સેનસુઇ હોરિઝોન 1 સ્માર્ટફોન 3999 રૂપિયામાં લોન્ચ

Posted By: anuj prajapati

વર્ષ 2017 સ્માર્ટફોન માટેનું વર્ષ હોય તેવી દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં આપણે ઘણા સ્માર્ટફોન લોન્ચ જોયા છે. સેનસુઇ એક જાપાની કંપની છે જે તેમાં ઓડિયો અને વીડિયો સમાન માટે ખુબ જ ફેમસ છે. તેમને હાલમાં એક બજેટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કર્યો છે.

સેનસુઇ હોરિઝોન 1 સ્માર્ટફોન 3999 રૂપિયામાં લોન્ચ

સેનસુઇ ઘ્વારા હોરિઝોન 1 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 3999 રૂપિયામાં ખાસ ફ્લિપકાર્ટ પર લોન્ચ કરવામાં આવ્યો છે. સેનસુઇ હોરિઝોન 1 સ્માર્ટફોન ભારતમાં બ્લેક અને ગોલ્ડ કલર ઓપશનમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની ખાસ વાત તેની ઓછી કિંમત છે. આ સ્માર્ટફોન 4G VoLTE સપોર્ટ કરે છે. તેમાં 2000mAh બેટરી સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

હવે જો આ સ્માર્ટફોન ફીચર વિશે વાત કરવામાં આવે તો તેમાં 4.5 ઇંચ 480*854 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 1.3Ghz કવાડકોર પ્રોસેસર 1 જીબી રેમ સાથે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 8 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 64 જીબી સુધી વધારી શકો છો. હોરિઝોન 1 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

5 વસ્તુ જે સેમસંગ ગેલેક્ષી એસ8 કરી શકે છે, પરંતુ આઈફોન 7 નહીં

હવે જો આ સ્માર્ટફોન કેમેરા વિશે વાત કરવામાં આવે તો હોરિઝોન 1 સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ રિયર કેમેરા ઑટોફોકસ અને વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ સાથે આપવામાં આવ્યું છે. તેની સાથે તેમાં 3.2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોનમાં 4G VoLTE, બ્લ્યુટૂથ 4.0, વાઇફાઇ 802.11 અને જીપીએસ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 2000mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે.

સેનસુઇ હોરિઝોન 1 સ્માર્ટફોનમાં પેનિક બટન ઓપશન આપવામાં આવ્યો છે. જેની મદદથી યુઝર એમેરજન્સીમાં કોઈને પણ સિગ્નલ મોકલી શકે છે.

English summary
Japanese firm Sansui has launched a budget Android device called Horizon 1. The smartphone is priced at Rs. 3,999 and is a Flipkart exclusive. The big highlight of the low-priced smartphone is its 4G VoLTE support and its 2000mAh battery.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot