વોડાફોન ઇન્ડિયા, 1 જીબી 3જી ડેટા 53 રૂપિયા, નવી માર્કેટ પ્લાંનિંગ

Posted By: anuj prajapati

તામિલનાડુ યુઝર માટે વોડાફોન ઇન્ડિયાએ નવો પ્લાન બહાર પાડ્યો છે. જેમાં તેઓ 1 જીબી 3જી ડેટા 53 રૂપિયામાં ઓફર કરી રહ્યા છે.

વોડાફોન ઇન્ડિયા, 1 જીબી 3જી ડેટા 53 રૂપિયા, નવી માર્કેટ પ્લાંનિંગ

એરટેલે આવી જ ઓફર થોડા મહિના પહેલા જ બહાર પાડી હતી અને હવે ખાસ કરીને રિલાયન્સ જિયો સામે ટક્કર લેવા માટે તેમાં વોડાફોને પણ જંપલાવ્યું છે. વોડાફોનની આ ઓફર વિશે વધારે જાણવા માટે નીચે આપેલી માહિતી ધ્યાનથી વાંચો...

જુઓ વર્ષ 2016 ની ટોપ 5 ફ્લોપ ટેક્નોલોજી

ખાલી તામિલનાડુ યુઝર માટે

ખાલી તામિલનાડુ યુઝર માટે

વોડાફોને આ ઓફર ખાલીને ખાલી તામિલનાડુ યુઝર માટે જ બહાર પાડી છે. તેમને હજુ સુધી એવી કોઈ જ જાહેરાત નથી કરી કે બીજા લોકોને આ ઓફરનો લાભ ક્યારે મળશે.

યુઝરે 1501 અપફ્રન્ટ રિચાર્જ કરાવવું પડશે

યુઝરે 1501 અપફ્રન્ટ રિચાર્જ કરાવવું પડશે

જે તામિલનાડુ યુઝરને આ ઓફરનો લાભ લેવો હોય તેમને સૌથી પહેલા 1501 રૂપિયાનું અપફ્રન્ટ રિચાર્જ કરાવવું પડશે. જેમાં તેમને 28 દિવસ માટે 15 જીબી 3જી ડેટા મળશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ત્યારપછી 53 રૂપિયામાં 1 જીબી ડેટા

ત્યારપછી 53 રૂપિયામાં 1 જીબી ડેટા

1501 રૂપિયાનું અપફ્રન્ટ રિચાર્જ કરાવ્યા પછી આવતા મહિનાથી તમને 53 રૂપિયામાં 1 જીબી 3જી ડેટા, 2 જીબી ડેટા 103 રૂપિયા અને 5 જીબી ડેટા 256 રૂપિયામાં મળશે.

બીજા બે પ્લાન

બીજા બે પ્લાન

વોડાફોને બીજા બે પ્લાન પણ બહાર પાડ્યા છે. જો તમે વોડાફોનનો 1501 રૂપિયાનું અપફ્રન્ટ રિચાર્જ ના કરી શકતા હોવ, ત્યારે તમે રૂપિયા 748 અને 494 રૂપિયાનું રિચાર્જ કરી શકો છો. 748 રૂપિયાનું રિચાર્જ તમને 3જી ડેટા પેક આપશે. જયારે 494 રૂપિયાનું રિચાર્જ તમને 2જી પેક ઓફર કરશે.

6 મહિના સુધી ફાયદો

6 મહિના સુધી ફાયદો

ધ્યાન રાખજો કે 748 અને 494 રૂપિયાનું રિચાર્જ તમને 6 મહિના સુધી જ ફાયદો આપશે. જેનો મતલબ કે તમને 6 મહિના સુધી જ તેનો ફાયદો મળી શકશે. 748 રૂપિયાના પ્લાનમાં દરમહિને 1 જીબી 3જી ડેટાની કિંમત તમને 106 રૂપિયા અને 494 રૂપિયાનો પ્લાન દરમહિને તમને તમને 122 રૂપિયામાં પડશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Vodafone India, today introduced a new plan exclusively for Tamil Nadu users and they are offering 1GB of 3G data at just Rs. 53 per month.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot