ટ્વિટર લાઈટ ભારતમાં થયું લોન્ચ

Posted By: anuj prajapati

જયારે ફેસબૂક લાઈટ અને યુટ્યુબ ગો આવી ચૂક્યું છે, તો ટ્વિટર પણ પાછળ રહે તેમ નથી. ટ્વિટર ઘ્વારા પણ ટ્વિટર લાઈટ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ નવી એપ ધીમા ઈન્ટરનેટ કનેક્શનમાં પણ ખુબ જ સારું પરફોર્મન્સ આપશે. જો તમારું ડેટા કનેક્શન કોઈ કારણસર સ્વીચ ઓફ પણ થઇ ગયું હોય તો પણ યુઝર તેની ટવિટ ઍક્સેસ કરી શકે છે.

ટ્વિટર લાઈટ ભારતમાં થયું લોન્ચ

ટ્વિટર લાઈટ એક નવો મોબાઈલ વેબ અનુભવ છે. જે સ્માર્ટફોન અને ટેબ્લેટમાં ખુબ જ સરળતાથી ઉપલબ્ધ છે. તેની સ્પીડ 30 ટકા વધુ ઝડપી જેવા મળી હતી અને ડેટા યુઝ 70 ટકા ઓછો કરી નાખ્યો છે. ટ્વિટર ઇન્ડિયા સ્પોક પર્શન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મોબાઈલ ડિવાઈઝમાં 1 એમબી કરતા પણ ઓછો ડેટા ઉપયોગ કરે છે.

ટ્વિટર લાઈટ 42 ભાષા સપોર્ટ કરે છે જેમાં 6 ભારતીય ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ તેમાં ઓફલાઈન સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. ટ્વિટર લાઈટ ડેટા સર્વર મોડ પણ યુઝર માટે ઓફર કરી રહ્યું છે.

ટ્વિટર ઘ્વારા એગ ડિફોલ્ટ પિક્ચર હટાવવામાં આવ્યું.

ટ્વિટર ઘ્વારા વોડાફોન સાથે પાર્ટનર કરવામાં આવ્યું છે. તેઓ આઇપીએલ સીઝન દરમિયાન વધુ યુઝર સુધી પહોંચવામાં માંગે છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે વોડાફોન યુઝર એસએમએસ એલર્ટ મેળવશે.

આજે ઘણી મોટી કંપનીઓ મોબાઈલ એપ અને વેબ સર્વિસ પર ફોકસ કરી રહી છે, જેમાં ઓછા ઈન્ટરનેટ કનેક્શનમાં પણ ખુબ સારું પરફોર્મન્સ આપી શકે. ફેસબૂક લાઈટ ભારતમાં ખુબ જ સારી રીતે ચાલી રહ્યું છે. જયારે ગૂગલ ઘ્વારા પણ હાલમાં યુટ્યુબ ગો લોન્ચ કરવામાં આવ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Twitter has just launched its new web app Twitter Lite that functions well even with slow internet connection.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot