એન્ડ્રોઇડ માટે ની કૂલેસ્ટ VR ગેમ્સ

Posted By: Keval Vachharajani

વર્ચુઅલ રિયાલિટી એ પહલે માત્ર એક સપનું જ લાગતું હતું અને તેને માત્ર સાયન્સ ફિકશન મુવીઝ માં જ બતાવવા માં આવતું હતું. પરંતુ પાછલા 5 વર્ષો માં ટેક્નોલોજી ના ક્ષેત્ર માં ઘણો બધો વિકાસ કરવા માં આવ્યો છે જેના લીધે આજે વર્ચુઅલ રિયાલિટી એ એક હકીકત બની ગયું છે.

એન્ડ્રોઇડ માટે ની કૂલેસ્ટ VR ગેમ્સ

મૂળભૂત રીતે જોઈએ તો વર્ષ 2016 એ એક સફળ વર્ષ રહ્યું કેમ કે તે વર્ષ માં સામાન્ય જનતા સુધી VR વધુ પહોંચ્યું હતું. અને તેટલું જ નહિ પરંતુ ઘણા ઉત્પાદકોએ જુદા જુદા VR બેઝ વાળા ડિવાઇસ બનાવ્યા જેમ કે, ઓકુલસ રિફ્ટ, HTC વાઈવ, પ્લે સ્ટેશન VR અને બીજા ઘણા બધા કે જેના લીધે ટેક્નોલોજી ની શકલ જ બદલાઈ ગઈ.

જયારે બીજી તરફ ગેમિંગ કમ્યુનિટી માં તેલોકો એ VR ને વધુ સારી રીતે જોયું અને આવકાર્યું કેમ કે વધુ ને વધુ ગેમ્સ તે પ્લેટફોર્મ પર જય રહી હતી. અને લોકો એ એક અલગ લેવલ ની ટેક્નોલોજી નો અનુભવ તેના દ્વારા કર્યો અને ગેમિંગ એક જ એવી જગ્યા હતી કે જ્યાં આ ક્ષેત્રે સૌથી વધુ કામ થયું અને અમને વિશ્વાસ છે કે આવનારા વર્ષો માં થતું પણ રહશે.

29 માર્ચે લોન્ચ થશે સેમસંગ નો ચર્ચિત ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોન

વર્ચુઅલ રિયાલિટી ગેમિંગ પણ હવે વધુ ને વધુ લોકો સુધી પહોંચતી જાય છે કેમ કે આજ કાલ મોટા ભાગ ના સ્માર્ટફોન માં VR ની સુવિધા આવતી જ જાય છે. અને માત્ર તેટલું જ નહિ પરંતુ આજે VR પર રમવા માટે ની ગેમ્સ પણ ઘણી બધી બજાર માં આવી ગઈ છે કે જે કોઈ પણ વ્યક્તિ સરળતા થી રમી શકે છે.

નવું ફેસબૂક અપડેટ: જાણો એવું તો, શુ ખાસ છે?

અને આજે તે જે જગ્યા પર છે તેના પર થી કહી શકાય કે વર્ચુઅલ રિયાલિટી એ મોર્ડન કમ્યુનિટી નો એક અભિન્ન ભાગ બની ગયો છે. તો શું તમે પણ VR નો અનુભવ લેવા માંગો છે અને ત્યારે જ એક ધમાકેદાર ગેમિંગ નો પણ અનુભવ કરવા માંગો છો? તો આ રહી એન્ડ્રોઇડ સંર્ટફોન માટે ની અમુક કૂલેસ્ટ VR ગેમ્સ.

ઈન માઈન્ડ VR

ઈન માઈન્ડ VR

આ VR ગેમ એક નવા યુગ ને ધ્યાન માં રાખી અને બનાવવા મા આવી છે, કે જ્યાં મોર્ડન હેલ્થ કેર વૈજ્ઞાનિક રીતે ખુબ જ આગળ વધી ચૂક્યું છે. જ્યાં સુધી ગેમ પ્લે ની વાત છે, આની અંદર એક શોર્ટ એડવેંચર છે અને તેની અંદર એક્રેડ એલીમેન્ટ્સ ને ડિઝાઇન કરવા માં આવ્યા છે જેના લીધે પ્લયેર દર્દી ના મગજ ની અંદર ના પ્રવાસ નો અનુભવ કરી શકે અને મેન્ટલ ડિસઓર્ડર ના તત્વો ને ગોતી શકે. તેની પાછળ નો હેતુ એબનોર્મલ નૂરોન્સ ને ગોતી અને તેને સરખા કરવા નો છે.

આ ગેમ ગુગલ કાર્ડબોર્ડ, વ્યુ માસ્ટર, Fibrum, Homido, Lakento, Archos, Durovis અને અન્ય ઘણા બધા કાર્ડબોર્ડ ડિવાઈઝ પર આસાની થી ચાલી શકે છે. અને યુઝર્સ આ ગેમ ને કોઈ VR સેટ વગર પણ રમી શકશે. અને તમે આ ગેમ ને પ્લે સ્ટોર પર થી ફ્રી માં ડાઉનલોડ પણ કરી શકો છો.

Download

મિનોસ સ્ટારફાઈટર VR

મિનોસ સ્ટારફાઈટર VR

જો તમને ભ્રહ્માંડ વિષે ને પેલી ફાઈટિંગ ની ગેમ્સ ગમતી હોઈ તો મિનોસ સ્ટારફાઈટર એ તમારા માટે બેસ્ટ ગેમ છે.

સામાન્ય રીતે આ એક 1st પર્સન એક્રેડ શૂટિંગ ગેમ છે કે જેને વર્ચુઅલ રિયાલિટી માટે બનાવવા માં આવી છે. આ ગેમ દ્વારા તમને કાર્ડબોર્ડ પર પણ એક ખુબ જ સારો VR નો અનુભવ મળી શકશે અને તમને એક એડવાન્સ અને સ્મૂથ VR નો અનુભવ આ ગેમ દ્વારા મળશે.

અને આ ગેમ ની અંદર યુઝર્સ ને એક નાનકડા સ્પેસ ફાઈટર માં બેસી અને એક્દુમ તીવ્ર સ્પેસ શૂટિંગ લડાઈ માંથી પસાર થવું પડે છે. અને ગેમ યુઝર્સ ને પોતાની શિપ ને એડવાન્સ કરવા ની પણ અનુમતિ આપે છે જેમ જેમ તેઓ ગેમ માં આગળ વધતા જાય તેમ તેમ.

Download

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ગેલેક્સિ VR ફુલ

ગેલેક્સિ VR ફુલ

ગેલેક્સિ VR એ એક 1st પર્સન શૂટર ગેમ છે, કે જેની અંદર એરિયલ કોમ્બાટ ઈન સ્પેસ નો સમાવેશ પણ કરવા માં આવે છે. જેની અનેર તમે કા તો મેદાન પર FPS બની શકો છો અથવા તો તમે આકાશ ની અંદર ફાઈટર પાઇલોટ બની શકો છો. મિનોસ સ્ટારફાઈટર VR ની જેમ જ એરિયલ બેટલ્સ પ્લેયર ને સીધા કોપિટ માં જ બેસાડી દે છે જેથી ત્યાર બાદ તે એક્દુમ તિવ્ર યુદ્ધ કરી શકે.

આ ગેમ ની અંદર તમારે એક એક્સટ્રા કંટ્રોલર ની જરૂર પડશે. અને આ ગેમ ને રમવા ની ઈચ્છા ધરાવનાર લોકો આ ગેમ ને ખરીદતા પહેલા તેને ટ્રાય કરી શકે છે.

Download

પોલી રનર VR

પોલી રનર VR

આ હજી એક એર ક્રાફટ ગેમ છે કે જેની અંદર યુઝર્સે એર ક્રાફ્ટ ના પાઇલોટ બનવા નું છે. આ ગેમ ની અંદર ગેમર્સ ની બીજી દુનિયા ની બદલાતી જતી લેન્ડસ્કેપ ની વિરુદ્ધ માં તેની સ્કિલ ને માપવા માં આવે છે. અને જેમ જેમ ગેમ આગળ વધતી જાય છે તેમ તેમ તે વધુ રસપ્રદ અને વધુ ચેલેંજિંગ બનતી જાય છે.

અને પ્લેયર્સ પોતાની સુજબુજ નો ઉપીયોગ કરી અને ચેક પોઈન્ટ્સ ને પસાર કરી અને બોનસ પોઈન્ટ્સ પણ મેળવી શકે છે અને બબુસ્ટર નો જરૂર પડે ઉપીયોગ કરી અને એક તીવ્રતા નો અનુભવ પણ કરી શકે છે. એક વખત જયારે પ્લેયર્સ તે પ્લેન ને ઉડાડવા નું સરખું શીખી જાય છે ત્યાર બાદ તેમને અમુક ટોપ ગન્સ ની અંદર તેમને એક અલગ જગ્યા આપવા માં આવે છે અને એક તેમના માટે થીમ સોન્ગ પણ બનાવવા માં આવે છે.

Download

લૅમ્પર VR

લૅમ્પર VR

લૅમ્પર VR એ જેટલી VR ગેમ્સ ઉપલબ્ધ છે તેમાં ની સૌથી વધુ પોલિશ્ડ ગેમ છે. આખી ગેમ ફાયરફ્લાય કંટ્રોલ કરવા પર છે અને તેને બચાવવા માટે ના જુદા જુદા મિશન પણ આપવા માં આવ્યા છે. ગેમ ની અંદર પ્લેયર્સ જંગલો અને ગુફાઓ માંથી પસાર થાય છે. આ ગેમ નો દેખાવ પણ સ્ટાયલિસ્ટ છે, અને આ ગેમ તમને ફ્રી માં મળી પણ જશે.

Download

બૉમ્બ સ્કોડ VR

બૉમ્બ સ્કોડ VR

બૉમ્બ સ્કોડ VR એ કાર્ડબોર્ડ માટે ની એક એક્રેડ ગેમ છે, જેની અંદર ગેમર્સ એ બધી રીત ના બૉમ્બ ને અવોઇડ કરવા ના રહશે અને, ફ્લેગ ને પકડી અને પોઈન્ટ્સ કમાવવા નું રહેશે.

કુલ 8 પ્લેયર્સ ગેમ ની સાથે જોડાઈ શકે છે અને, દરેક પ્લેયર્સ એ પોત પોતાના લેવલ ને પુરા કરવા ફરજીયાત છે.

જો કે, આ ગેમ ની અંદર પ્લેયર્સ ને એક જુદા 3rd પાર્ટી કંટ્રોલર ની જરૂર પડશે.

Download

ચેર ઈન અ રૂમ

ચેર ઈન અ રૂમ

આ ગેમ હોરર ના ફેન્સ માટે એક્દુમ સારી ગેમ છે, ચેર ઈન અ રૂમ એ એક હિડન ઈઆઈટ્મ પઝલ છે, કે જે એક ડાર્ક સ્ટોરી લાઈન સાથે આવે છે.

આ એક યુનિક ગેમ છે જેથી આ ગેમ દ્વારા પ્લેયર ને બીક પણ લાગશે અને ખરાબ પણ લાગી શકે છે પરંતુ આ એક ખુબ જ મજેદાર ગેમ પણ છે. અને ગેમ ની મર્યાદા નિયંત્રણ યોજના અને omnious સેટિંગ્સ દ્વારા ગેમ ની અંદર ક્રિપી ફેક્ટર ખુબ જ સારી રીતે નજર આવે છે.

Download

English summary
Check out these cool VR games for Android.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot