જાણો શુ છે રેન્સમવેર?

Posted By: anuj prajapati

તમારે એક સુંદર દીકરી છે, જે રોજ સ્કૂલ જાય છે. પરંતુ માની લો કે સ્કૂલથી ઘરે આવતી વખતે રસ્તામાં જ તેનું અપહરણ કરી લેવામાં આવે. ત્યારપછી જેમને અપહરણ કર્યું છે તેમના ઘ્વારા તમારી દીકરીને પાછી આપવાના બદલમાં રેન્સમ માંગવામાં આવે.

જાણો શુ છે રેન્સમવેર?

રેન્સમવેર ઉપર જણાવેલી કહાની કરતા વધારે અલગ નથી. તમારી દીકરીને બદલે અહીં તમારા પીસીને ધ્યાનમાં લો અને અપહરણકર્તા ને બદલે સાયબર ક્રિમિનલને ધ્યાનમાં રાખો. હવે તમને રેન્સમવેર વિશે થોડો ઘણી આઈડિયા આવી ગયો હશે.

આ એલજી સ્માર્ટફોન, વર્ષ 2017 માં લોન્ચ થઇ શકે છે.

હવે અમે અહીં તમને રેન્સમવેર ટેક્નિકલ પાર્ટ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે. જે તમને ખુબ જ ઉપયોગી અને મદદરૂપ સાબિત થશે.

રેન્સમવેર નો મતલબ

રેન્સમવેર નો મતલબ

રેન્સમવેર એક રીતનો માલવેર છે. જે તમારા પીસી અથવા તો મેક પર હુમલો કરે છે અને તેને પુરેપૂરું અથવા તો થોડું લોક કરી નાખે છે. જ્યાં સુધી તમે અમુક પૈસા ના ભરી દો. આ રેન્સમ તમારે બીટકોઈન રૂપમાં ભરવા પડે છે.

રેન્સમવેર શુ કરી શકે છે?

રેન્સમવેર શુ કરી શકે છે?

રેન્સમવેર ઘણા અલગ અલગ પ્રકાર હોય છે. પરંતુ દરેકનું કામ તો એક જ છે. આ રેન્સમવેર તમારા કોમ્પ્યુટરમાં દાખલ થાય છે અને કેટલીક ફાઈલને ઍક્સેસ કરતા તમને રોકી નાખે છે.

હવે તમે વિચારતા હશે કે આવું કઈ રીતે બની શકે? ખરેખરમાં રેન્સમવેર તમારા પીસીમાં એક સામાન્ય ફાઈલ તરીકે જ દાખલ થાય છે. જેવો આ માલવેર તમારા પીસીમાં દાખલ થાય તેની સાથે જ તે બધી જ ફાઈલ એન્ક્રીપટ કરવાનું શરૂ કરી દેશે.

અટેક કરનાર યુઝરને એન્ક્રીપટ કી ત્યારે જ આપે છે. જ્યારે વિક્ટિમ તેને પૈસા ચૂકવી આપે. પરંતુ પૈસા ચૂકવી દીધા પછી પણ અટેક કરનાર એન્ક્રીપટ કી આપશે જ તેની કોઈ જ ખાતરી નથી.

જો તમે પૈસા ના ચૂકવો તો શુ થાય?

જો તમે પૈસા ના ચૂકવો તો શુ થાય?

અટેક કરનાર તમે પૈસા ચૂકવવા માટે થોડો સમય આપે છે. જો તમે પૈસા ના ચૂકવો તો તમને ક્યાં તો થોડો વધારે સમય, વધારે પૈસા ચૂકવવા સાથે અથવા તો તે તમારી બધી જ ફાઈલો ડીલીટ કરી નાખે છે.

રેન્સમવેર એન્ટ્રી પોઇન્ટ

રેન્સમવેર એન્ટ્રી પોઇન્ટ

તમને જાણી ને ખુબ જ ખરાબ લાગશે કે તેનો કોઈ જ નક્કી એન્ટ્રી પોઇન્ટ નથી. આ માલવેર ગમે ત્યાંથી તમારા પીસીમાં દાખલ થઇ શકે છે. જેવા કે કોઈ અજાણી વેબસાઈટ, ઈમેલ, એડ્વર્ટાઇઝ જેવા માધ્યમથી તે દાખલ થઇ શકે છે.

રેન્સમવેર ફેમેલી

રેન્સમવેર ફેમેલી

આગળ જણાવ્યું તે મુજબ રેન્સમવેર ઘણા પ્રકારના હોય છે, જેવા કે ક્રિપ્ટોલોકર, ક્રિપ્ટોવોલ, લોકી, સમાસ જેવા ઘણા નામ છે. પરંતુ અહીં કેટલાક કોમન રેન્સમવેર વિશે વાત કરીશુ.

1. ક્રિપ્ટોલોકર

ક્રિપ્ટોલોકર રેન્સમવેર સૌથી પહેલા 5 સપ્ટેમ્બરે બહાર આવ્યો. આ રેન્સમવેર માઇક્રોસોફ્ટ વિન્ડોને ઈનફેક્ટ કરવાની ઉદેશ સાથે આવ્યો હતો.

2. લોકી

લોકી માલવેરને હાલમાં જ જોવામાં આવ્યો. આ માલવાર ફેબ્રુઆરી 2016 માં જ આવ્યો હતો. આ માલવેર ઈમેલ અટેચ ઘ્વારા આવ્યો હતો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Here are the fundamentals of ransomware and what you should do to protect yourselves.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot