મોદી એપ ને ફ્રી માં ડાઉનલોડ કરી અને તમારા નજીક નું પોલીસ સ્ટેશન શોધો

Posted By: Keval Vachharajani

ઇન્ડિયા ને ડિજિટલ બનાવવા ના ધ્યેય સાથે ભારત સરકારે થોડા સમય પેહલા જ એક જ દિવસ ની અંદર ઘણી બધી એપ લોન્ચ કરી હતી જેના લીધે દેશ કેશ લેસ થઇ શકે, અને ડિજિટલ પ્લેટફોર્મ નો વધુ ઉપીયોગ કરી શકે.

મોદી એપ ને ફ્રી માં ડાઉનલોડ કરી અને તમારા નજીક નું પોલીસ સ્ટેશન શોધો

PM નરેન્દ્ર મોદી એ ઇન્ડિયન પોલીસ એટ યોર કોલ નામ ની એપ બહાર પાડી છે જેના દ્વારા કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યા પર થી પોતાની નજીક આવેલા પોલીસ સ્ટેશન ને શોધી શકશે પછી ભલે તે દેશ ના કોઈ પણ ખૂણા મા હોઈ.

એપલ ઈયરફોન ક્રિસ્મસ પહેલા માર્કેટમાં નહીં આવે...

આ એપ એન્ડ્રોઇડ અને ios બંને ને સપોર્ટ કરે છે, અને આ એપ માં માત્ર તમારી નજીક ના પોલીસ સ્ટેશન નું સરનામું જ નહિ પરંતુ બીજી પણ ઘણી બધી વિગતો આપવા માં આવે છે જેમ કે, ફોન નંબર, તમે જે જગ્યા પર છો ત્યાં થી જે તે પોલીસ સ્ટેશન વચ્ચે નું અંતર જેવી ઘણી બધી વિગતો તેમાં આપવા માં આવે છે.

રિલાયન્સ જિયો હેપી ન્યુ યર ઓફરની થશે ચકાસણી: આરએસ શર્મા

તો જાણો કે આ એપ તમને કઈ રીતે તમારા મુશ્કેલી ના સમય માં તમને તમારી નજીક નું પોલીસ સ્ટેશન ગોતી આપશે.

#સ્ટેપ-1 એપ સ્ટોર પર જઈ અને એપ ને ડાઉનલોડ કરો

#સ્ટેપ-1 એપ સ્ટોર પર જઈ અને એપ ને ડાઉનલોડ કરો

આ એપ એન્ડ્રોઇડ અને ios બંને પર સપોર્ટ કરે છે જેથી તમે ગુગલ પ્લે સ્ટોર અથવા તો એપલ સ્ટોર પર થી આ એપ ને ફ્રી માં ડાઉનલોડ કરી શકે છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

#સ્ટેપ-2 એપ ને ઓપન કરો અને તમારા ફોન પર GPS ઓન કરો

#સ્ટેપ-2 એપ ને ઓપન કરો અને તમારા ફોન પર GPS ઓન કરો

એક વાત ની ખાસ કાળજી લેવી કે તમારા ફોન પર GPS સરખી રીતે કામ કરતુ હોઈ, અને તમારું ઈન્ટરનેટ કન્નેકશન પણ સ્ટ્રોંગ હોઈ જેથી એપ સરખી રીતે કામ કરી શકે. એક વખત જયારે એપ ડાઉનલોડ થઇ જાય ત્યાર બાદ એપ ને ઓપન કરી અને તેમાં રજીસ્ટર થાવ ત્યાર બાદ એપ પોતાની મેળે જ GPS ની મદદ થી તમારું લોકેશન જાણી લેશે કે જે GIS મેપ બેઝડ ઇન્ટરફેસ પર કામ કરે છે. કે જે 1 મિનિટ માં તમારી નજીક નું પોલીસ સ્ટેશન ગોતી શકે છે.

#સ્ટેપ-3 વિગતો જે એપ દર્શાવસે

#સ્ટેપ-3 વિગતો જે એપ દર્શાવસે

ઇન્ડિયન પોલીસ એટ યોર કોલ એપ તમારી નજીક ના પોલીસ સ્ટેશન ને શોધ્યા બાદ તમને તે પોલીસ સ્ટેશન નો નંબર, કંટ્રોલ રૂમ નો નંબર, અને SP નો ઓફિસ નંબર પણ આપવા માં આવશે, પરંતુ તમને કોઈ પણ પ્રકાર નો મોબાઈલ નંબર આપવા માં નહિ આવે.

#સ્ટેપ-4 પોલીસ સ્ટેશન પર કોલ કરો

#સ્ટેપ-4 પોલીસ સ્ટેશન પર કોલ કરો

તમારી નજીક ના પોલીસ સ્ટેશન ની બધી જ વિગતો મેળવ્યા બાદ, એપ દ્વારા તમે તેમાં આપેલા નંબર પર કોલ પણ કરી શકો છો, તમારે તેના માટે માત્ર 'ટેપ ટુ કોલ' ઓપ્શન પર જ ક્લિક કરવા નું રહેશે કે જે એપ ની અંદર જ આપવા માં આવે છે જે થી કટોકટી ના સમય માં તમે સરળતા થી પોલીસ ને કોલ કરી શકો.

ઇન્ડિયન પોલીસ એટ યોર કોલ એપ દ્વારા બધા જ નાગરિકો માટે પોતાની નજીક નું પોલીસ સ્ટેશન ગોતવું ખુબ જ સરળ બની ગયું છે પછી ભલે તે દેશ ના કોઈ પણ ખૂણા માં હોઈ, અને આ એપ ને લોન્ચ કરવા થી નરેન્દ્ર મોદી સરકાર દેશ માં ઘણા બધા ગુનાહો ઘટશે તેવી અપેક્ષા રાખી રહી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Download the Indian Police at Your Call app and locate the nearest police stations along with the details when in an emergency.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot