2 મિલિયન હોમ બ્રોડબેન્ડ યુઝર, એરટેલે વહેંચ્યા લોકોને ફ્રી ડેટા

હાલમાં એરટેલ ઘ્વારા તેમના બ્રોડબેન્ડ યુઝરને ફ્રી ઈન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યા છે.

By Anuj Prajapati
|

હાલમાં એરટેલ ઘ્વારા તેમના બ્રોડબેન્ડ યુઝરને ફ્રી ઈન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યા છે. ઘણા લોકો આ ફ્રી ડેટા મેળવીને ખુશ છે અને જેમને ખબર નથી તેઓ થોડી મુંજવણ પણ અનુભવી રહ્યા છે.

2 મિલિયન હોમ બ્રોડબેન્ડ યુઝર, એરટેલે વહેંચ્યા લોકોને ફ્રી ડેટા

એરટેલ ઘ્વારા હોમ બ્રોડબેન્ડ યુઝર માટે એરટેલ સરપ્રાઈઝ આપવામાં આવી રહ્યું છે. જેમાં તેઓ તમને કોઈ પણ પ્રકારના પ્લાનને અપડેટ કર્યા વિના વધારાના ડેટા આપી રહ્યા છે. એરટેલ ઘ્વારા ફ્રી ડેટા આપવામાં માટેનું કારણ છે કે તેઓ 2 મિલિયન હોમ બ્રોડબેન્ડ યુઝરનો આંકડો પાર કરી ચુક્યા છે. એટલા માટે તેની ખુશી વ્યક્ત કરવામાં માટે તેઓ ફ્રી ડેટા યુઝરને આપી રહ્યા છે.

એરટેલ સરપ્રાઈઝ હેઠળ આપવામાં આવી રહેલા ફ્રી ડેટા યુઝર પૈસા ખર્ચ કર્યા વિના તેમનો ડિજિટલ અનુભવ વધારી શકે છે. એરટેલ સરપ્રાઈઝ ઓફરનો લાભ લેવા માટે યુઝરે એરટેલ ઓફિશ્યિલ વેબસાઈટ પર લોગ ઈન કરીને સરપ્રાઈઝ અનલોક કરવું પડશે.

સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 અફવાહ મુજબ એસ પેન સાથે આવી શકે છે.

આ ઓફર હેઠળ એરટેલ હોમ બ્રોડબેન્ડ યુઝર તેમના હાલના પ્લાનમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચો આપ્યા વિના ફ્રી ડેટા મેળવી શકશે. તમે એરટેલ ફિલ્મોનો ફ્રી ઍક્સેસ મેળવી શકો છો. જેમાં તમે 10,000 કરતા પણ વધારે હોલિવુડ અને બોલિવૂડ ફિલ્મોની મજા માણી શકો છો.

એરટેલ તેમના યુઝર માટે નવી નવી ટેક્નોલોજી અને ઓફર લઈને આવી રહ્યું છે. એરટેલ ઘ્વારા ખુબ જ જલ્દી વી-ફાયબર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. વી-ફાયબર ઘ્વારા યુઝર લગભગ 100Mbps જેટલી સ્પીડ મેળવી શકશે. હાલમાં વી-ફાયબર કેટલીક સીટીમાં લોન્ચ થઇ ચૂક્યું છે.

એરટેલ તેમના યુઝરને સારો અનુભવ આપવા માટે અને તેમના નેટવર્ક સાથે જોડાઈ રહે તેના માટે એરટેલ ઘ્વારા હોમ બ્રોડબેન્ડ પ્લાનમાં અનલિમિટેડ એસટીડી અને લોકલ કોલ માટેની સુવિધા માટેની જાહેરાત કરવામાં આવી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Airtel Surprises offers free data for users in order to celebrate the milestone of reaching two million home broadband users.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X