વિવો વી5 પ્લસ ડ્યુઅલ સેલ્ફી કેમેરો 23 જાન્યુઆરીએ થશે લોન્ચ.

By: anuj prajapati

વિવો સ્માર્ટફોન કંપની ખુબ જ જલ્દી પોતાનો નવો સ્માર્ટફોન વિવો વી5 પ્લસ લોન્ચ કરવા જઈ રહી છે. કંપની ઘ્વારા આ સ્માર્ટફોન લોન્ચ માટે ઇન્વાઇટ પણ મોકલવામાં આવી રહ્યું છે. આ લોન્ચ ઇવેન્ટ 23 જાન્યુઆરીમાં કરવામાં આવશે કંપનીના આ ઇવેન્ટમાં સાફ સાફ લખવામાં આવ્યું છે કે વી5 પ્લસ જલ્દી આવી રહ્યો છે.

વિવો વી5 પ્લસ ડ્યુઅલ સેલ્ફી કેમેરો 23 જાન્યુઆરીએ થશે લોન્ચ.

વિવો સ્માર્ટફોન કંપની ઘ્વારા વિવો વી5 ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં આવી રહેલો વિવો વી5 પ્લસ સ્માર્ટફોન તેનું જ અપડેટ વર્ઝન છે. વિવો સ્માર્ટફોનની વી5 સિરીઝ મુખ્યરૂપે ફ્રન્ટ કેમેરા પર ફોકસ છે. નવો વિવો વી5 પ્લસ સ્માર્ટફોન ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સાથે આવશે.

સીજીએસ 2017: 5જી લોકોને આકર્ષિત કરવામાં સફળ રહ્યું.

કંપની ઘ્વારા મોકલવામાં આવેલા ઇન્વાઇટમાં જણાવવામાં આવ્યું છે કે સૌથી મોટો સેલ્ફી કેમેરા રિવોલ્યુશન લાવશે. હજુ સુધી જાણવામાં નથી આવ્યું કે તેના ઘ્વારા કંપની ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સેટઅપ ટેકનોલોજી કે પછી બિહાઇન્ડ કેમેરા ટેક્નોલોજી વિશે જણાવી રહી છે.

વર્ષ 2016 નવેમ્બરમાં કંપની ઘ્વારા વિવો વી5 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો. તેમાં 5.5 ઈંચ એચડી ડિસ્પ્લે, જેમાં 1.5GHz ઓક્ટાકોર મીડિયાટેક એમટી 6750 અને 4જી રેમ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 32 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ જેને તમે 128 જીબી સુધી પણ વધારી શકો છો. તેમાં 3000mAH બેટરી આપવામાં આવી છે.

વિવો વી5 સ્માર્ટફોનની કિંમત 17,908 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે, જે ખુબ જ શાનદાર સેલ્ફી લે છે. જયારે સ્માર્ટફોનનો રિયર કેમેરો 13 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. જે એલઇડી ફ્લેશ સાથે આવ્યો છે.

Source

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Vivo V5 Plus India launch set for January 23.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot