકા નથી. ટવિટ ઘ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વહાર્ટસપ બીટા માટે નવું સ્ટેટ્સ ડિસ્ક્રિપશન. તેમને અપડેટ થયેલા ફીચરના સ્ક્રીન શોટ પણ અપલોડ કર્યા છે.

જિયો રાજસ્થાન, તામિલનાડુ અને આસામમાં 6 સિરીઝનો નંબર આપી રહ્યું છે.

રિપોર્ટ મુજબ આ નવા ફીચર માટે એક અલગથી ટેબ છે. સેટિંગમાં જે જનરલ સ્ટેટ્સ ટેબ છે તેના કરતા અલગ આપવામાં આવી છે. આ ફીચરને હાલમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. સ્ટેટ્સ ટેબ ચેટ અને કોલની વચ્ચે આપવામાં આવ્યું છે.

એટલું જ નહીં પરંતુ આ ટેબમાં યુઝરને અલગ અલગ રેન્જના એડિટ ટૂલ આપવામાં આવશે. જેના ઘ્વારા તેઓ કન્ટેન્ટ વધુ સારું બનાવી શકે. યુઝરને આઝાદી રહેશે કે તેમના કયા કોન્ટેક લિસ્ટને આ સ્ટેટ્સ દેખાશે. પરંતુ યુઝર પોસ્ટ કરેલા સ્ટેટ્સને મેન્યુઅલી ડીલીટ નહીં કરી શકે.

તો એક નજર ચોક્કસ કરો કે તમને આ નવું અપડેટ મળ્યું છે કે નહીં? એકવાર વાપરીને જોઈ શકો છો કે આ ફીચર સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ કરતા સારું છે કે નહીં?

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
WhatsApp to add Stories feature in its app

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot