એરટેલ ખુબ જ જલ્દી ડોમેસ્ટિક રોમિંગ ચાર્જ હટાવી શકે છે.

Posted By: anuj prajapati

મળતી માહિતી મુજબ ભારતનું સૌથી મોટું ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર ભારતી એરટેલ ખુબ જ જલ્દી ડોમેસ્ટિક રોમિંગ ચાર્જ હટાવી શકે છે.

એરટેલ ખુબ જ જલ્દી ડોમેસ્ટિક રોમિંગ ચાર્જ હટાવી શકે છે.

ઈટી ઘ્વારા મળતી માહિતી મુજબ કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ ખુબ જ જલ્દી ફ્રી રોમિંગ કોલ અને એસએમએસ આપશે. કોઈ પણ પ્રિમિયન આઉટ ગોઈંગ કોલ નહીં હોય. તેમને આગળ જણાવ્યું કે નેશનલ રોમિંગમાં કોઈ પણ પ્રકારના વધારાના ચાર્જ લેવામાં નહીં આવે.

એરટેલ એવા લોકોને પણ મદદ કરવા માટેની તૈયારી કરી રહ્યું છે જેઓ કામ માટે દેશ બહાર ટ્રાવેલ કરે છે. પરંતુ કંપની ઘ્વારા તેના વિશે હાલમાં કોઈ પણ કમેન્ટ કરવામાં આવી નથી.

જિયો ઘ્વારા સિસ્કો સાથે આઈપી નેટવર્ક ડીલ સાઈન કરવામાં આવી

એરટેલ ઘ્વારા લેવામાં આવેલું આ પગલું તેના 268 મિલિયન કસ્ટમર માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. એરટેલ ઘ્વારા આ ઓફર રિલાયન્સ જિયો ઘ્વારા જાહેર કરવામાં આવેલી તેની નવી ઓફર આવતાની સાથે જ કરવામાં આવી. જેમાં કોઈ પણ નેટવર્ક પર ફ્રી ડોમેસ્ટિક કોલની સુવિધા આપવામાં આવી છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં દેશનું બીજા નંબરના ટેલિકોમ પ્રોવાઇડર વોડાફોન ઘ્વારા તેના નેટવર્ક પર ફ્રી રોમિંગ ઇનકમિંગ કોલની જાહેરાત કરવામાં આવી હતી. જયારે આઉટ ગોઈંગ અને ડેટા ઉપયોગ બંને માટે રોમિંગ ચાર્જ કસ્ટમર પાસેથી લેવામાં આવતો હતો.

ડિસેમ્બર કવાટરમાં એરટેલ ઘ્વારા રિપોર્ટમાં 55 ટકા નેટ પ્રોફિટનો ઘટાડો જોવા મળ્યો. કંપની ઘ્વારા છેલ્લા 4 વર્ષનો આ સુધી ખરાબ રિપોર્ટ પોસ્ટ કરવામાં આવ્યો છે. જયારે આઈડિયા વર્ષ 2007 માં લિસ્ટિંગ થયા પછી પહેલી વખત તેનો નેટ ઘટાડો જોવા મળ્યો છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
This move will benefit its 268 million mobile customers. The offer comes soon after Reliance Jio"s introduction of new pricing plan, which also includes free domestic voice calls to any network.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot