29 માર્ચે લોન્ચ થશે સેમસંગ નો ચર્ચિત ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોન

Posted By: anuj prajapati

સેમસંગ ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોન અને તેના લોન્ચ વિશે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. રોજ ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોનને લઈને લોન્ચ અને તેના લોન્ચની તારીખ ને લઈને ખબરો આવતી રહે છે. પરંતુ કંપની તરફ થી હજુ સુધી તેના વિશે કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

29 માર્ચે લોન્ચ થશે સેમસંગ નો ચર્ચિત ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોન

સેમસંગ ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોન વિશે એવી ચર્ચાઓ પણ થઇ રહી છે કે આ સ્માર્ટફોન એમડબ્લ્યૂસી ઇવેન્ટ દરમિયાન પણ લોન્ચ થઇ શકે છે. પરંતુ હાલમાં જ મળતી ખબર મુજબ સેમસંગ ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોન માર્ચ મહિનામાં જ લોન્ચ થઇ શકે છે.

આ બધી જ ખબરોની વચ્ચે એક નવી ખબર આવી છે. ટ્વિટર પર એક યુઝર ઘ્વારા જાણકારી આપવામાં આવી છે કે સેમસંગ નો આવનારો ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોન 29 માર્ચે લોન્ચ થઇ શકે છે. આ લોન્ચ યુએસ અને યુરોપ માટે છે. ભારતમાં આ સ્માર્ટફોન લોન્ચ થવામાં થોડો સમય લાગશે.

સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 ફેબ્રુઆરીમાં લોન્ચ થવા તૈયાર, જાણો આગળ..

મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન બે અલગ અલગ વેરિયંટ 5.7 ઇંચ ડિસ્પ્લે અને 6.2 ઇંચ ડિસ્પ્લેમાં લોન્ચ કરવામાં આવશે. બંને વેરિયંટ સ્માર્ટફોન ડ્યુઅલ એજ કર્વ ડિસ્પ્લે સાથે આવશે.

સેમસંગ ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોન ડ્યુઓ પિક્સલ સાથે આવશે, જે ગેલેક્ષી એસ7 સ્માર્ટફોનને મળતી આવશે. આ સ્માર્ટફોન ખુબ જ સારી ફોટો કવોલિટી અને લો લાઈટ પરફોર્મન્સ સાથે આવશે.

આ સ્માર્ટફોન વિશે બીજી જે માહિતી મળે છે તેના મુજબ તેમાં 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે, જેને માઈક્રોએસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. તેની સાથે આ સ્માર્ટફોન 3.5 એમએમ ઓડિયો જેક સાથે આવી શકે છે. એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર વાપરવામાં આવ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Samsung Galaxy S8 to go on sale on April 29, launching on March 29.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot