લેઇકો લે પ્રો 3 એલિટ, 4 જીબી રેમ, 16 એમપી કેમેરા, કિંમત 16,427

By: anuj prajapati

ઘણી ચાઈનીઝ કંપની ખુબ જ વધારે પ્રમાણમાં તેમના લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. જયારે બીજી બાજુ લેઇકો ઘણા સમય પછી તેમનો સ્માર્ટફોન લઈને આવી રહી છે. કંપની ઘ્વારા હાલમાં જ લેટેસ્ટ લેઇકો લે પ્રો 3 એલિટ એડિશન સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.

લેઇકો લે પ્રો 3 એલિટ, 4 જીબી રેમ, 16 એમપી કેમેરા, કિંમત 16,427

લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ હંમેશા એક્સસાઈટિંગ હોય છે. એક નજર ચોક્કસ કરો કે આ નવો સ્માર્ટફોન તમને કયા કયા ફીચર આપી રહ્યો છે.

લેઇકો લે પ્રો 3 એલિટ
એડિશન સ્માર્ટફોનમાં 5.5 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે 2.5ડી કર્વ ગ્લાસ સાથે આપવામાં આવી છે. તેની સાથે આ સ્માર્ટફોનમાં મેટલ યુનિબૉડિ ડિઝાઇન આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 820 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે તેમાં 4 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા તમે વધારી પણ શકો છો.

કેટલાક યાદગાર નોકિયા ફોન, જેને તમે હજુ પણ ભારતમાં ખરીદી શકો છો

હવે સ્માર્ટફોનમાં જેમાં તમને સૌથી વધુ રસ છે તેવા ફીચર, કેમેરા વિશે વાત કરવામાં આવે તો લેઇકો લે પ્રો 3 એલિટ એડિશન સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલ રિયર કેમેરા અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

હવે જો આ સ્માર્ટફોન સોફ્ટવેર વિશે વાત કરવામાં આવે તો તેમાં એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 4070mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ આ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ કવિક ચાર્જ 3.0 ટેક્નોલોજી સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.

હવે જો આ સ્માર્ટફોન ક્યારે આવશે અને તેની કિંમત કેટલી રાખવામાં આવી છે, તેના વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની કિંમત CNY 1699 (લગભગ 16,427 રૂપિયા) રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં હાલમાં જ ખાલી ચાઈનામાં જ લોન્ચ કરવામાં આવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
LeEco Le Pro 3 Elite Edition launched at Rs. 16,427.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot