5 વસ્તુ જે સેમસંગ ગેલેક્ષી એસ8 કરી શકે છે, પરંતુ આઈફોન 7 નહીં

Posted By: anuj prajapati

સેમસંગ ઘ્વારા હાલમાં જ તેમના લેટેસ્ટ ગેલેક્ષી એસ8 અને ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા. આ સ્માર્ટફોન 21 એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. સ્માર્ટફોન રિલીઝ પહેલા જ તેના પ્રિ-ઓર્ડર શરૂ થઇ ચુક્યા છે.

5 વસ્તુ જે સેમસંગ ગેલેક્ષી એસ8 કરી શકે છે, પરંતુ આઈફોન 7 નહીં

સેમસંગ બંને લેટેસ્ટ સ્માર્ટફોનમાં હાઈ એન્ડ ફીચર આપવામાં આવ્યા છે. તેમાં પ્રિમિયન બિલ્ટ અને ડિઝાઇન આપવામાં આવી છે. હવે આ વાત તો બધા જ જાણે છે કે મેન્યુફેક્ચરમાં સેમસંગ અને એપલ એકબીજાના પ્રતિસ્પર્ધી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોનની ટક્કર હાલમાં રહેલા એપલ આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ સ્માર્ટફોન નક્કી છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોન લોન્ચ, જાણો ફીચર

જો તમે સ્માર્ટફોન અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા હોય તો, અહીં અમે તમને એવી 5 વસ્તુ જણાવી રહ્યા છે જે સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોન કરી શકે છે પરંતુ આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ કરી શકતા નથી.

મોટી અને સારી સ્ક્રીન

મોટી અને સારી સ્ક્રીન

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાં કવાડ એચડી 2960*1440 પિક્સલ રિઝોલ્યૂશન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં સ્ક્રીન સાઈઝ 5.8 ઇંચ અને 6.2 ઇંચ રાખવામાં આવ્યું છે. જયારે આઈફોન 7 પ્લસ સ્માર્ટફોનમાં 1080 પિક્સલ રિઝોલ્યૂશન આપવામાં આવ્યું છે. સેમસંગ ઘ્વારા ફ્રન્ટમાં ફિઝિકલ બટન હટાવી દેવામાં આવ્યું છે. મોટી અને હાઈ રિઝોલ્યૂશન ડિસ્પ્લે સેમસંગ સ્માર્ટફોનને એન્ટરટેઇન્મેન્ટ અને બ્રાઉઝિંગ માટે બેસ્ટ બનાવે છે.

આઇરિશ સ્કેનર અને ફેસિયલ રેકોગ્નેશન

આઇરિશ સ્કેનર અને ફેસિયલ રેકોગ્નેશન

સેમસંગ ઘ્વારા તેમના લેટેસ્ટ સ્માર્ટફોનમાં આઇરિશ સ્કેનર અને ફેસિયલ રેકોગ્નેશન ટેક્નોલોજી ઉમેરવામાં આવી છે. આપણે આઈફોનમાં ટચ આઈડી એટલે કે ફિંગરપ્રિન્ટ સ્કેનર જોયું છે. પરંતુ આઇરિશ સ્કેનર ખુબ જ અલગ છે. જે તમારી માહિતી સિક્યોર કરે છે. તમારી આખો સ્કેન થયા પછી જે તેની માહિતી જણાવવામાં આવે છે.

ફાસ્ટ ચાર્જિંગ શક્ય છે

ફાસ્ટ ચાર્જિંગ શક્ય છે

સેમસંગ લેટેસ્ટ સ્માર્ટફોનમાં યુએસબી ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યો છે. જે ફાસ્ટ ચાર્જિંગ કેપિસિટી સપોર્ટ કરે છે. આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ સ્માર્ટફોન લાઇટિંગ કનેક્ટર ધરાવે છે. પરંતુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતુ નથી. આઈફોનમાં ફાસ્ટ ચાર્જિંગ ફીચર આવવાનું બાકી છે. બની શકે છે કે તેઓ આવનારા સ્માર્ટફોનમાં તેને એડ કરી શકે.

સ્ટોરેજ વધારવાનો ઓપશન

સ્ટોરેજ વધારવાનો ઓપશન

સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોનમાં માઇક્રો એસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો છે. જે 256 જીબી સુધી સપોર્ટ કરે છે. જયારે આઈફોનમાં તમને એવો ઓપશન આપવામાં આવતો નથી. એપલ માઇક્રો એસડી કાર્ડ સ્લોટ સપોર્ટ કરતુ જ નથી.

3.5 એમએમ હેડફોન જેક

3.5 એમએમ હેડફોન જેક

એપલ ઘ્વારા આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ સ્માર્ટફોનમાં 3.5 એમએમ હેડફોન જેક હટાવી દેવામાં આવ્યો છે. જયારે સેમસંગ સ્માર્ટફોનમાં હજુ પણ તમને 3.5 એમએમ હેડફોન જેક રાખવામાં આવ્યો છે.

English summary
Here are five things that the Samsung Galaxy S8 and S8 Plus can do and the iPhone 7 and 7 Plus can't do. Read more...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot