આવનારો મોટો જી5 સ્માર્ટફોન, અત્યાર સુધીનો અમારો બેસ્ટ લૂક

મોટો જી5 અને મોટો જી5 પ્લસ બંને સ્માર્ટફોન એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન લોન્ચ થવા જઈ રહ્યા છે.

By Anuj Prajapati
|

મોટો જી5 અને મોટો જી5 પ્લસ બંને સ્માર્ટફોન એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન લોન્ચ થવા જઈ રહ્યા છે અને અમારી પાસે અત્યારથી તેની તસ્વીર પણ આવી ચુકી છે.

આવનારો મોટો જી5 સ્માર્ટફોન, અત્યાર સુધીનો અમારો બેસ્ટ લૂક

આ બંને સ્માર્ટફોનને લઈને પહેલા પણ ઘણી માહિતી આવી ચુકી છે. પરંતુ હાલમાં આવેલી લેટેસ્ટ તસ્વીર ઘ્વારા જાણી શકાય છે કે મોટો જી5 સ્માર્ટફોન તેના બેસ્ટ લૂક સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જયારે મોટો જી5 પ્લસ અને લેટેસ્ટ મોટો જી5 સ્માર્ટફોનમાં એકસરખી જ ડિઝાઇન વાપરવામાં આવી છે. 5 ઇંચ ધરાવતો મોટો જી5 સ્માર્ટફોન મોટો જી5 પ્લસ સ્માર્ટફોનની સરખામણીમાં થોડો નાનો આવશે.

લેટેસ્ટ લીક થયેલી માહિતી મુજબ મોટો જી5 સ્માર્ટફોનમાં મેટલ બેક બોડી વાપરવામાં આવશે. મોટો જી5 અને મોટો જી5 પ્લસ બંને સ્માર્ટફોનમાં રિમુવેબલ બેટરી વાપરવામાં આવી છે. હવે સમય જ બતાવશે કે આ વાત સાચી છે કે ખોટી. તેના માટે તમારે વધારે રાહ પણ નહીં જોવી પડે કારણકે આ સ્માર્ટફોન ખુબ જ ઓછા દિવસોમાં લોન્ચ થવા જઈ રહ્યો છે.

વનપ્લસ 5, સ્નેપડ્રેગન 835, એન્ડ્રોઇડ નોગૅટ અને બીજું ઘણું, જાણો અહીં

જો આ સ્માર્ટફોન વિશે પહેલા લીક થયેલી માહિતીથી આપ અજાણ હોવ તો આપને જણાવી દઈએ કે તેમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ વાપરવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનમાં હોમ બટનની નીચે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી શકે છે.

મોટો જી5 સ્માર્ટફોનની કિંમત USD 200 (લગભગ 13,390 રૂપિયા) અને મોટો જી5 પ્લસ વેરિયંટ સ્માર્ટફોનની કિંમત USD 250 (લગભગ 16,737 રૂપિયા) રાખવામાં આવી છે.

Source

Best Mobiles in India

English summary
Here"s another leak revolving around the upcoming Moto G5 that gives us the best look at it yet. Plus, there's a surprise. Keep reading to find out.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X