આખરે સામે આવી ગયો સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન ફોટો.

By: anuj prajapati

સેમસંગ લેટેસ્ટ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન વિશે લાંબા સમયથી ઘણી ચર્ચા થઇ રહી હતી. રોજ આ સ્માર્ટફોનની નવી જ રિલીઝ ડેટ સામે આવી જતી હતી. આ સ્માર્ટફોન વિશે લેટેસ્ટ ખબર છે કે તેનો એક ફોટો, ફીચર અને રિલીઝ ડેટ લીક થઇ ચુકી છે.

આખરે સામે આવી ગયો સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન ફોટો.

ઉપર તમે સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનની એક તસ્વીર ઝલક આપવામાં આવી છે. આ કોઈ ઓફિશ્યિલ તસ્વીર નથી. પરંતુ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન લૂકમાં આવો દેખાઈ શકે છે. આ સ્માર્ટફોન મળતી માહિતી મુજબ 29 માર્ચે લોન્ચ થઇ શકે છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનની લીક થયેલી તસ્વીર પર નજર કરવામાં આવે તો ફોનમાં મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં હોમ બટન પણ મિસિંગ છે. સ્માર્ટફોનની પાછળની તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે કેમેરાની બરાબર સાઈઝનું છે.

આખરે સામે આવી ગયો સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન ફોટો.

આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. કેમેરાની નીચે જ કંપની લોગો છે. આ સ્માર્ટફોનમાં 3.5 એમએમ ઓડિયો જેક પણ આપવામાં આવ્યો છે. તેની સાથે સાથે આ સ્માર્ટફોન યુએસબી ટાઈપ સી પોર્ટ સાથે આવી રહ્યો છે.

શ્યોમી મી 6 અને મી 6 પ્રો સ્માર્ટફોનની લોન્ચ ડેટ લંબાવાઈ

સેમસંગ ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોન ડ્યુઓ પિક્સલ સાથે આવશે, જે ગેલેક્ષી એસ7 સ્માર્ટફોનને મળતી આવશે. આ સ્માર્ટફોન ખુબ જ સારી ફોટો કવોલિટી અને લો લાઈટ પરફોર્મન્સ સાથે આવશે.

મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન બે અલગ અલગ વેરિયંટ 5.7 ઇંચ ડિસ્પ્લે અને 6.2 ઇંચ ડિસ્પ્લેમાં લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 835 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને તમે માઈક્રોએસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો.

English summary
This could very well be the upcoming Samsung Galaxy S8.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot