આ એલજી સ્માર્ટફોન, વર્ષ 2017 માં લોન્ચ થઇ શકે છે.

By: anuj prajapati

વર્ષ 2016 એલજી માટે થોડું મુશ્કિલ રહ્યું. એલજી જી5 જે કંપનીનો ખુબ જ આશા ધરાવતો સ્માર્ટફોન માનવામાં આવતો હતો, તે ખુબ જ ખરાબ રીતે પીટાઈ ગયો. જયારે બીજો સ્માર્ટફોન એલજી વી20 ફીચર અને લૂકની બાબતમાં ખુબ જ સારો સ્માર્ટફોન છે. તેમ છતાં પણ તે લોકોને આકર્ષિત કરી શક્યો નહીં.

આ એલજી સ્માર્ટફોન, વર્ષ 2017 માં લોન્ચ થઇ શકે છે.

વર્ષ 2016 માં એલજી સ્માર્ટફોન ભલે નિષ્ફળ રહ્યા. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2017 માં તેમના નવા સ્માર્ટફોન ચોક્કસ ફરી એકવાર તેમને માર્કેટમાં લઇ આવશે.

ફેસબુક ના 5 એવા ફીચર્સ કે જે દરેક ઇન્ડિયન ઈચ્છે છે કે હોઈ! શું તમે પણ માનો છો ?

અહીં અમે કેટલીક ડિવાઈઝ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જે એલજી વર્ષ 2017 માં લોન્ચ કરશે.

એલજી જી6

એલજી જી6

હાલમાં એલજી ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો સ્માર્ટફોન એલજી જી5 ભલે સફળ ના રહયો. પરંતુ એલજી જી6 આ વર્ષે લોન્ચ થઇ શકે છે. મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં 5.3 ઇંચ ડિસ્પ્લે અને તેમાં એલઇડી ડિસ્પ્લેને બદલે ઓએલઈડી ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવશે.

વાત જયારે ઇન્ટરનલની આવે છે ત્યારે હજુ સુધી તેના વિશે કોઈ જ માહિતી આપવામાં આવી નથી. હાલમાં બધા જ લેટેસ્ટ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ લેટેસ્ટ સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો એલજી જી6 પણ તેમાંથી બાકાત તો નહીં જ રહે. આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરી આવી શકે છે.

જ્યાં સુધી કેમેરાની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં ચોક્કસ વધારે મેગાપિક્સલ કેમેરો વાપરવામાં આવશે. મળતી માહિતી મુજબ તેમાં આઈરીશ સ્કેનર મોડ્યુલ પણ વાપરવામાં આવશે.

એલજી વી30

એલજી વી30

એલજી વી30 સ્માર્ટફોનમાં આપને ઘણા ફેરફાર જોવા મળશે, જયારે તે આ વર્ષે લોન્ચ થશે. આ સ્માર્ટફોનમાં સૌથી મોટો ફેરફાર તેમાં સેકન્ડરી સ્ક્રીન આપવામાં નથી આવી તે છે અને જે સ્માર્ટફોનને અલગ અને યુનિક બનાવે છે.

એલજી K સિરીઝ સ્માર્ટફોન સ્ટાઈલર્સ 3 સાથે

એલજી K સિરીઝ સ્માર્ટફોન સ્ટાઈલર્સ 3 સાથે

સાઉથ કોરિયાની ટેક જાયન્ટ કંપની એલજી ઘ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ કે સિરીઝ માટે 5 સ્માર્ટફોન એલજી કે10, કે8, કે4, એલજી કે3 લોન્ચ કરશે. તેમને જણાવ્યું કે લાસ વેગાસ સીઈએસ ઇવેન્ટમાં તેઓ સ્ટાઈલર્સ 3 સ્માર્ટફોન પણ લોન્ચ કરશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Here are a few upcoming smartphones from LG that are rumored to launch in 2017.
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot