ડિસેમ્બર 2016 માટે આ ટોપ 10 એન્ડ્રોઇડ એપ

એન્ડ્રોઇડ એપ એટલી બધી લોન્ચ થઇ રહી છે કે તેમના પર નજર રાખવી પણ ખુબ જ મુશ્કિલ છે.

By Anuj Prajapati
|

મોબાઈલ એપ ડેવલોપર એપ જાણે ડેલી લોન્ચ કરી રહ્યા હોય તેવું લાગે છે. ખરેખર માં એન્ડ્રોઇડ એપ એટલી બધી લોન્ચ થઇ રહી છે કે તેમના પર નજર રાખવી પણ ખુબ જ મુશ્કિલ છે.

ડિસેમ્બર 2016 માટે આ ટોપ 10 એન્ડ્રોઇડ એપ

બીજી બાજુ આ એપ રિલીઝ કરવા માટે ડેવલોપરે આપણા સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે એપનો અનુભવ પણ સારો એવો બનાવવો પડે છે. જો તમે પ્લેસ્ટોર વિઝિટ કરશો તો તમને ખુબ જ વધારે એપનું કલેક્શન જોવા મળશે, જે તમને ઘણીવાર મુંજવણમાં નાખી દે છે.

હૅપ્ટિક 5.0 ભારતમાં લોન્ચ: સ્માર્ટવોલેટ, જિનિયસ મોડ, બીજું ઘણું....

કઈ એપ ખુબ જ રસપ્રદ અને કામની છે તે એપ વાપર્યા વિના નક્કી કરવું ખુબ જ મુશ્કિલ છે. એપમાં તમને માહિતી તો ચોક્કસ મળી જશે. પરંતુ જ્યાં સુધી તમે તેનો ઉપયોગ નહિ કરો ત્યાં સુધી તમે તેના વિશે બરાબર જાણી નહીં શકો.

શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવ્યો વી આર પ્લે હેન્ડસેટ, કિંમત 999 રૂપિયા

ડિસેમ્બર 2016 માટેની ટોપ 10 એન્ડ્રોઇડ એપ વિશે અહીં જાણો...

ફિંગરપ્રિન્ટ ગેસ્ચર

ફિંગરપ્રિન્ટ ગેસ્ચર

આ એક ફન કસ્ટમાઇઝ એપ છે. આ એપ ઘ્વારા યુઝર ફિંગરપ્રિન્ટ સેન્સર ટ્રેકપેડ તરીકે ઉપયોગ કરી શકે છે. યુઝર અલગ અલગ ટાસ્ક માટે અલગ ટેપ પેટર્ન પસંદ કરી શકે છે.

ઉદાહરણ તરીકે યુઝર તેના નોટિફિકેશન ચેક કરવા ફિંગરપ્રિન્ટ સ્વાઇપ ડાઉન કરી શકે છે. આ એપ ફ્રી છે અને તેનો ઉપયોગ તમે કરી શકો છો. આ એપ માટે તમારે તમારી ડિવાઈઝ એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો હોવું જરૂરી છે.

Download

માઇક્રોસોફ્ટ સેલ્ફી

માઇક્રોસોફ્ટ સેલ્ફી

જો તમે સેલ્ફી લવર હોવ તો માઇક્રોસોફ્ટ સેલ્ફી તમને સારી સેલ્ફી લેવામાં મદદ કરી શકે છે. તેના ઘ્વારા તમે સેકંડોમાં નેચરલ લૂકિંગ સેલ્ફી લઇ શકો છો. તો સેલ્ફી લો અને જેને મોકલવી હોય તેને મોકલી આપો.

આ એપમાં તમને બીજા ફીચર જેવા કે એડિટિંગ ટૂલ પણ આપવામાં આવ્યું છે, જે તમને સ્લાઈડ મુવ કરવામાં મદદ કરે છે.

Download

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ગૂગલ ફોટોસ્કેન

ગૂગલ ફોટોસ્કેન

ગૂગલ ફોટોસ્કેન એક બીજી કેમેરા એપ છે. જે તમને તમારા જુના પ્રિન્ટેડ ફોટો સ્કેન અને સેવ કરવામાં મદદ કરે છે. આ એપ તમને તમારા જુના પ્રિન્ટેડ ફોટો તમારી ડિવાઈઝમાં સ્કેન અને સેવ કરવામાં મદદ કરે છે.

Download

ઝયુસ

ઝયુસ

Zeus Music Strobe Light ખુબ જ રસપ્રદ મોબાઈલ એપ છે. જે તમારો સ્માર્ટફોન તેના મ્યુઝિક અનુસાર ફ્લેશલાઈટમાં બદલી નાખે છે. ઝયુસ એપમાં મ્યુઝિક માટે 3 મોડ રાખવામાં આવ્યા છે. કલેપ મોડ, મ્યુઝિક મોડ અને બીટ મોડ.

યુઝર તેના દરેક મોડ સેટિંગ ઘ્વારા ફ્લેશલાઈટ ડિલે, ડેસિબલ થેશહોલ્ડ અને સેન્સિટિવિટી ચેન્જ કરીને કંટ્રોલ કરી શકે છે.

Download

પેરેલલ સ્પેસ

પેરેલલ સ્પેસ

આ એપ ઘ્વારા તમે ક્લોન બનાવીને એક જ એપમાં એક કરતા વધારે એકાઉન્ટ ચલાવી શકો છો. આ એપ એન્ડ્રોઇડમાં ટોપ રેન્કનું ટૂલ બની ચૂક્યું છે અને મિલિયન કરતા પણ વધારે યુઝરને તેમના મલ્ટિપલ એકાઉન્ટ હેન્ડલ કરવામાં મદદ કરે છે.

આ એપ ઘ્વારા યુઝર ઇંકૉંગણીતો ફીચર ઇન્સ્ટોલ કરીને પ્રાયવસી પણ સાચવી શકે છે.

Download

સ્નેપટયુબ

સ્નેપટયુબ

જો તમે સારી કવોલિટીનો વીડિયો ડાઉનલોડ કરવાનું વિચારી રહ્યા છો. તો સ્નેપટયુબ જે યુટ્યુબ ડાઉનલોડર એપ છે. જે તમને યુટ્યુબમાંથી વીડિયો ડાઉનલોડ કરવામાં મદદ કરશે.

આ એપમાં ખુબ જ વધારે સર્ચ ઓપશન છે. જેમાં કેટાલોગ અને 11 સબકેટેગરી, પોપ્યુલર વીડિયો સેક્શન, મોસ્ટ વ્યૂડ વીડિયો સેક્શન અને બીજું ડેલી રિકમેન્ડેશન સેક્શન પણ આવેલું છે.

આ એપ ઘ્વારા તમે વીડિયો સાથે સાથે ઓડિયો પણ ડાઉનલોડ કરી શકો છો. એટલે કે તમારે ખાલી ઓડિયો સોન્ગ ડાઉનલોડ કરવું હોય તો તે તમે કરી શકો છો. હાલનું અપડેટ ઘ્વારા તમે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ વીડિયો પણ ડાઉનલોડ કરી શકો છો.

Download

અડોબ ફોટોશોપ ફિક્સ

અડોબ ફોટોશોપ ફિક્સ

આ એક ઇમેજ રિટચિંગ અને રીસ્ટોર એપ છે. આપણે બધા જ જાણીએ છે એક ફોટોશોપ એક પાવરફુલ એડિટિંગ ટૂલ છે. અડોબ ફોટોશોપ ફિક્સ તે પાવરફુલ ટૂલનું મોબાઈલ વર્ઝન છે. યુઝર આ એપ ઘ્વારા ઇમેજ એડિટ અને એડજસ્ટ કરીને તેને સુંદર લૂક આપી શકે છે.

Download

ઔડીબલ

ઔડીબલ

ઔડીબલ એક બેસ્ટ એપ છે જે તેમના માટે બનાવવામાં આવી છે જેઓ બુક વાંચવામાં તકલીફ અનુભવતા હોય. આ એપમાં તમે બુકનો ઓડિયો વર્ઝન મળી જશે.

આ એપ ઘ્વારા યુઝર કોઈ પણ સમયને સ્ટોરી ટાઈમ બનાવી શકે છે અને તેની એન્ડ્રોઇડ ડિવાઈઝ પર તેની મનપસંદ બુકની સ્ટોરી સાંભળી શકે છે.

Download

પલ્સ એસએમએસ

પલ્સ એસએમએસ

પલ્સ એક એસએમએસ એપ્લિકેશન છે, જે ક્રોસ પ્લેટફોર્મ સપોર્ટ કરે છે. આ એપને તમે કોમ્પ્યુટર, ટેબ્લેટ અને બીજી ડિવાઈઝમાં પણ ઇન્સ્ટોલ કરી શકો છો. જેના ઘ્વારા યુઝર એસએમએસ બધી જ ડિવાઈઝમાં સિન્ક કરી શકે છે.

આ એપ માટે યુઝરે મલ્ટિપલ ડિવાઈઝ સપોર્ટ માટે મહિને સબસ્કાયબ ના પૈસા ચૂકવવા પડે છે અથવા તો તમે 10.99 ડોલરમાં લાઈફટાઈમ સબસ્કાયબ ખરીદી શકો છો. જેનાથી તમારે ક્યારેય પણ પછી પૈસા આપવા નહીં પડે. આ એપમાં બીજા ઘણા કસ્ટમાઈઝ ઓપશન પણ આપવામાં આવ્યા છે.

Download

ક્રિસ્મસ ફ્રી લાઈવ વોલપેપર એપ

ક્રિસ્મસ ફ્રી લાઈવ વોલપેપર એપ

અત્યારે ક્રિસ્મસ સીઝન છે, તો તમને ઘણી લાઈવ ક્રિસ્મસ એપ પ્લેસ્ટોર પર જોવા મળી જશે. ક્રિસ્મસ ના સુંદર અને એનિમેટેડ વોલપેપર એપ તમારી ક્રિસ્મસ વધારે સુંદર બનાવી દેશે.

Download

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
Here are the top 10 Android apps for December 2016.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X