વનપ્લસ 5, સ્નેપડ્રેગન 835, એન્ડ્રોઇડ નોગૅટ અને બીજું ઘણું, જાણો અહીં

Posted By: anuj prajapati

કોરિયન વેબસાઈટ પર વનપ્લસ 5 સ્માર્ટફોન વિશે કેટલીક લીક માહિતી આવી છે. પહેલા એવી માહિતી આવી હતી કે વનપ્લસનો આવનારો સ્માર્ટફોન વનપ્લસ 4 હશે. પરંતુ નવી મળતી માહિતી મુજબ કંપની વનપ્લસ 4 સ્માર્ટફોન લોન્ચ નહીં કરે. તેને બદલે તેઓ વનપ્લસ 5 સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યા છે.

વનપ્લસ 5, સ્નેપડ્રેગન 835, એન્ડ્રોઇડ નોગૅટ અને બીજું ઘણું, જાણો અહીં

રિપોર્ટ મુજબ વનપ્લસ 5 સ્માર્ટફોન ડ્યુઅલ એજ ડિસ્પ્લે અને ગ્લાસ બોડી સાથે આવશે. હવે વાત એવી છે કે કંપની વનપ્લસ 4 સ્માર્ટફોન લોન્ચ નહીં કરવા માટેનું કારણ અંધશ્રદ્ધા છે. તેઓ નંબર 4 શુભ નથી માનતા.

મળતી માહિતી મુજબ વનપ્લસ 5 સ્માર્ટફોનમાં ગ્લાસ બોડી ફીચર આવશે, જે શ્યોમી મી મેક્સ અને સેમસંગ ગેલેક્ષી એસ7 એજ સ્માર્ટફોનને મળતી આવશે. એટલું જ નહીં પરંતુ વનપ્લસ 5 સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ કેપિસિટી સાથે આવશે.

એમડબ્લ્યુસી 2017: નોકિયા 6,5,3 અને 3310 જાહેર, જાણો પુરી વિગત

હવે જો ફીચર તરફ ધ્યાન આપવામાં આવે તો વનપ્લસ 5 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ લોન્ચ ડેટ મુજબ સેમસંગ ગેલેક્ષી એસ 8 અને વનપ્લસ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 830 ચિપસેટનો ઉપયોગ કરી શકે છે.

સ્ટોરેજ કેપિસિટી મુજબ વનપ્લસ 5 સ્માર્ટફોન 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. આ સ્ટોરેજને તમે વધારી પણ શકો છો. 64 જીબી સ્ટોરેજ વેરિયંટ ધરાવતો વનપ્લસ 5 સ્માર્ટફોન 256 જીબી સ્ટોરેજ ઓપશન સાથે આવી શકે છે.

વનપ્લસ 5 સ્માર્ટફોનમાં આકર્ષિત કરતુ ફીચર તેનું કેમેરા સેટઅપ છે. વનપ્લસ 5 સ્માર્ટફોન 23 મેગાપિક્સલ રિયર કેમેરા, જે ખુબ જ સુંદર ફોટોગ્રાફી અનુભવ કરાવી શકે છે. જયારે તેમાં 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

એટલું જ નહીં પરંતુ વનપ્લસ 5 સ્માર્ટફોનમાં યુએસબી ટાઈપ સી-પોર્ટ, ફાસ્ટ ચાર્જિંગ કેપિસિટી અને 4000mAh બેટરી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કંપની ઘ્વારા આ વિશે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.

English summary
OnePlus 5 spotted online: Key specs revealed

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot