ફેસબૂક લાઈવ અને મેસેન્જર પર આત્મહત્યા અટકાવવા માટેનું ટૂલ આવ્યું

By: anuj prajapati

આપણે બધા જ જાણીયે છે કે ફેસબૂક થોડા થોડા સમયમાં નવા નવા ફીચર લઈને આવી જાય છે. ફેસબૂક તેમના પ્લેટફોર્મ પર નવા અને આકર્ષિત ફીચર લોન્ચ કરતુ રહ્યું છે. આ વખતે ફેસબૂક એક નવા યુનિક આઈડિયા સાથે આવ્યું છે. જેમાં તેઓ ડિપ્રેશનમાં રહેલા લોકોને મદદ કરશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ આખી દુનિયામાં 40 સેકન્ડમાં એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. જેમાં સૌથી વધુ સંખ્યા 15 થી 29 વર્ષના લોકોની છે.

ફેસબૂક લાઈવ અને મેસેન્જર પર આત્મહત્યા અટકાવવા માટેનું ટૂલ આવ્યું

ફેસબૂકના જણાવ્યા અનુસાર જો તેવા લોકોને યોગ્ય માર્ગદર્શન મળી શકે તો તેઓ આત્મહત્યા કરવાના વિચારને અટકાવી શકે છે. એટલા માટે ફેસબૂક ઘ્વારા તેમના પેજ પર લાઈવ વીડિયો ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જે ઘણા લોકોનું જીવન બચાવી શકે છે.

જો તમે કોઈ એવા તમારા ફેસબૂક મિત્રનો લાઈવ સ્ટ્રીમિંગ વીડિયો જુઓ જેમાં તમને તેનો પોતાની જાતને નુકશાન પહોંચાડવાનો ઈરાદો દેખાય ત્યારે તમારે તરત જ તેનો રિપોર્ટ ફેસબૂકને કરી દેવો.

ફેસબૂક ઘ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે. જો એકવાર આ વાત પાક્કી થઇ જાય ત્યારે તેઓ તે મિત્રનો કોન્ટેક કરે છે. તેને આવા મુશ્કિલ સમયમાં કેટલીક જરૂરી ટિપ્સ અને સલાહ આપે છે અને મેસેન્જર ઘ્વારા સુસાઇડ હેલ્પલાઇનનો કોન્ટેક પણ કરે છે.

એરટેલ ખુબ જ જલ્દી ડોમેસ્ટિક રોમિંગ ચાર્જ હટાવી શકે છે.

કંપની ઘ્વારા ઘણા ઓર્ગેનાઇઝેશન સાથે પાર્ટનર કરવામાં આવ્યું છે. જેમાં ક્રાઈસીસ ટેક્સ લાઈન, નેશનલ ઈટિંગ ડિસઓર્ડર એસોસિએશન, અને નેશનલ સુસાઇડ પ્રિવેંશન લાઈફલાઈનનો સમાવેશ થાય છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઘ્વારા ફેસબૂકમાં આત્મહત્યા કરવાવાળા પોસ્ટને ડિટેક્ટ કરી લેવામાં આવશે. કમ્યુનિટી ઓપરેટર ટીમ ઘ્વારા બધો જ જોઈતો સપોર્ટ આપવામાં આવશે.

બીજી બાજુ ફેસબૂક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઘ્વારા લાઈવ વીડિયો અને મેસેન્જરમાં પેટર્ન પણ પકડીને તેનો ઉપયોગ કરશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
As we all know, Facebook always has one or the other exciting features to offer us. This time, it came up with a unique idea to save the lives of people.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot