જિયો રાજસ્થાન, તામિલનાડુ અને આસામમાં 6 સિરીઝનો નંબર આપી રહ્યું છે.

By Anuj Prajapati

  જો રાજસ્થાન, તામિલનાડુ અને આસામમાં રહેનાર વ્યક્તિ રિલાયન્સ જિયો સિમ ખરીદવા માટે પ્લાન કરી રહ્યા છો, તો બની શકે છે કે તમારો નવો નંબર 6 થી શરૂ થાય. કંપની ઘ્વારા ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમમાંથી તેની મંજૂરી લેવામાં આવી છે. ટેલિકોમ ટોક ઘ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કંપની ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમમાંથી 6 નંબર સિરીઝ માટે મંજૂરી લેવામાં આવી છે.

  જિયો રાજસ્થાન, તામિલનાડુ અને આસામમાં 6 સિરીઝનો નંબર આપી રહ્યું છે.

  ટેલિકોમ ટોક ઘ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ટેલિકોમ મિનિસ્ટ્રી ઘ્વારા રિલાયન્સ જિયો માટે રાજસ્થાન, તામિલનાડુ અને આસામ રાજ્યમાં 6 સિરીઝ એમએસએન કોડ આપવામાં આવ્યો છે. રાજસ્થાન માટે 60010-60019 એમએસએન કોડ, આસામ માટે 60020-60029 એમએસએન કોડ અને તામિલનાડુ માટે 60030-60039 એમએસએન કોડ આપવામાં આવ્યો છે.

  મધ્ય પ્રદેશ અને ગુજરાત માટે કંપની 7 સિરીઝ એમએસએન કોડ અને કલકતા અને મહારાષ્ટ્ર માટે 8 સિરીઝ એમએસએન કોડ આપવામાં આવ્યો છે.

  એરટેલ પોતાના બધા હોમ બ્રોડબેન્ડ ગ્રાહકો માટે લાવ્યું છે 'એરટેલ સરપ્રાઇસિસ'

  રિપોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કંપની ઘ્વારા લેવામાં આવેલું આ પગલું તેમને નવા વન મિલિયન ફોલોવર તરફ લઇ જશે. એટલું જ નહીં પરંતુ ભારતનું સૌથી મોટું સર્વિસ પ્રોવાઇડર ભારતી એરટેલ યુપી વેસ્ટ ટેલિકોમ ઝોન માટે 9 સિરીઝ એમએસએન કોડ 90680-90689 મેળવી લેવામાં આવ્યું છે.

  ભારતમાં ટેલિકોમ ઓપરેટરને આપવામાં આવેલા 9,8 અને 7 સિરીઝ નંબર હવે કોમન બની ચુક્યા છે.

  ભારતની ટેલિકોમ ઓર્થોરિટી ઘ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ નવેમ્બર 2016 દરમિયાન સબસ્ક્રાઈબર બેઝ 21.02 મિલિયનથી વધીને 1.12 બિલિયન થઇ ચુક્યો હતો. જેની મોટાભાગની ક્રેડિટ રિલાયન્સ જિયોને મળે છે.

  રિલાયન્સ ઘ્વારા ટેલિકોમ સેક્ટરમાં આવતાની સાથે જ ફ્રી ડેટા અને કોલિંગ સુવિધા આપીને લોકોને લ્હાણી કરાવી હતી અને બીજા ટેલિકોમ ઓપરેટર માટે ખતરો બન્યો હતો. રિલાયન્સ જિયો લોન્ચ થયાના ખાલી 4 મહિનામાં જ 72.4 મિલિયન સબસ્ક્રાઈબર મેળવી ચૂક્યું છે.

  English summary
  According to the latest data by Telecom Regulatory Authority of India, the subscriber base grew by 21.02 million to cross 1.12 billion in November 2016 and the credit for this also goes to Reliance Jio

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more