ટ્વિટર ઘ્વારા જયારર્થી તેને વર્ષ 2010 દરમિયાન શરુ કરવામાં આવ્યું છે, તેમાં એગ ડિફોલ્ટ પિક્ચર બતાવવામાં આવતું હતું. પરંતુ હવે કંપની ઘ્વારા તે ડિફોલ્ટ પિક્ચરને હટાવી દેવામાં આવ્યું છે. કંપની ઘ્વારા બ્લોગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે હવે હ્યુમન પિક્ચર બતાવવામાં આવશે.

ટ્વિટર ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે તેમને નવા પ્રોફાઈલ પિક્ચર માટે કેટલાક સ્પેસિફિક સેટ કવોલિટી જેવી કે ગેનેરિક, યુનિવસલ, સિરિયસ, અનબ્રાન્ડ હોવા જરૂરી હતા. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડિફોલ્ટ પિક્ચર બધા માટે જ હોય શકે. તેમને જેન્ડર બેલેન્સ માટે વધારે ફોકસ પણ આપ્યું હતું.
ફોટો બદલવા માટેનું બીજું પણ એક મોટું કારણ હતું કે એગ ડિફોલ્ટ પિક્ચર ટ્વિટર ટ્રોલ સાથે જોડાઈ ગયો હતો. જે લોકો નવું ટ્વિટર એકાઉન્ટ બનાવતા હતા તેમના ડિફોલ્ટ એગ ફોટોની મજાક પણ બનતી હતી. સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ઘ્વારા લેવામાં આવેલું આ પગલું ખુબ જ આવકારવા લાયક છે.
જિયો પ્રાઈમ અને નોન પ્રાઈમ, તમે સબ્સ્ક્રાઇબ કર્યું કે નહીં?
કંપની ઘ્વારા હાલમાં એક અપડેટ પણ આપવામાં આવી છે. જેમાં તેઓ તેમનું એગ એકાઉન્ટ મ્યુટ કરી શકે છે.
ટ્વિટર ઘ્વારા એગ ડિફોલ્ટ પિક્ચર હટાવી દેવામાં આવ્યું છે. પરંતુ તેનાથી ટ્રોલ પ્રોબ્લેમ ફિક્સ થયો નથી. અબ્યુઝ કરનાર લોકો નવા ડિફોલ્ટ પિક્ચર પાછળ પણ સંતાઈને બેઠા છે. તેમ છતાં પણ ટ્વિટર એવી આશા રાખી રહ્યું છે કે યુઝર ડિફોલ્ટ ફોટો પ્રિફરના કરે અને તેમનો પોતાનો કોઈ ફોટો લગાવે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
Gizbot - Get breaking news alerts. Subscribe to Gujarati Gizbot.