સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 ફેબ્રુઆરીમાં લોન્ચ થવા તૈયાર, જાણો આગળ..

હાલમાં મળતી લેટેસ્ટ માહિતી મુજબ સેમસંગનું આ ટેબ્લેટ વાઇફાઇ સર્ટિફિકેશન મેળવી ચૂક્યું છે. એટલું જ નહીં પરંતુ તેને બ્લ્યુટૂથ સર્ટિફિકેટ પણ મળી ચૂક્યું છે.

By Anuj Prajapati
|

થોડા મહિના પહેલા જ આપણે ઈન્ટરનેટ પર સેમસંગ નવો ફ્લેગશિપ એન્ડ્રોઇડ પાવર ટેબ્લેટ ગેલેક્ષી એસ3 વિશે ખુબ જ ચર્ચા થઇ રહી હતી. પહેલા એવી અફવાહ આવી હતી કે આ ટેબ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં લોન્ચ થશે. પરંતુ હવે નવી મળતી માહિતી મુજબ આ ટેબ 27 ફેબ્રુઆરીથી માર્કેટમાં આવી જશે.

સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 ફેબ્રુઆરીમાં લોન્ચ થવા તૈયાર, જાણો આગળ..

હાલમાં મળતી લેટેસ્ટ માહિતી મુજબ સેમસંગનું આ ટેબ્લેટ વાઇફાઇ સર્ટિફિકેશન મેળવી ચૂક્યું છે. એટલું જ નહીં પરંતુ તેને બ્લ્યુટૂથ સર્ટિફિકેટ પણ મળી ચૂક્યું છે. જેના કારણે તેની લોન્ચ ડેટ પણ ખુબ જ નજીક અને જલ્દી આવી જશે. સેમ મોબાઈલ ઘ્વારા મળતી માહિતી મુજબ સેમસંગ ટેબમાં ખુબ જ મોટી રેમ અને ઓવરઓલ સારા ફીચર સાથે લોન્ચ થશે.

સેમસંગ ગેલેક્ષી જે1 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, કિંમત 6890 રૂપિયા

ધારણાઓ મુજબ સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 તેના ગેલેક્ષી ટેબ એસ2 જેટલો જ સફળ રહેશે અને તે કંપનીના ટોપ ચાર્ટમાં પોતાનું સ્થાન મેળવી શકશે. જો ટેબ ડિસ્પ્લે વિશે વાત કરવામાં આવે તો તેમાં ગેલેક્ષી ટેબ એસ2 ઝલક જોવા મળશે. ટેબ એસ3 માં સ્ક્રીનની સામેની બાજુ હોમ બટન આપવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 ફેબ્રુઆરીમાં લોન્ચ થવા તૈયાર, જાણો આગળ..

મળતી માહિતી મુજબ ગેલેક્ષી ટેબ એસ3 બે અલગ અલગ ડિસ્પ્લે વેરિયંટ 8 ઇંચ અને 9.7 ઇંચમાં લોન્ચ થઇ શકે છે. જેમાં 8 ઇંચ વેરિયંટ ટેબની કિંમત લગભગ 14,000 રૂપિયા અને 9.7 ઇંચ વેરિયંટ ટેબની કિંમત 17,000 રૂપિયા રાખવામાં આવી છે. આ ટેબમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 652 પ્રોસેસર, 3જીબી રેમ અને 32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

OMG: ઇન્ટેલ 5જી મોડેમ, 5Gbps ડાઉનલોડ સ્પીડ

ગેલેક્ષી ટેબ એસ3 માં તમને 4000mAh બેટરી સપોર્ટ આપવામાં આવી શકે છે. તેની સાથે ડીસન્ટ કેમેરા સેટઅપ જેમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરા અને 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે. પરંતુ જોવા જઈએ તો સેમસંગ ઘ્વારા આ ટેબ વિશે કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Tab S3 expected to launch at MWC 2017.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X