વોડાફોન રીકનેક્ટ પ્રોગ્રામ લોન્ચ, 1000 મહિલાઓને જોબ ઓફર

Posted By: anuj prajapati

વોડાફોન ગ્રુપ ઘ્વારા વોડાફોન રીકનેક્ટ પ્રોગ્રામ વિશે જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેઓ એવી મહિલાઓને નોકરી ઓફર કરી રહ્યા છે, જેમને કોઈ કારણવશ તેમની નોકરીમાંથી બ્રેક લીધો હતો.

વોડાફોન રીકનેક્ટ પ્રોગ્રામ લોન્ચ, 1000 મહિલાઓને જોબ ઓફર

આ પ્રોગ્રામનો ઉદેશ મહિલાઓને ફરીથી વર્કપ્લેસમાં પાછા લાવવાનો છે, જેમને તેમની નોકરીમાંથી બ્રેક લીધો હતો. મહિલાઓ માટે નોકરીમાંથી બ્રેક મોટાભાગે તેમના પર આવેલી પરિવાર જવાબદારી હોય છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ આ પ્રોગ્રામ હેઠળ આવનારા 3 વર્ષમાં 1000 મહિલાઓની ભરતી કરશે. જેમાં 10 ટકા એક્સટર્નલ મેનેજમેન્ટ ભરતી કરશે.

વિટ્ટોરિઓ કોલાઓ જેઓ વોડાફોન ગ્રુપમાં ચીફ એક્ષેકયુટીવ છે, તેમને જણાવ્યું છે કે અમારી કંપનીમાં અલગ અલગ જગ્યાથી આવતા એમ્પ્લોય છે. અમારું લક્ષ્ય મહિલાઓ માટે સૌથી સારું વર્કપ્લેસ બનાવવાનું છે.

ગૂગલ ઘ્વારા એરટેલ અને એસકે ટેલિકોમ સાથે ભાગીદારી, જાણો કારણ..

કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એમ્પ્લોયમેન્ટ ટર્મ્સ એવી રીતે બનાવવામાં આવી છે, જેનાથી મહિલાઓ માટે વર્ક પ્રેસરમાં પણ ફ્લેક્સિબલ વર્કિંગ ઓપશન આપવામાં આવ્યા છે. પહેલા 6 મહિનામાં તેમને અઠવાડિયામાં ખાલી 4 દિવસની શિફ્ટ આપવામાં આવી છે.

વોડાફોન ચીફ ગ્રુપ કમર્શિયલ ઓપેરેશન અને સ્ટ્રેટેજી ઓફિસર સેરપિલ તિમુરય ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મોબાઈલ એનેબલ મહિલા તેમની આસપાસ રહેલી દુનિયા વિશે વધારે સમજી શકે, બિઝનેસ બનાવી શકે, પોતાની જાતને અને તેમના બાળકોને સારું ભણતર આપી શકે, હેલ્થકેર ઍડ્વાઇસ અને સપોર્ટ વિશે સમજી શકે અને બેન્કિંગ સર્વિસ વિશે પણ જાણી શકે છે.

English summary
The company says that the employment terms have been designed to reflect the competing pressures on working women's lives, including flexible working options and a phased return to work such as a four-day week for the first six months

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot