વિવો Y25 એન્ટી લેવલ સ્માર્ટફોન 7400 રૂપિયામાં લોન્ચ

Posted By: anuj prajapati

ચાઈનીઝ સ્માર્ટફોન મેન્યુફેક્ચર વિવો ઘ્વારા હાલમાં જ વિવો વાય53 અને વાય55એસ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. થોડા અઠવાડિયા પહેલા જ આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા હતા અને કંપની ઘ્વારા મલેશિયામાં વાય સિરીઝનો વધુ એક સ્માર્ટફોન લોન્ચ વિશે જાહેરાત કરી દેવામાં આવી છે.

વિવો Y25 એન્ટી લેવલ સ્માર્ટફોન 7400 રૂપિયામાં લોન્ચ

આ લેટેસ્ટ સ્માર્ટફોન વાય25 નામથી ઓળખવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત RM 499 (લગભગ 7400 રૂપિયા) રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન વાઈટ અને ગ્રે કલર વેરિયંટમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન ગ્લોબલ લોન્ચ વિશે હાલમાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.

હવે જો આ ડિવાઈઝ વિશે વાત કરવામાં આવે તો વિવો વાય25 સ્માર્ટફોનમાં 4.5 ઇંચ 854*480 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 1.3GHz કવાડકોર પ્રોસેસર, 1 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો.

લેઇકો લે પ્રો 3 એલિટ, 4 જીબી રેમ, 16 એમપી કેમેરા, કિંમત 16,427

હવે જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે અને 2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં એડિશનલ કેમેરા ફીચર એચડીઆર, વોઇસ કેપ્ચર, પાલ્મ કેપ્ચર જેવા ફીચર આપવામાં આવ્યા છે.

હવે જો બેટરી વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 1900mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. જો કનેક્ટિવિટી ઓપશન વિશે વાત કરવામાં આવે તો તેમાં 4G LTE, વાઇફાઇ, બ્લ્યુટૂથ, જીપીએસ, અને માઈક્રોયુએસબી પોર્ટ આપવામાં આવ્યું છે. ખરાબ વાત છે કે આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મેન્યુફેક્ચર આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓફર કરી શકતા હતા.

આખરે એટલું ચોક્કસ કહી શકાય કે ઓછી કિંમતમાં આ સ્માર્ટફોન સારા એવા ફીચર આપી રહ્યું છે.

Read more about:
English summary
Vivo Y25 affordable smartphone with 4G support launched.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot