સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 અફવાહ મુજબ એસ પેન સાથે આવી શકે છે.

Posted By: anuj prajapati

સાઉથ કોરિયન કંપની સેમસંગ તેમના નવા ટેબ્લેટ માટે બધા જ શક્ય પ્રયાસ કરી રહ્યું છે. સેમસંગ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન તેમનો મીડ રેન્જ એન્ડ્રોઇડ ટેબ્લેટ ગેલેક્ષી ટેબ એસ3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી સેમસંગ તેમના ટેબ્લેટ વિશે બધી જ માહિતી ખાનગી રાખી છે. પરંતુ હવે નવી માહિતી આવી રહી છે કે ગેલેક્ષી ટેબ એસ3, એસ પેન સાથે આવી શકે છે.

સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 અફવાહ મુજબ એસ પેન સાથે આવી શકે છે.

સેમમોબાઈલ ઘ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર ગેલેક્ષી ટેબ એસ3 સાથે આપવામાં આવેલી એસ પેન તેની સ્ટાઇલમાં વધારો કરશે.

એટલું જ નહીં પરંતુ કંપની આ ટેબ્લેટ સાથે કેટલીક વધારાની એસેસરીઝ પણ આપશે. જેમાં કીબોર્ડ ફોલિયો અને બુક કવર કેસનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 ટેબ્લેટ 9.6 ઇંચ ડિસ્પ્લે 1536*2048 પિક્સલ રિઝોલ્યૂશન, સ્નેપડ્રેગન 820 ચિપસેટ, 4 જીબી રેમ, એન્ડ્રોઇડ 7.0 નોગૅટ સાથે લોન્ચ થશે.

આખરે સામે આવી ગયો સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન ફોટો.

જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 ટેબ્લેટ 12 મેગાપિક્સલ રિયર કેમરો અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા સાથે આવી શકે છે. આ ટેબ્લેટ ફુલ એચડી વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરશે.

કંપની ઘ્વારા આ ટેબ્લેટનો 8 ઇંચ વેરિયંટ પણ લોન્ચ કરવામાં આવી શકે છે. પરંતુ તેના વિશે કોઈ પણ પ્રકારની માહિતી આવી નથી. કંપની ઘ્વારા એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં ટેબ્લેટ લોન્ચ કરવામાં આવશે અને આવતા મહિને તેને પહેલા સાઉથ કોરિયામાં લોન્ચ કરવામાં આવી શકે છે.

English summary
The Samsung Galaxy Tab S3 could come with support for S Pen, external keyboard, and much more. Here"s what you should know about it.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot