ઉબેર હાયર: હવે જરૂરિયાત મુજબ 12 કલાક સુધી કેબ બુક કરી શકો છો.

By: anuj prajapati

બેર ઘ્વારા ભારતમાં ઉબેર હાયર લોન્ચ કરવામાં આવ્યું છે. જેના ઘ્વારા તેઓ ભારતીય યુઝરને વધુ સારો અનુભવ કરાવી શકે. ટાઈમ બેઝ સર્વિસ ઓન ડિમાન્ડ અવેલેબલ થઇ શકશે. જેમાં યુઝર કેબ 12 કલાક સુધી બુક કરી શકશે. જેમાં તેઓ એક લાંબી ટ્રીપ અને મલ્ટિપલ સ્ટોપ પણ કરી શકશે.

ઉબેર હાયર: હવે જરૂરિયાત મુજબ 12 કલાક સુધી કેબ બુક કરી શકો છો.

આ સર્વિસ 9 સીટીમાં લાઈવ થઇ ચુકી છે. જેમાં દિલ્હી, બેંગ્લોર, ,મુંબઈ, ચેન્નાઇ, પુણે, અમદાવાદ, વિઝાગ અને નાગપુર જેવી સીટી નો સમાવેશ થાય છે.


ઉબેર હાયર વિશે જાણવા જેવી બધી જ વાતો

  • કઈ રીતે ઉબેર હાયર બુક કરવી 
  • તમારા સ્માર્ટફોનમાં ઉબેર એપ ઓપન કરો અને ઉબેર હાયર તરફ સ્લાઈડ કરો.
  • સિમ્પલ તમારું પીક અપ લોકેશન નાખો અને ઉબેર હાયર માટે રિકવેસ્ટ કરો.
  • તમને તમારી રાઈડ ડીટેલ અને ડ્રાઈવર વિશે પણ માહિતી મળી જશે.
  • ટોટલ કિંમત તમને તમારી ટ્રીપ પુરી થયા પછી મળી જશે. આ કિંમત તમારી ટ્રીપના ડિસ્ટન્સ મુજબ હશે.

2 મિલિયન હોમ બ્રોડબેન્ડ યુઝર, એરટેલે વહેંચ્યા લોકોને ફ્રી ડેટા

ઉબેર હાયર કેટલો ચાર્જ કરે છે?

ઉબેર હાયર બેઝ ફેર અને મિનિમમ ફેર 2 કલાક અથવા તો 30 કિલોમીટર માટે લગભગ 449 થી 649 રૂપિયા જેટલો હોય છે. તમને 2 રૂપિયા પર મિનિટ અને 12 રૂપિયા પર કિલોમીટર જેટલા પૈસા ચૂકવવા પડે છે.

અહીં કોઈ પણ ડાયનેમિક ચાર્જ નથી. દરેક સીટી માં કિંમત અને કેન્સલ કિંમત અલગ અલગ હોય છે.

ઉબેર હાયર: હવે જરૂરિયાત મુજબ 12 કલાક સુધી કેબ બુક કરી શકો છો.

લિમિટેશન અને કમ્પીટેશન

ઉબેર હાયર એવા લોકો માટે ખુબ જ ઉપયોગી છે, જેઓ સીટી એક્સપ્લોર કરવા નીકળ્યા હોય અથવા તો તેમને મલ્ટીપલ સ્ટોપ માટે રોકાવવાનું હોય. ઉબેર હાયર ઉપયોગી છે. તેની સાથે તેની કેટલીક લિમિટેશન પણ છે. તમે કેબ 12 વધુમાં વધુ 12 કલાક સુધી જ બુક કરી શકો છો. અને આ સર્વિસ ખાલી 9 સીટી પૂરતી જ માર્યાદિત છે.

આ સર્વિસનો ઉપયોગ તમે તમારી સીટી પૂરતો જ કરી શકો છો. બીજા સ્ટેટ કે સીટીમાં જઈ શકતા નથી અને તમારે પેમેન્ટ કેશમાં જ કરવું પડે છે.

જયારે બીજી બાજુ ઓલા કેબ તમને આઉટ સ્ટેશન સર્વિસ પણ આપે છે. એટલું જ નહીં પરંતુ ઓલા તમને રેન્ટલ સર્વિસ પણ આપે છે. જેમાં તમે ઓલા મીની, પ્રાઈમ, એસયુવી જેવી ગાડી બુક કરી શકો છો. જેની શરૂઆતી કિંમત 2 કલાક માટે 449 રૂપિયા રાખવામાં આવી છે. આ સર્વિસ દેશમાં લગભગ 80 કરતા પણ વધારે સીટી માટે ઉપલબ્ધ છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Ride booking service Uber has introduced UberHire, a time based on-demand service in 9 cities across India to let users book an Uber ride for up to 12 hours

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot